પાટણમાં ઠાકોર VS ઠાકોરની લડાઈ: જાણો શું છે જ્ઞાતિગત સમીકરણો? કેવો છે રાજકીય ઈતિહાસ?

Loksabha Election 2024: પાટણ લોકસભા બેઠક પર હાલ લોકસભાનો માહોલ બરાબર જામ્યો છે. ઠાકોર સમાજની બહુમતિવાળી આ બેઠક પર બન્ને પાર્ટીએ ઉમેદવાર જાહેર કરી દીધા છે. જેના કારણે ઠાકોર વર્સિસ ઠાકોરનો બરાબર જંગ જામ્યો છે. બન્ને પાર્ટીના ઉમેદવારે પ્રચાર શરૂ કરી દીધો છે અને ઠાકોરોને રિઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે. 

પાટણમાં ઠાકોર VS ઠાકોરની લડાઈ: જાણો શું છે જ્ઞાતિગત સમીકરણો? કેવો છે રાજકીય ઈતિહાસ?

Loksabha Election 2024: જેનો ઈતિહાસ નિરાળો છે, જે એક સમયે ચાવડા અને સોલંકી વંશની રાજધાની હતી. જેનો ઈતિહાસ સુવર્ણ અક્ષરે લખાયેલો છે તે પાટણ લોકસભા બેઠક પર હાલ લોકસભાનો માહોલ બરાબર જામ્યો છે. ઠાકોર સમાજની બહુમતિવાળી આ બેઠક પર બન્ને પાર્ટીએ ઉમેદવાર જાહેર કરી દીધા છે. જેના કારણે ઠાકોર વર્સિસ ઠાકોરનો બરાબર જંગ જામ્યો છે. બન્ને પાર્ટીના ઉમેદવારે પ્રચાર શરૂ કરી દીધો છે અને ઠાકોરોને રિઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે. 

  • પાટણમાં ઠાકોર સામે ઠાકોરની લડાઈ
  • OBC બહુમતિવાળી બેઠક પર કોણ મારશે મેદાન?
  • કયા ઠાકોરને મતદારો પહોંચાડશે દિલ્લી?

એક એવું શહેર જેનો ઈતિહાસ વાંચીએ તેટલો ઓછો છે. એવું શહેર જેના રાજવીઓએ આ શહેરનું નામ સમગ્ર દેશમાં ગૂંજતુ કર્યું હતું. સ્થાપત્ય કળા અને હસ્તકલાનો જ્યાં અનોખો સંયમ છે. હિન્દુ અને જૈન સંસ્કૃતિ સાથે જેનો નાતો જોડાયેલો છે. જ્યાં જૈન મંદિરો, સહસ્ત્રિલંગ તળાવ, વર્લ્ડ હેરિટેજ સાઈડ રાણની વાવ અને પટોળું જેનું એક આગવી ઓળખ છે તે શૈક્ષણિક નગરી પાટણમાં લોકસભા ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે. ભાજપમાંથી વર્તમાન સાંસદ ભરતસિંહ ડાભી મેદાનમાં છે. તો કોંગ્રેસમાંથી પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર ચૂંટણીના રણમેદાનમાં ઉતર્યા છે. બન્ને ઉમેદવાર ઘરે-ઘરે અને ગામડે-ગામડે ફરીને મતદારોને રિઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે. 

  • પાટણમાંથી કોણ જશે દિલ્લી?
  • ઠાકોર VS ઠાકોરની લડાઈ
  • શું છે પાટણના જ્ઞાતિગત સમીકરણો?
  • કયા સમીકરણો અપાવશે જીત?
  • કેવો રહ્યો છે રાજકીય ઈતિહાસ?
  • ભરતસિંહ અને ચંદનજીમાંથી કોની થશે જીત?

