ગુજરાતમાં અચાનક ઢળીને મોતને ભેટી રહ્યાં છે બાળકો, સુરતમાં જમતા જમતા 9 વર્ષીય બાળકીનું મોત

Children Death In Gujarat : સુરતના પલસાણાના તાતીથૈયામાં બાળકીનું થયું મોત... 9 વર્ષીય બાળકીનું જમવા બેઠા હતા તે સમયે થયું મોત...બાળકીના પોસ્ટ મોર્ટમ બાદ મોતનું સાચું કારણ આવશે બહાર....રિયા પાસવાન નામની બાળકીનું થયું મોત... 
 

ગુજરાતમાં અચાનક ઢળીને મોતને ભેટી રહ્યાં છે બાળકો, સુરતમાં જમતા જમતા 9 વર્ષીય બાળકીનું મોત

Surat News સુરત : ગુજરાતમા અજીબોગરીબ ઘટના બની રહી છે. હજી બે દિવસ પહેલા જ અમદાવાદમાં ધોરણ-3 ની બાળકીનું કાર્ડિયાક એરેસ્ટથી મોત નિપજ્યું હતું. ત્યારે હવે સુરતના પલસાણાના તાતીથૈયામાં વધુ એક બાળકીનું મોત નિપજ્યું છે. 9 વર્ષીય બાળકી જમવા બેઠી હતી તે સમયે તેનો જીવ ગયો. જોકે, બાળકીના પોસ્ટમોર્ટમ બાદ મોતનું સાચું કારણ બહાર આવશે. રીયા પાસવાન નામની બાળકીનું થયું મોત.

રાજ્યમાં વધુ એક બાળકીનું મોતની નીપજ્યું છે. નવ વર્ષેની બાળકી જમવા બેઠી હતી, તે સમય દરમિયાન જમતા જમતા બાકી જમીન ઉપર ધડી પડી હતી. 9 વર્ષે રિયા પાસવર્ડનું મોત નીપજ્યું હતું. પીએમ રિપોર્ટ બાદ બાકીના મોત અંગે સાચું કારણ બહાર આવશે. હાલ તો સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

રાજ્યમાં વધુ એક બાળકીનું મોત નિપજ્યું છે. મૂળ મધ્યપ્રદેશના અને હાલમાં પલસાણાના તાતીથૈયા ખાતે વીકે પાર્ક સોસાયટીમાં આ રહેતા પરિવારમાં આ ઘટના બની હતી. મુકેશ પાસવાન મૂળ મધ્યપ્રદેશના વતની છે. તેઓ પોતાની પત્ની અને પરિવાર સાથે રહી ગુજરાન ચલાવે છે. રાત્રિ દરમિયાન તેઓ પરિવાર સાથે જમવા બેઠા હતા તે સમય દરમિયાન તેમની દીકરી એ રિયા પાસવાન પણ જમી રહી હતી. ત્યારે નવ વર્ષની દીકરી જમીન ઉપર ધડી પડી હતી. જમીન પર ધડી પડતા બાળકીને સારવાર અર્થે નજીકની સંજીવની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. 

એકાએક બનેલી ઘટનાને પગલે પરિવાર પણ શોકમાં મુકાયો છે. કારણ કે બાળકી પાંચ મહિના પહેલા જ પોતાના વતનથી અહીં રહેવા માટે લાવ્યા હતા. હાલ તો બાળકી ના મૃતદેહ ને પીએમ અર્થે ખસેડીવાં માં આવ્યો છે. પીએમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ બાદ બહાર આવશે. ત્યારે રાજ્યમાં વધુ એક બાળકીની મોતને પગલે લોકો પણ ચિંતિત બન્યા છે. હ તો પોલીસે અકસ્માત મોત નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news