CSK Vs PBKS: પંજાબ કિંગ્સનું પાવરપેક પરફોર્મન્સ...ચેન્નાઈ સુપર કિંગ્સને ઘર આંગણે 7 વિકેટથી આપી માત

ઈન્ડિયન પ્રીમિયર લિગ (IPL) 2024 ની સીઝન ચાલુ છે. આજે 1 મે 2024ના રોજ એમ એ ચિદમ્બરમ સ્ટેડિયમ (ચેપોક સ્ટેડિયમ) ખાતે ચેન્નાઈ સુપરકિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ રમાઈ. આજની મેચમાં પંજાબની ટીમનું બેટિંગ અને બોલિંગ બંનેમાં પ્રભુત્વ જોવા મળ્યું અને ચેન્નાઈની ટીમને ઘરઆંગણે માત આપી. 

CSK Vs PBKS: પંજાબ કિંગ્સનું પાવરપેક પરફોર્મન્સ...ચેન્નાઈ સુપર કિંગ્સને ઘર આંગણે 7 વિકેટથી આપી માત

ઈન્ડિયન પ્રીમિયર લિગ (IPL) 2024 ની સીઝન ચાલુ છે. આજે 1 મે 2024ના રોજ એમ એ ચિદમ્બરમ સ્ટેડિયમ (ચેપોક સ્ટેડિયમ) ખાતે ચેન્નાઈ સુપરકિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ રમાઈ. ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ચેન્નાઈની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 162 રન કર્યા અને પંજાબને જીત માટે 163 રનનો લક્ષ્યાંક આપ્યો. જવાબમાં પંજાબે 3 વિકેટ ગુમાવીને 17.5 ઓવરોમાં 163 રન કરીને 7 વિકેટથી મેચ જીતી લીધી. આજની મેચમાં પંજાબની ટીમનું બેટિંગ અને બોલિંગ બંનેમાં પ્રભુત્વ જોવા મળ્યું અને ચેન્નાઈની ટીમને ઘરઆંગણે માત આપી. 

ચેન્નાઈનું નબળું પરફોર્મન્સ
પંજાબે ટોસ જીતીને ચેન્નાઈની ટીમને પહેલા બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું. ઓપનર અજિંક્ય રહાણેએ 24 બોલમાં 29 રન, કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે 48 બોલમાં 62 રન કર્યા. જો કે ત્યારબાદ કોઈ પણ બેટર પીચ પર ટકી શક્યા નહીં. શિવમ દુબે શૂન્ય પર આઉટ થયો. જ્યારે જાડેજા 4 બોલમાં 2 રન, સમીર રીઝવી 23 બોલમાં 21 રન, મોઈન અલી 9 બોલમાં 15 રન કરીને આઉટ થયા. ધોની પાસેથી કઈક ચમત્કાર જેવી આશા હતી પરંતુ ધોની પણ 11 બોલમાં 14 રન કરીને રન આઉટ થયો. આમ સાત વિકેટ ગુમાવીને ચેન્નાઈની ટીમે 20 ઓવરમાં 162 રન કર્યા. પંજાબ તરફથી રબાડા, અર્શદીપ સિંહે 1-1 વિકેટ જ્યારે રાહુલ ચહર અને હરપ્રીત બરારે 2-2 વિકેટ લીધી. 

પંજાબે મેળવી જીત
163 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી પંજાબની ટીમ તરફથી પ્રભસિમરન સિંહ અને બેરસ્ટોએ ઈનિંગની શરૂઆત કરી. પ્રભસિમરન 10 બોલમાં 13 રન અને બેરસ્ટો 30 બોલમાં 46 રન કરીને આઉટ થયા જ્યારે રોસો 23 બોલમાં 43 રન કરીને આઉટ થયો. ત્યારબાદ જો કે શશાંક સિંહ અને કેપ્ટન સેમ કુરનની જોડી જામી ગઈ અને ટીમને જીત અપાવી દીધી. સેમ કુરને 20 બોલમાં અણનમ 26 રન જ્યારે શશાંક સિંહે 26 બોલમાં અણનમ 25 રન કર્યા. પંજાબે જીત માટેનો લક્ષ્યાંક 163 રન 17.5 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને મેળવી લીધો અને આ સાથે જ 7 વિકેટથી મેચ જીતી લીધી. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news