બેરોજગાર યુવાનો માટે મોટી જાહેરાત, આ રાજ્યમાં દર મહિને મળશે 8500 રૂપિયા
Delhi Assembly Election 2025: દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈ કોંગ્રેસે મહિલાઓ માટે દર મહિને 2500 રૂપિયાની જાહેરાત કરી હતી અને હવે યુવાનો માટે એક ગેરંટી જાહેર કરી છે.
Trending Photos
Delhi Assembly Election 2025: કોંગ્રેસે આજે પોતાની ત્રીજી ગેરંટી જાહેર કરી છે. આ જાહેરાત યુવાનો માટે છે. તેનું નામ 'યુવા ઉડાન યોજના' છે. કોંગ્રેસે જાહેરાત કરી છે કે, જો સરકાર બનશે તો બેરોજગાર યુવાનોને એપ્રેન્ટિસશીપ તરીકે દર મહિને 8500 રૂપિયા આપશે. રાજધાની દિલ્હીમાં રાજસ્થાનના પૂર્વ ડેપ્યુટી સીએમ અને કોંગ્રેસ નેતા સચિન પાયલટે આ જાહેરાત કરી હતી.
સચિન પાયલટે કહ્યું કે, 5 તારીખે દિલ્હીના લોકો એક નવી સરકારને ચૂંટવા જઈ રહી છે. કોંગ્રેસ પાર્ટીના તમામ નેતા, કાર્યકરો પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે. અહંકારના ટકરાવમાં દિલ્હીના લોકોને નુકસાન થયું છે. કોણે શું કહ્યું અને શું કર્યું. જનતાએ પૂરી તક આપી. દિલ્હીમાં રહેતા અમારા સાથી જે શિક્ષિત છે, તેમને સંભાળવા માટે સરકારની કેટલીક જવાબદારીઓ હોય છે.
શિક્ષિત બેરોજગારોને દર મહિને 8500 રૂપિયા: પાયલોટ
પાયલોટે કહ્યું કે, દિલ્હીનો જે પણ યુવક શિક્ષિત હશે, યુવક કે યુવતિ, દરેક શિક્ષિત બેરોજગારને અમે દર મહિને 8500 રૂપિયા આપીશું. યુવા ઉડાન યોજના હેઠળ યુવાનોને 1 વર્ષની એપ્રેન્ટિસશીપ મળશે, બેરોજગાર યુવાનોને 8500 રૂપિયા પ્રતિ માસ મળશે.
આ દરમિયાન કોંગ્રેસના નેતા કાઝી નિઝામુદ્દીને કહ્યું કે, "દિલ્હીની જનતાની વચ્ચે ન્યાય યાત્રા દરમિયાન જે તારણો બહાર આવ્યા તેના આધારે સમજાયું કે મોદી સરકાર અને આમ આદમી પાર્ટીની નીતિઓએ યુવાનોની કમર તોડી નાખી છે. અમે યુવાનો માટે અમારી જાહેરાત કરવા જઈ રહ્યા છીએ. ત્રીજી મોટી ગેરંટી કોંગ્રેસની યુવાનો માટે બનાવવા જઈ રહ્યા છીએ."
કોંગ્રેસ પોતાનું વચન પૂરું કરશે: દેવેન્દ્ર યાદવ
આ દરમિયાન પીસીસી ચીફ દેવેન્દ્ર યાદવે કહ્યું કે, "યુવા ઉડાન યોજના અમે એવા લોકો માટે લાવશું જેઓ શિક્ષિત છે પરંતુ બેરોજગાર છે. બેરોજગારીના કારણે યુવાનો નશાની લત તરફ આગળ વધી રહ્યા છે. જે યુવાનો આમાં રજિસ્ટ્રેશન કરશે તેમને અમે ખાનગી કંપનીમાં સ્કીલ ડેવલપમેન્ટનું કામ પણ કરાવશું જેથી કરીને જો તેઓ તેમાં આગળ વધવા માંગતા હોય તો સરકાર તેમની મદદ પણ કરશે.
દેવેન્દ્ર યાદવે કહ્યું કે દિલ્હીમાં રાજમહેલ અને શીશમહેલનું રાજકારણ ચાલી રહ્યું છે, અમે તેનાથી દૂર જઈ રહ્યા છીએ અને યુવાનો માટે કંઈક કરી રહ્યા છીએ. આ પહેલા પણ અમે પ્યારી દીદી યોજના હેઠળ મહિલાઓ માટે ગેરંટી આપી છે અને કોંગ્રેસ તેનું વચન પૂર્ણ કરે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે