દુબઇનું સટ્ટા બજાર તો બચ્ચુ લાગે એવડું મોટું સટ્ટાબજાર અમદાવાદમાંથી ઝડપાયું, પોલીસને પણ આંખે અંધારા આવ્યા

દુબઇનું સટ્ટા બજાર તો બચ્ચુ લાગે એવડું મોટું સટ્ટાબજાર અમદાવાદમાંથી ઝડપાયું, પોલીસને પણ આંખે અંધારા આવ્યા

* એલિસબ્રિજ પોલીસે શેર બજારમાં ડબ્બા ટ્રેડિંગ કરનારાને ઝડપ્યા
* શાશ્વત બ્રોકર્સ અને પીનાક સ્ટોક બ્રોકર બન્ને ઓફિસમાં રેડ
* નામચીન વિકી ઝવેરી અને સૌમિલ ભાવનગરી ઝડપાયા
* સ્ટોક એક્સચેન્જ બોર્ડની આંખમાં ધૂળ નાખી કમાતા હતા લાખો કરોડો રૂપિયા
* ડિમેટ એકાઉન્ટ વગર શેર બજારમાં રોકાણ કરતા આરોપીઓ

મૌલિક ધામેચા/અમદાવાદ : શહેરમાંથી એલિસબ્રિજ પોલીસે મસમોટું ડબ્બા ટ્રેડિંગનું કૌભાંડ ઝડપી લીધું છે. ડબ્બા ટ્રેડિંગ કરી સટ્ટો રમવાના ગુનામાં પોલીસે 11 શખ્સોની ધરપકડ કરી છે. જેમની  18 લાખ રોકડ સહિત 22 લાખનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે. અમદાવાદ વિસ્તારણા પાંજરાપોળ વિસ્તારમાં આવેલું આ છે શ્યામક કોમ્પ્લેક્સ. અહિયાં આવેલી બે પ્રાઇવેટ ફર્મમાં શેરબજારનું ડબ્બા ટ્રેડિંગ ચાલતું હોવાની પોલીસને બાતમી મળી. જેને પગલે પોલીસે ઓફિસમાં સર્ચ કર્યું તો ઓફિસમાં સટ્ટોડિયા માટે એસી અને ટિફિન સહિતની વ્યવસ્થા, ખાસ સોફ્ટવેર અને મોબાઈલ એપ્લિકેશનથી સટ્ટો ચલાવતા હોવાનું સામે આવ્યું. પોલીસે બને ઓફિસમાંથી તમામ આરોપીઓની ધરપકડ કરી. જેમાં મુખ્ય આરોપી શાશ્વત બ્રોકર્સનો વિકી ઝવેરી અને પીનાક સ્ટોક બ્રોકર્સનો સૌમિલ ભાવનગરી છે. જે બને ગુજરાતના નામચીન વ્યક્તિ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. આ બને ઓફિસમાં રેડ થતા શેરબજારના ડબ્બા ટ્રેડિંગના બજારમાં હાહાકાર મચી ગયો છે. આ બને આરોપીઓ અનેક મોટા માથા જેવા કે સોના ચાંદીના વેપારીઓ, બિલ્ડરો અને અન્ય ખ્યાતનામ લોકો સાથે પણ સંપર્ક ધરાવતા હોવાનું મનાય રહ્યું છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આરોપીઓ અનેક વર્ષોથી અહીં ઓફિસ ધરાવી ડબ્બા ટ્રેડિંગ કરતા હતા. આબાવાડી વિસ્તારમાં સમ્યક કોમ્પ્લેક્સમાં ઘણા સમયથી શેરબજારમાં ડબ્બા ટ્રેડિંગ થતો હતો. જેમાં લાખોનો સટ્ટો અને રોકડના વ્યવહાર એરકન્ડિશન ઓફિસમાં થતા હતા. આરોપીઓ ડબ્બો રમવા નવી ટેકનોલોજીના સોફ્ટવેર અને ખાસ મોબાઈલ એપ્લિકેશન રાખવામાં આવતી હતી. પણ પોલીસને જાણ થતાં સમગ્ર રેકેટનો પર્દાફાશ થયો. પોલીસે 11 લોકોને 18 લાખ રોકડ સહિત 22 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે. આરોપીઓ મોટા ગજાના વેપારીઓ સાથે કનેક્ટ હોવની શકાના આધારે પોલીસે કોલ ડિટેઇલ કઢાવીને કોઈને પણ નહીં છોડવા માટે પ્રયાસ શરૂ કરી દીધા છે.

આરોપીઓ ડબ્બા ટ્રેડિંગ કરતા હોવાની અગાઉથી પોલીસને બાતમી હતી. પણ મોટો રોકડીયો વ્યવહાર થવાનો હોય કે કેશ એકત્રિત કરી વ્યવહાર કરવાના હોય ત્યારે જ પોલીસ રેડ કરવાના મૂડમાં હતી અને બન્યું પણ એવું જ. જ્યારે લાખો રૂપિયા રોકડા આ ઓફિસમાં આવ્યા ત્યારે જ પોલીસે રેડ કરી. રેડ કરતા જ અનેક મોટા માથાઓના ફોન પોલીસ પર આવ્યા પણ પોલીસે આખરે કાયદેસરની કાર્યવાહી કરી તપાસ શરૂ કરી.

ડબ્બા ટ્રેડિંગનો કાળો કારોબાર શુ છે ?
સ્ટોક એકસેન્જ બોર્ડની આંખમાં ધૂળ નાખવાનો છે આ ધંધો
કોઈ પણ ડિમેટ એકાઉન્ટ વગર શેરબજારમાં રોકાણ કરવામાં આવતું હોય છે
પૈસા ચુકવણી માટે મળે છે એક સપ્તાહની મુદત
ચોક્કસ એપ્લિકેશન થકી થતા હોય છે સોદાઓ
રૂપિયાથી આપવામાં આવે છે એપ્લિકેશનનો આઈ.ડી પાસવર્ડ
દુબઈ થી મોટા ભાગના આઈ.ડી બનાવવામાં આવતા હોવાની આશંકા
બુલિયન વેપારી, શરાફી પેઢી વાળા, સોના ચાંદીના મોટા વેપારીઓ, આંગડિયા પેઢીના વેપારીઓ ડબ્બા ટ્રેડિંગમાં સટ્ટો રમતા હોય છે.
આખોય કારોબાર વિશ્વાસ પર ચાલતો હોય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news