IPL: આજે મુંબઈ અને બેંગલોર વચ્ચે ટક્કર, એક ટીમને મળશે પ્લેઓફની ટિકિટ

આઈપીએલની 13મી સીઝનની 48મી મેચમાં આજે મુંબઈ ઈન્ડિયન્સ  (MI) અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB)ની ટીમો આમને-સામને હશે.
 

IPL: આજે મુંબઈ અને બેંગલોર વચ્ચે ટક્કર, એક ટીમને મળશે પ્લેઓફની ટિકિટ

અબુધાબીઃ આઈપીએલની 13મી સીઝનની 48મી મેચમાં આજે મુંબઈ ઈન્ડિયન્સ  (MI) અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB)ની ટીમો આમને-સામને હશે. મુંબઈ અને બેંગલોરની નજર આ મેચ જીતીને પ્લેઓફમાં એન્ટ્રી કરવા પર છે. ઈજાને કારણે રોહિત શર્મા બહાર રહી શકે છે. અબુધાબીમાં આ મેચ સાંજે 7.30 કલાકે શરૂ થશે. 

મુંબઈએ પાછલી મેચમાં રાજસ્થાન સામે 8 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. તેના 14 પોઈન્ટ છે. વિરાટ કોહલીની આગેવાની વાળી આરસીબીના પણ 14 પોઈન્ટ છે. તેણે રવિવારે ચેન્નઈ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. બુધવારે જે પણ ટીમ વિજય મેળવશે તેની પ્લેઓફની ટિકિટ પાક્કી થઈ જશે. 

રોહિતની ફિટનેસ આ મેચ પહેલા ચર્ચાનો વિષય બનેલી છે. તે હેમસ્ટ્રિંગની ઈજાને કારણે છેલ્લી બે મેચમાં રમી શક્યો નથી. મુંબઈના કેપ્ટને સોમવારે નેટ્સમાં પ્રેક્ટિસ કરી હતી. આજની મેચમાં રોહિત રમશે કે નહીં તે મોટો સવાલ છે. 

રોહિતની ગેરહાજરીમાં મુંબઈએ સૌરભ તિવારી અને ઈશાન કિશન પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ડિ કોક (374 રન) રાજસ્થાન વિરુદ્ધ નિષ્ફળ રહ્યો હતો. કિશન (298 રન) અને સૂર્યકુમાર યાદવ (283 રન) તેના અન્ય બેટ્સમેન છે, જેણે અત્યાર સુધી મહત્વનું યોગદાન આપ્યું છે. 

હાર્દિક પંડ્યાએ રાજસ્થાન વિરુદ્ધ સાત સિક્સ ફટકારીને લાંબા શોટ્સ રમવાની ક્ષમતાનું પ્રદર્શન કર્યું હતું. હાર્દિક સિવાય કાર્યવાહક કેપ્ટન કીરોન પોલાર્ડ અને ક્રુણાલ પંડ્યા ટીમમાં એવા ખેલાડી છે જે લાંબા શોટ રમવામાં માહેર છે. 

મુંબઈના બોલરોએ પાછલી મેચને ભુલીને નવી શરૂઆત કરવી પડશે. પાછલી મેચમાં સ્ટોક્સ અને સંજૂ સેમનસે મુંબઈના બોલરોનો આક્રમકતાથી સામનો કર્યો હતો. અત્યાર સુધી બોલ્ટ અને બુમરાહે મળીને 33 વિકેટ ઝડપી છે. ત્રીજા બોલર તરીકે પેટિન્સન સારૂ પ્રદર્શન કરી રહ્યો છે. 

India Tour of Australia: ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસનો કાર્યક્રમ જાહેર, એડિલેડમાં ડે-નાઇટ ટેસ્ટ મેચ

આરસીબી તરફખી કેપ્ટન કોહલી (415 રન) પોતાનું શાનદાર ફોર્મ જારી રાખવા ઈચ્છશે. ઓસ્ટ્રેલિયન આરોન ફિન્ચ (236), યુવા દેવદત્ત પડીક્કલ (343 રન) અને એબી ડિવિલિયર્સ (324 રન)એ સારૂ પ્રદર્શન કરવું પડશે. બોલિંગમાં ક્રિસ મોરિસ, ચહલ અને સુંદર તરખાટ મચાવવા તૈયાર છે. 

સંભવિત પ્લેઇંગ ઇલેવન
મુંબઈ ઈન્ડિયન્સઃ ડિ કોક, ઇશાન કિશન, સૂર્યકુમાર યાદવ, સૌરભ તિવારી, કીરોન પોલાર્ડ (કેપ્ટન), હાર્દિક પંડ્યા, ક્રુણાલ પંડ્યા, જેમ્સ પેટિન્સન, રાહુલ ચહર, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રીત બુમરાહ.

રોયલ ચેલેન્જર્સ બેંગલોરઃ દેવદત્ત પડીક્કલ, આરોન ફિન્ચ, વિરાટ કોહલી, એબી ડિવિલિયર્સ, મોઇન અલી, વોશિંગટન સુંદર, ક્રિસ મોરિસ, નવદીપ સૈની, યુજવેન્દ્ર ચહલ, મોહમ્મદ સિરાજ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news