ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની સીરિઝનો જાહેર થયો કાર્યક્રમ : ગુજરાતના આ શહેરમાં રમાશે એક ટેસ્ટ અને વનડે મેચ

BCCI CRICKET : ભારતીય ક્રિકેટ બોર્ડે ભારતની હોમ સીઝનની મેચનો કાર્યક્રમ જાહેર કર્યો છે. ભારતીય ટીમ હોમ સિઝનમાં ત્રણ વનડે, પાંચ ટેસ્ટ અને આઠ ટી20 મેચ રમવાની છે. જેમાં બે મેચ રાજકોટમાં રમાશે. 

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની સીરિઝનો જાહેર થયો કાર્યક્રમ : ગુજરાતના આ શહેરમાં રમાશે એક ટેસ્ટ અને વનડે મેચ

મુંબઈઃ ભારતીય ક્રિકેટ બોર્ડે આગામી હોમ સિરીઝ માટે ભારતીય ટીમના કાર્યક્રમની જાહેરાત કરી છે. ભારતીય ક્રિકેટ બોર્ડે ભારતની હોમ સિરીઝ 2023-2024 માટે રમાનારી મેચના કાર્યક્રમની જાહેરાત કરી દીધી છે. જેમાં રાજકોટમાં એક વનડે અને એક ટેસ્ટ મેચ રમાશે. ભારતીય ક્રિકટ બોર્ડે પાંચ ટેસ્ટ, 3 વનડે અને આઠ ટી20 મેચના કાર્યક્રમની જાહેરાત કરી છે. 

 

— ANI (@ANI) July 25, 2023

રાજકોટમાં રમાશે એક વનડે
બીસીસીઆઈએ જાહેર કરેલા કાર્યક્રમ પ્રમામે વનડે વિશ્વકપ પહેલા ભારતીય ટીમ ત્રણ વનડે મેચની સિરીઝ ઓસ્ટ્રેલિયા સામે રમશે. જેની પ્રથમ મેચ 22 સપ્ટેમ્બરે મોહાલીમાં રમાશે. ત્યારબાદ 24 સપ્ટેમ્બરે બીજી મેચ ઈન્દોરમાં રમાશે. જ્યારે ત્રીજી અને અંતિમ વનડે મેચ 27 સપ્ટેમ્બરે રાજકોટમાં રમાશે. 

વનડે વિશ્વકપ બાદ ભારત ઓસ્ટ્રેલિયા સામે પાંચ મેચની ટી20 સિરીઝ અને અફઘાનિસ્તાન સામે ત્રણ મેચની ટી20 સિરીઝ રમાશે. 

ઓસ્ટ્રેલિયા સામે ટી20 સિરીઝનો કાર્યક્રમ
પ્રથમ ટી20, 23 નવેમ્બર, વિઝાગ
બીજી ટી20, 26 નવેમ્બર, ત્રિવેન્દ્રમ
ત્રીજી ટી20, 28 નવેમ્બર, ગુવાહાટી
ચોથી ટી20, 1 ડિસેમ્બર, નાગપુર,
પાંચમી ટી20 3 ડિસેમ્બર, હૈદરાબાદ

અફઘાનિસ્તાન સામે ત્રણ ટી20
11 જાન્યુઆરી, 2024, પ્રથમ ટી20- મોહાલી
14 જાન્યુઆરી, બીજી ટી20- ઈન્દોર
17 જાન્યુઆરી, ત્રીજી ટી20- બેંગલુરૂ

ઈંગ્લેન્ડ સામે રાજકોટમાં ટેસ્ટ
વર્ષ 2024માં ઈંગ્લેન્ડની ટીમ ભારતના પ્રવાસે પાંચ ટેસ્ટ મેચની સિરીઝ રમવા આવવાની છે. જેમાં ત્રીજી ટેસ્ટ મેચ રાજકોટમાં રમાશે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રાજકોટમાં 15 ફેબ્રુઆરીથી 19 ફેબ્રુઆરી 2024માં ટેસ્ટ મેચ રમાશે. 

ટેસ્ટ સિરીઝનો કાર્યક્રમ
પ્રથમ ટેસ્ટ, 25-29 જાન્યુઆરી, 2024- હૈદરાબાદ
બીજી ટેસ્ટ, 2-6 ફેબ્રુઆરી, વિઝાગ
ત્રીજી ટેસ્ટ, 15-19 ફેબ્રુઆરી, રાજકોટ
ચોથી ટેસ્ટ, 23-27 ફેબ્રુઆરી, રાંચી
પાંચમી ટેસ્ટ, 7-11 માર્ચ, ધર્મશાલા

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news