ભાજપના ઉમેદવાર પોતાની જીતનો દાવો કરી રહ્યા છે. તો કોંગ્રેસના ઉમેદવાર ઠાકોર સમાજની શાન પાઘડી ઉતારી મત માગી રહ્યા છે. ઠાકોર સમાજના એક સંમેલનમાં પાઘડીની લાજ રાખજો તેવું નિવેદન આપીને ચંદનજી ઠાકોરે ઈમોશનલ કાર્ડ ખેલી દીધું છે. પાટણ લોકસભા બેઠકમાં સાત વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. જેમાં પાટણ, વડગામ, કાંકરેજ, રાધનપુર, ચાણસ્મા, સિદ્ધપુર અને ખેરાલુનો સમાવેશ થાય છે. આ સાત વિધાનસભામાંથી હાલ ભાજપ પાસે 3 જ્યારે કોંગ્રેસ પાસે 4 બેઠક છે. 

વિધાનસભાના પરિણામની રીતે જોઈએ તો કોંગ્રેસનું પલડું ભારે છે. પરંતુ લોકસભાની છેલ્લી બે ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર વિજેતા થયા હતા. 2019માં ભાજપના ભરતસિંહ ડાભીએ કોંગ્રેસના જગદીશ ઠાકોરને 1 લાખ 93 હજાર 879 મતથી હરાવ્યા હતા. જ્યારે 2014માં ભાજપના લીલાધર વાઘેલાએ કોંગ્રેસના ભાવસિંહ રાઠોડને 1 લાખ 38 હજાર 719 મતથી હરાવ્યા હતા. આ બેઠક 2009માં કોંગ્રેસ પાસે હતી. પાટણમાં અત્યાર સુધી 6 વખત કોંગ્રેસ, 5 વખત ભાજપના ઉમેદવાર જીત્યા છે. તો 2 વખત અપક્ષ, એક વાર જનતા દળ અને એક વખત સ્વતંત્ર પાર્ટીના ઉમેદવાર વિજયી બન્યા હતા. 

પાટણમાં કયા વિધાનસભાનો સમાવેશ?

  • પાટણ, વડગામ, કાંકરેજ, રાધનપુર
  • ચાણસ્મા, સિદ્ધપુર, ખેરાલુ

શું છે રાજકીય સ્થિતિ સ્થિતિ?

  • 7 વિધાનસભામાંથી ભાજપ પાસે 3, કોંગ્રેસ પાસે 4 બેઠક 
  • 2019માં ભરતસિંહ ડાભીએ જગદીશ ઠાકોરને 1.93 લાખ મતથી હરાવ્યા હતા
  • 2014માં લીલાધર વાઘેલાએ ભાવસિંહ રાઠોડને 1.38 લાખ મતથી હરાવ્યા હતા
  • પાટણ બેઠક 2009માં કોંગ્રેસ પાસે હતી
  • 6 વખત કોંગ્રેસ, 5 વખત ભાજપના ઉમેદવાર જીત્યા 
  • 2 વખત અપક્ષ, 1-1 વખત જનતા દળ, સ્વતંત્ર પાર્ટી વિજયી બની

પાટણના જ્ઞાતિગત સમીકરણોની વાત કરીએ તો. પાટણમાં કુલ 20 લાખ 19 હજાર 203 મતદારો છે. જ્યારે 65 હજાર 628 નવા મતદારો ઉમેરાયા છે. આ બેઠક પર સૌથી વધુ ઠાકોર સમાજના 5 લાખ 24 હજાર 775, પાટીદારના 1.25 લાખ, દલિત સમાજના 1.60 લાખ, મુસ્લિમ સમાજના 2.20લાખ, રબારી સમાજના 1.21 લાખ, ચૌધરી સમાજના 1.16 લાખ, રાજપૂત સમાજના 1.38 લાખ, પ્રજાપતિ સમાજના 70 હજાર અને બ્રાહ્મણ સમાજના 52 હજાર મતો છે. ઠાકોર મતો અહીં હુકનો એક્કો છે. જેની પર ઠાકોર સમાજ રીઝે એ દિલ્લી પહોંચી શકે છે. 

શું છે પાટણના જ્ઞાતિગત સમીકરણો?

  • કુલ 20 લાખ 19 હજાર 203 મતદારો છે, 65 હજાર 628 નવા મતદારો 
  • ઠાકોર સમાજના 5,24,775, પાટીદારના 1.25 લાખ મત
  • દલિતના 1.60 લાખ, મુસ્લિમના 2.20 લાખ, રબારીના 1.21 લાખ મત
  • ચૌધરીના 1.16 લાખ, રાજપૂતના 1.38 લાખ, પ્રજાપતિના 70 હજાર મત
  • બ્રાહ્મણ સમાજના 52 હજાર મત છે

હવે ભાજપના અને કોંગ્રેસના બન્ને ઉમેદવારની ઓળખ પરેડ કરીએ લઈએ...તો સૌથી પહેલા વાત ભાજપના ભરતસિંહ ડાભીની...તો ભરતસિંહને રાજકારણ વારસામાં મળ્યું છે. પિતા પણ ખેરાલુના ધારાસભ્ય રહી ચુક્યા છે અને રાજ્ય સરકારમાં મંત્રી પણ હતા. ભરતસિંહ પણ ખેરાલુથી ધારાસભ્ય અને સરકારમાં સંસદીય સચિવ રહી ચુક્યા છે. પાલવી ઠાકોર સમાજમાંથી આવતા ભરતસિંહ મુળ ખેરાલુના વતની છે. તેમનો દાવો છે કે તેમના સાંસદ તરીકેના કાર્યકાળમાં અનેક વિકાસ કાર્યો કર્યા. તો કોંગ્રેસના ચંદનજી ઠાકોર સિદ્ધપુરના ધારાસભ્ય રહી ચુક્યા છે. પાટણ ઠાકોર સમાજના પ્રમુખ છે. પાટણના સૌથી મોટા 42 ઠાકોર સમાજમાંથી તેઓ આવે છે. તો ઠાકોર સમાજની અનેક સંસ્થાઓ સાથે તે જોડાયેલા છે. તેમનો દાવો છે કે મેં અત્યાર સુધી હજારો-દીકરા દીકરીના લગ્ન કરાવ્યા છે. પાટણામાં બની રહેલા ઠાકોર સમાજના ભવનમાં મોટું દાન આપ્યું છે. 

કોણ છે ભરતસિંહ ડાભી?

  • ભરતસિંહને રાજકારણ વારસામાં મળ્યું 
  • પિતા ખેરાલુના ધારાસભ્ય રહ્યા, રાજ્ય સરકારમાં મંત્રી રહ્યા 
  • ભરતસિંહ ખેરાલુથી ધારાસભ્ય, સરકારમાં સંસદીય સચિવ રહ્યા
  • પાલવી ઠાકોર સમાજમાંથી આવતા ભરતસિંહ મુળ ખેરાલુના વતની 

શું છે ભરતસિંહનો દાવો?

  • સાંસદ તરીકેના કાર્યકાળમાં અનેક વિકાસ કાર્યો કર્યા

કોણ છે ચંદનજી ઠાકોર?

  • સિદ્ધપુરના ધારાસભ્ય રહ્યા, પાટણ ઠાકોર સમાજના પ્રમુખ
  • પાટણના સૌથી મોટા 42 ઠાકોર સમાજમાંથી આવે છે
  • ઠાકોર સમાજની અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા છે
  • અત્યાર સુધી હજારો-દીકરા દીકરીના લગ્ન કરાવ્યાનો દાવો
  • ઠાકોર સમાજના ભવનમાં મોટું દાન આપ્યાનો દાવો 

બન્ને ઠાકોર ઉમેદવારની પોતાની એક આગવી ઓળખ છે. બન્ને વિકાસ અને સમાજના અનેક કામ કર્યાના દાવા કરી રહ્યા છે. ત્યારે જોવાનું રહેશે કે પાટણની પ્રજા કોને ચૂંટીને દિલ્લી મોકલે છે?. ભાજપ સતત ત્રીજી જીત સાથે હેટ્રિક લગાવે છે કે પછી કોંગ્રેસ 2009ની માફક કોઈ અપસેટ સર્જે છે તે જોવું રહ્યું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news