IPL 2022 ની સીઝનમાં કેકેઆરનો આ ખેલાડી સતત રહ્યો ફ્લોપ, ટીમ માટે બન્યો હારનું સૌથી મોટું કારણ
Venkatesh Iyer Performance In IPL 2022: આઇપીએલ 2022 ની આ સીઝનમાં વેંકટેશ અય્યર એકદમ ફ્લોપ સાબિત થઈ રહ્યો છે. કોલકાતા નાઈટ રાઈડર્સ માટે ત સતત ખરાબ પ્રદર્શનનું સૌથી મોટું કારણ બની રહ્યો છે.
Trending Photos
Venkatesh Iyer Performance In IPL 2022: આઇપીએલ 2022 ની સીઝનમાં કેકેઆરે શરૂઆત તો સારી કરી હતી, પરંતુ છેલ્લી પાંચ મેચથી કોલકાતા નાઈટ રાઈડર્સનું ખરાબ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. જો કે, આજે સોમવારે રાજસ્થાન રોયલ્સ અને કેકેઆર વચ્ચે મેચ યોજાવાની છે. આ મેચમાં ટીમને ઓપનર પાસે ઘણી આશા છે. જો કે, આ ખેલાડી ટીમની હારનું સૌથી મોટું કારણ બની રહ્યો છે કેમ કે અત્યાર સુધી તે એક પણ મેચમાં સારુ પ્રદર્શન કરતો જોવા મળ્યો નથી.
આઇપીએલ 2022 ની શરૂઆત પહેલા કેકેઆરે વેંકટેશ અય્યરને રિટન કર્યો હતો. જો કે ટીમને વેંકટેશ પર ઘણી આશા હતી પરંતુ આ સીઝનમાં તે રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. ખરાબ ફોર્મના કારણે વેંકટેશને ટોપ ઓર્ડરમાંથી મિડલ ઓર્ડરમાં પણ રમાડવામાં આવ્યો પરંતુ અય્યર ત્યાં પણ ફ્લોપ સાબિત થયો.
અય્યર આ સીઝનમાં ટીમ માટે હારનું સૌથી મોટું કારણ બની રહ્યો છે, તે હજુ સુધી એકપણ મોટી ઇનિંગ રમતો જોવા મળ્યો નથી. જો કે, કેકેઆરના ઓપનર બેટ્સમેન વેંકટેશ અય્યરે અગાઉની સીઝનમાં ઘણું નામ કમાયું હતું. અય્યરે આઇપીએલ 14ની સીઝનમાં રમવાની તક મળી હતી જે બાદ તેણે સતત શાનદાર રમત દેખાળી હતી.
અય્યરે અગાઉની સીઝનમાં 10 મેચ રમી હતી અને 41.11 ની સરેરાશથી 370 રન બનાવ્યા હતા. જેમાં 4 અર્ધસદી પણ સામેલ છે. કેકેઆરે આ સીઝન માટે આ યુવા ઓલરાઉન્ડરને 8 કરોડ રૂપિયામાં રિટેન કર્યો હતો, પરંતુ અય્યરે આ સીઝનમાં 9 મેચમાં 16.50 ની સરેરાશથી માત્ર 132 રન બનાવ્યા છે. અય્યરે આ સીઝનમાં એકપણ ફિફ્ટી હજુ સુધી મારી નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે