IPL 2021 DC vs RR: Sanju Samson નો પ્રયત્ન નિષ્ફળ, Rajasthan Royals ને હરાવી ટોપ પર Delhi Capitals

આઇપીએલ 2021 ના 36 માં મેચમાં દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) એ રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) ની સામે બાજી મારી લીધી છે. આ મેચમાં સંજુ સેમસન (Sanju Samson) નો જલવો જોવા મળ્યો પરંતુ તેની ટીમને જીત અપાવવામાં નિષ્ફળ રહ્યો છે

IPL 2021 DC vs RR: Sanju Samson નો પ્રયત્ન નિષ્ફળ, Rajasthan Royals ને હરાવી ટોપ પર Delhi Capitals

નવી દિલ્હી: આઇપીએલ 2021 ના 36 માં મેચમાં દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) એ રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) ની સામે બાજી મારી લીધી છે. આ મેચમાં સંજુ સેમસન (Sanju Samson) નો જલવો જોવા મળ્યો પરંતુ તેની ટીમને જીત અપાવવામાં નિષ્ફળ રહ્યો છે.

33 રનથી દિલ્હીની જીત
દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) એ રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) ને 33 રનથી માત આપી છે. 155 રનના ટાર્ગેટનો પીછો કરી રહેલી રાજસ્થાન રોયલ્સ ટીમ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 121 રન બનાવી શકી અને મેચ ગુમાવી બેઠી.

— IndianPremierLeague (@IPL) September 25, 2021

બેકાર ગઈ સેમસનની ઇનિંગ
રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) ના કેપ્ટન સંજુ સેમસન (Sanju Samson) એ તેની ટીમ ને જીતાડવા માટે દરેક પ્રયત્ન કર્યા, પરંતુ તેની અર્ધશતકીય ઇનિંગ કામ ના લાગી. તેણે 53 બોલમાં નાબાદ 70 રન બનાવ્યા, પરંતુ તેને અન્ય કોઈ બેટ્સમેનનો સાથ મળી શક્યો નહીં.

દિલ્હીએ બાવ્યા 154 રન
દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) એ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 154 રન બનાવ્યા અને રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) ને જીત માટે 155 રનનો ટાર્ગેટ આપ્યો હતો. દિલ્હી તરફથી સૌથી વધારે રન શ્રેયસ અય્યરે બનાવ્યા હતા. તેણે 32 બોલમાં 43 રનની મહત્વની ઇનિંગ રમી હતી.

2⃣ wickets each for @Mustafiz90 & @Sakariya55
1⃣ wicket each for @tyagiktk & @rahultewatia02

4⃣3⃣ for @ShreyasIyer15
2⃣8⃣ for @SHetmyer

The #RR chase to begin shortly. #VIVOIPL #DCvRR

— IndianPremierLeague (@IPL) September 25, 2021

ટોપ પર પહોંચી દિલ્હી
દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) સતત ચોથી વખત જીત હાંસલ કરી પોઈન્ટ્સ ટેબલમાં ચેન્નાઈ સુપરકિંગ્સ (Chennai Super Kings) ને પછાડી ટોપ પર પહોંચી ગઈ છે. ઋષભ પંત (Rishabh Pant) ની ટીમના 10 મેચોમાં 16 પોઈન્ટ થયા છે અને તેની ફ્રેન્ચાઈઝીના પ્લે ઓફમાં જગ્યા લગભગ નક્કી થઈ ગઈ છે. ત્યારે રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) હવે ટેબલમાં 6 નંબર પર છે.

ટોસના બોસ
રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) એ ટોસ જીત્યો અને દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) ને પહેલા બેટિંગ કરવા બોલાવી. સંજુ સેમસન (Sanju Samson) નો આ નિર્ણય ખોટો સાબિત થયો અને ઋષભ પંત (Rishabh Pant) એ બાજી પોતાના નામે કરી લીધી.

— IndianPremierLeague (@IPL) September 25, 2021

દિલ્હી કેપિટલ્સના પ્લેઇંગ XI: શિખર ધવન, પૃથ્વી શો, શ્રેયસ અય્યર, ઋષભ પંત, લલિત યાદવ, શિરામેન હેટમાયર, અક્ષર પટેલ, આર અશ્વિન, કગિસો રબાડા, અવેશ ખાન અને એનરિક નોર્ટજે.

રાજસ્થાન રોયલ્સના પ્લેઇંગ XI: યશસ્વી જયસવાલ, સંજુ સેમસન, લિયામ લિવિન્ગસ્ટોન, મહિપાલ લોમરોર, રિયાન પરાગ, રાહુલ તેવતિયા, ડેવિડ મિલર, ક્રિસ મોરિસ, મુસતાફિઝુર રહેમાન, ચેતન સકારિયા અને કાર્તિક ત્યાગી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news