IPL 2024: હાર્દિકની આગેવાનીમાં રમશે રોહિત, સામે હશે ગુજરાત ટાઈટન્સ, અમદાવાદમાં થશે જોરદાર ટક્કર
GT vs MI: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારની સાંજે એક ધમાકેદાર મુકાબલો જોવા મળી શકે છે. આ મેચમાં ગુજરાત ટાઈટન્સની ટક્કર મુંબઈ ઈન્ડિયન્સ સામે થશે. જેમાં બંને ટીમના કમાન નવા કેપ્ટન સંભાળશે.
Trending Photos
અમદાવાદઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2024)ની 17મી સીઝનના પાંચમાં મુકાબલામાં રવિવારે મુંબઈ ઈન્ડિયન્સનો સામનો ગુજરાત ટાઈટન્સ સામે થશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં હાર્દિક પંડ્યા પોતાની જૂની ફ્રેન્ચાઇઝી સામે મેદાનમાં ઉતરશે. નોંધનીય છે કે ટૂર્નામેન્ટ પહેલા હાર્દિક પંડ્યા ગુજરાત ટાઈટન્સ છોડી મુંબઈમાં સામેલ થઈ ગયો હતો. ત્યારબાદ હાર્દિકને મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બનાવી દેવામાં આવ્યો છે, જ્યારે ગુજરાતની કમાન શુભમન ગિલ સંભાળશે.
બંને ટીમો વચ્ચે કાંટાની ટક્કર
ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે હેટ ટૂ હેડ આંકડા પર નજર કરીએ તો બંને ટીમો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળે છે. મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે આઈપીએલમાં અત્યાર સુધી ચાર વખત ટક્કર થઈ છે. આ દરમિયાન બંને ટીમોએ બે-ે મેચ જીતી છે. પરંતુ આ વખતે બંને ટીમો નવા કેપ્ટન સાથે મેદાનમાં ઉતરશે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમના આંકડા
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સે અત્યાર સુધી 10 મેચ રમી છે. આ દરમિયાન ટાઈટન્સે છ મેચમાં જીત મેળવી તો ચાર મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ મેદાન પર જીટીએ પ્રથમ બેટિંગ કરતા 4 અને લક્ષ્યનો પીછો કરતા 2 મેચ જીતી છે. બીજીતરફ મુંબઈએ અમદાવાદમાં કુલ 4 મેચ રમી છે અને માત્ર એક મેચ જીતી છે.
ક્યારે શરૂ થશે મેચ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ મેચ સાંજે 7.30 કલાકે શરૂ થશે. આ મેચનું લાઈવ પ્રસારણ ટીવી પર સ્ટાર સ્પોર્ટ્સ અને લાઈવ સ્ટ્રીમિંગ જિયો સિનેમા પર થશે. મેચમાં ટોસ સાંજે 7 કલાકે થશે.
IPL 2024 માટે ગુજરાતની ટીમ
ડેવિડ મિલર, શુભમન ગિલ (કેપ્ટન), મેથ્યૂ વેડ, રિદ્ધિમાન સાહા, કેન વિલિયમસન, અભિનવ મનોહર, સાઈ સુદર્શન, દર્શન નાલકાંડે, વિજય શંકર, જયંત યાદવ, રાહુલ તેવતિયા, નૂર અહમદ, સાઈ કિશોર, રાશિદ ખાન, જોશુઆ લિટિલ, મોહિત શર્મા, અઝમતુલ્લાહ ઉમરઝઈ, ઉમેશ યાદવ, શાહરૂખ ખાન, સુશાંત મિશ્રા, કાર્તિક ત્યાગી, માનવ સુથાર, સ્પેન્સર જોનસન, સંદીપ વોરિયર.
IPL 2024 માટે મુંબઈની ટીમ
હાર્દિક પંડ્યા (કેપ્ટન), રોહિત શર્મા, ડેવાલ્ડ બ્રેવિસ, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, તિલક વર્મા, ટિમ ડેવિડ, વિષ્ણુ વિનોદ, અર્જુન તેંડુલકર, શમ્મ મુલાની, નેહલ વઢેરા, જસપ્રીત બુમરાહ, કુમાર કાર્તિકેય, પીયુષ ચાવલા, આકાશ મધવાલ, લ્યૂક વુડ, રોમારિયો શેફર્ડ, ગેરાલ્ડ કોએત્ઝી, શ્રેયસ ગોપાલ, નુવાન તુષારા, નમન ધીર, અંશુલ કંબોઝ, મોહમ્મદ નબી, શિવાલિક શર્મા, ક્વેના મફાકા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે