IPL History: IPLમાં આ ક્રિકેટરોનો છે શરમજનક રેકોર્ડ, ફટકારી નથી એકપણ સિક્સર

IPL 2023: જો કે, આવી રીતે રમવું દરેક ખેલાડીના હાથની વાત નથી. આવું જ ઈન્ડિયન ટી-20 લીગનું છે  કેટલાક એવા પણ ખેલાડીઓ છે જેમણે આજ સુધી IPLમાં એક પણ સિક્સ ફટકારી નથી.

IPL History: IPLમાં આ ક્રિકેટરોનો છે શરમજનક રેકોર્ડ, ફટકારી નથી એકપણ સિક્સર

Indian Premier League 2023: IPLની નવી સિઝનની શરૂઆત થઈ ગઈ છે અને સાથે ચોક્કા-છગ્ગાનો વરસાદ પણ થઈ રહ્યો છે. ક્રિકેટના આ ફોર્મેટમાં 4 અને 6 રનની ભરમાર જોવા મળે છે. જો કે, આવી રીતે રમવું દરેક ખેલાડીના હાથની વાત નથી. આવું જ ઈન્ડિયન ટી-20 લીગનું છે  કેટલાક એવા પણ ખેલાડીઓ છે જેમણે આજ સુધી IPLમાં એક પણ સિક્સ ફટકારી નથી.

આકાશ ચોપરા
આકાશ ચોપરા હોમ ગ્રાઉન્ડ પર સારી રીતે રમાનારા ખેલાડી રહ્યા છે. આકાશે 162 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 45.35ની સરેરાશથી 10 હજાર 839 રન બનાવ્યા છે. જો કે, આકાશ ટેસ્ટ ફોર્મેટમાં સારું નથી રમી શક્યા. ટેસ્ટ ફોર્મેટમાં તેણે 10 મેચ રમ્યા છે અને 23ની સરેરાશથી માત્ર 437 રન બનાવ્યા છે. આકાશે ટી-20 ફોર્મેટમાં કદમ માંડ્યા અને IPLમાં કેટલાક મેચ રમ્યા. પરંતુ તેમની રમવાની સ્ટાઈલ એ ફોર્મેટમાં ન ચાલી.  તેણે માત્ર સાત મેચ રમ્યા અને 7465ની સ્ટ્રાઈકથી માત્ર 53 રન બનાવ્યા. મોટી વાત એ છે કે તેણે એક પણ સિક્સ નથી મારી.

માઈકલ ક્લાર્ક
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક સમયે રન બેંક કહેવાતા માઈકલ ક્લાર્ક પણ રન મશીન કહેવાતા હતા. મિડલ ઓર્ડરમાં આવીને તેઓ બેટિંગ લાઈનને સ્થિરતા આપવા માટે જાણીતા હતા. તેમણે 115 ટેસ્ટ મેચમાં ભાગ લીધો અને 49.10ની સરેરાશથી 8643 રન બનાવ્યા. જેમાં 28 તો સેન્ચ્યુરી હતી. પરંતુ IPLમાં તેમનું પ્રદર્શન એટલું સારું નથી રહ્યું. છ મેચમાં તેમણે 98 રન બનાવ્યા. એક પણ બૉલને બાઉન્ડ્રીની બહાર તેઓ નથી પહોંચાડી શક્યા.

શોએબ મલિક
શોએબને ટી-20 ફોર્મેટના દિગ્ગજ ખેલાડીઓમાંથી એક ગણવામાં આવે છે. તેણે 510 ટી20 મેચ રમ્યા છે અને 127.55ની સ્ટ્રાઈક રેટથી 12,528 રન બનાવ્યા છે. અને 7ની ઈકોનોમીતી 166 વિકેટ મેળવી છે. પરંતુ મલિકે વર્ષ 2008માં સાત મોકા પર દિલ્લીનું પ્રતિનિધિત્વ કર્યું અને 110.34ની સ્ટ્રાઈક રેટથી માત્ર 52 રન બનાવ્યા છે. સિઝનમાં તેણે એક પણ સિક્સ નથી મારી.

કેલમ ફર્ગ્યુસન
ઓસ્ટ્રેલિયાના કેલમ ફર્ગ્યુસન IPLમાં પૂણે વોરિયર્સ ઇન્ડિયા તરફથી રમી ચૂક્યા છે. કેલમ ફર્ગ્યુસન 2011 અને 2012માં IPLનો ભાગ હતો. કેલમ ફર્ગ્યુસને આઈપીએલમાં કુલ 9 મેચ રમી અને 117 બોલમાં બેટિંગ કરી પરંતુ ફર્ગ્યુસન આઈપીએલમાં ક્યારેય સિક્સર ફટકારી શક્યો નહીં. IPL ઈતિહાસમાં સિક્સર ફટકાર્યા વિના સૌથી વધુ બોલ રમવાનો રેકોર્ડ પણ ફર્ગ્યુસનના નામે છે. ફર્ગ્યુસને ઓસ્ટ્રેલિયા માટે કુલ 34 મેચ રમી છે અને તે ક્યારેય ઓસ્ટ્રેલિયા માટે સિક્સર પણ ફટકારી શક્યો નથી. આઈપીએલમાં ફર્ગ્યુસને માત્ર 83.76ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા હતા.

માઈકલ ક્લિન્ગર
માઈકલ ક્લિન્ગર (Michael Klinger) પણ એવા ખેલાડીઓમાં સામેલ છે જેમણે આઈપીએલમાં એક પણ સિક્સ ફટકારી નથી. ઓસ્ટ્રેલિયાના આ ખેલાડીએ IPL 2011માં ભાગ લીધો હતો. ક્લિન્ગર કોચી ટસ્કર્સ કેરળ તરફથી રમી રહ્યો હતો. ક્લિન્ગરે IPLમાં 4 મેચ રમી હતી અને 77 બોલમાં બેટિંગ કરી હતી પરંતુ તે એક વખત પણ બોલ સુધી પહોંચી શક્યો નહોતો. આઈપીએલમાં ક્લિન્ગરે માત્ર 94.81ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા હતા. ક્લિન્ગરે ઓસ્ટ્રેલિયા માટે માત્ર 3 ટી20 મેચ રમી હતી અને માત્ર 2 સિક્સર ફટકારી હતી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news