ગુજરાતની જનતાને નવા વર્ષે મળી વધુ એક મોટી ભેટ, તમારી સલામતી માટે સરકારે મંજૂર કર્યાં 188 કરોડ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના અકસ્માત સંભાવનાગ્રસ્ત માર્ગો પર રોડ સેફ્ટી કામગીરી માટે 188 કરોડ રૂપિયા ફાળવ્યા છે. અકસ્માતોની સંખ્યા ઘટે અને માર્ગ સલામતી વધે તેવો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો જનહિતકારી અભિગમ છે. મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે રાજ્યમાં માર્ગ સલામતી રોડ સેફ્ટી માટે જનહિતકારી નિર્ણય કર્યો છે. 

ગુજરાતની જનતાને નવા વર્ષે મળી વધુ એક મોટી ભેટ, તમારી સલામતી માટે સરકારે મંજૂર કર્યાં 188 કરોડ

Gandhinagar News ગાંધીનગર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના અકસ્માત સંભાવનાગ્રસ્ત માર્ગો પર રોડ સેફ્ટી કામગીરી માટે 188 કરોડ રૂપિયા ફાળવ્યા છે. અકસ્માતોની સંખ્યા ઘટે અને માર્ગ સલામતી વધે તેવો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો જનહિતકારી અભિગમ છે. મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે રાજ્યમાં માર્ગ સલામતી રોડ સેફ્ટી માટે જનહિતકારી નિર્ણય કર્યો છે. 

શું શું કરાશે

  • વળાંક સુધારણા- ક્રેશ બેરિયર- સ્પોટ વાઇડનીંગ વગેરે  ૮૦ કામો ૩૨૯ કિલોમીટર લંબાઈમાં રૂ।. ૧૦૦ કરોડના ખર્ચે હાથ ધરાશે
  • ફોર લેન - સિક્સ લેન માર્ગો પર રોડ સેફ્ટીને ધ્યાને લઈને એન્‍ટીગ્લેર સિસ્ટમના કુલ ૭૬ કામો ૭૮૬ કિલોમીટર લંબાઈના માર્ગો પર  કરવા માટે રૂ।. ૮૭.૫૨ કરોડ મંજૂર કર્યા

મુખ્યમંત્રીએ  રાજ્યના માર્ગો પરની રોડ સેફ્ટી સંલગ્ન વિવિધ કામગીરી માટે માર્ગ મકાન વિભાગને રૂ।. ૧૮૮ કરોડના કામો હાથ ધરવા મંજુરી આપી છે. મુખ્યમંત્રીએ માર્ગો પર અકસ્માતોની સંખ્યા ઘટે અને વાહન ચાલકો માટે માર્ગ સલામતી વધે તેવો જનહિત અભિગમ અપનાવ્યો છે. 

ઉત્તરાયણના પવન વિશે પરેશ ગોસ્વામીની આગાહી, પતંગ રસિકો માટે સારા સમાચાર
    
મુખ્યમંત્રીએ એવા હયાત માર્ગો જ્યાં વધુ અકસ્માત થવાની સંભાવના હોય ત્યાં જરૂરી સુધારણાની કામગીરી માટે રૂ।. ૧૦૦.૫૩ કરોડ મંજુર કર્યા છે. તદનુસાર ,વળાંક સુધારણા, ક્રેશ બેરિયર, સ્પોટ  વાઇડનિંગ , તથા રોડ ફર્નિચર વગેરે કામગીરીના કુલ ૮૦ કામો ૩૨૮.૭૩ કિલોમીટર લંબાઇના માર્ગો પર હાથ ધરવા માટે આ રકમ ફાળવવામાં આવી છે. 

મુખ્યમંત્રીએ આ ઉપરાંત રાજ્યના માર્ગ મકાન વિભાગ હસ્તકના ફોર લેન અને સિક્સ લેન રોડ પર એન્‍ટીગ્લેર સિસ્ટમ લગાવવા કુલ ૭૮૬.૪૧ કિલોમીટરની લંબાઈના માર્ગો પર ૭૬ કામો માટે ૮૭.૫૨ કરોડ રૂપિયા ફાળવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલના આ નિર્ણયને પરિણામે રાજ્યમાં માર્ગ અકસ્માતોની સંખ્યા નોંધપાત્ર રીતે ઘટશે તેમજ યાતાયાત વધુ સુરક્ષિત બનશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news