PF પર હવે મળશે વધુ વ્યાજ, 5000 થઇ શકે છે EPS પેન્શન, જલદી મળશે ખુશખબરી
પ્રોવિડેંટ ફંડ (PF) પર હવે તમને વધુ વ્યાજ મળશે, સાથે જ એમ્પ્લોયઝ પ્રોવિડન્ટ ફંડ (EPS) પણ વધુ થઇ શકે છે. PF પર વધુ વ્યાજ અપાવવા અને EPS પર વધુ રિયર્ન અપાવવાની દિશામાં કામ શરૂ થઇ ગયું છે.
Trending Photos
નવી દિલ્હી: પ્રોવિડેંટ ફંડ (PF) પર હવે તમને વધુ વ્યાજ મળશે, સાથે જ એમ્પ્લોયઝ પ્રોવિડન્ટ ફંડ (EPS) પણ વધુ થઇ શકે છે. PF પર વધુ વ્યાજ અપાવવા અને EPS પર વધુ રિયર્ન અપાવવાની દિશામાં કામ શરૂ થઇ ગયું છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) જલદી જ તેની સાથે જોડાયેલા મહત્વપૂર્ણ નિર્ણય લેઇ શકે છે. સૂત્રોનું માનીએ તો સંસદીય સમિતિએ તેના માટે લેબર પેનલની રચના કરી છે, જે તેના પર કામ કરશે. આ અઠવાડિયે લેબર પેનલની મહત્વપૂર્ણ બેઠક થવાની છે. બેઠકમાં પેનલ EPFO હેઠળ 10 ખરબ રૂપિયાના કોષનું મેનેજમેન્ટ, પ્રદર્શન અને રોકાણ પર મંથન કરશે. પેનલની રચના પાછળ મહિનાથી જ કરવામાં આવી હતી.
સૂત્રોનું માનીએ તો EPFO ને સંગઠિત અને અસંગઠિત સેક્ટરમાં કામ કરનાર માટે વધુ ફાયદાકારક કેવી રીતે બનાવવામાં આવે, તેના પર પણ પેનલ વિચાર કરશે. લાંબા સમયથી EPFO ના કોષને ફંડ મેનેજર જોઇ રહ્યા છે. સાથે જ તેના રોકાણ સાથે જોડાયેલા નિર્ણય પણ તે કરે છે. એવામાં આ પેનલ તેનું આંકલન કરશે. પેનના સભ્ય કોરોના વાયરસ અને લોકડાઉનના લીધે EPFO કોષ પર પડનાર અસરનું આંકલન કરશે.
સામાજિક સુરક્ષા વધારવા ભાર
કેન્દ્ર સરકારનો હેતું અસંગઠિત શ્રમિકોને ઘડપણની સુરક્ષા અને સામાજિક સુરક્ષા પુરી પાડૅવાનો છે. કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી યોજના પ્રધાનમંત્રી શ્રમ યોગી માન-ધન યોજના (PM-SYM) દ્વારા રિક્શા ચાલક, સ્ટ્રીટ વેંડર, હેડ લોડર, ઇંટના ભઠ્ઠા મજૂર, વસ્ત્રો બનાવનાર, ઘરેલૂ કારીગરો, કૃષિ નિર્માણ શ્રમિકોને સામાજિક સુરક્ષાને બનાવવાનો છે. EPFO પહેલાં ફક્ત સંગઠિત ક્ષેત્ર માટે હતું, પરંતુ કેન્દ્ર સરકારે તેમાં અસંગઠિત ક્ષેત્રને પણ સામેલ કરી દીધું છે.
5000 રૂપિયા સુધી વધી શકે છે પેન્શન
સૂત્રોના અનુસાર PF કોષ માટે રચવામાં આવેલી પેનલની બુધવારે થનારી બેઠકમાં કર્મચારીઓની પેન્શન યોજના (EPS) હેઠળ પેન્શન વધારવા અને ખાતાધારકોના મૃત્યુંના મામલે પરિવારોને મળનાર રકમની ઉપલબ્ધતા સુનિશ્વિત કરવા પર પણ ચર્ચા થશે. EPS યોજના હેઠળ ન્યૂનતમ પેન્શનને વધારીને 5000 રૂપિયા માસિક ચૂકવણી કરવા પર પણ વિચાર થશે. ઘણા ટ્રેડ યૂનિયન અને શ્રમિક સંગઠન પણ ગત કેટલાક સમયથી પેંન્શનની રકમ વધારવાની માંગ કરી રહ્યા છે.
સંસદને સોંપવામાં આવશે રિપોર્ટ
EPF કોષ પર પેનલ ઘણી બેઠકોમાં આ મુદ્દે ચર્ચા કરહ્સે અને પોતાનો વિસ્તૃત રિપોર્ટ સંસદને શિયાળુ સત્રમાં સોંપશે. પેનલના સભ્યોએ શ્રમ મંત્રાલયના પ્રતિનિધિઓને બીજા દેશોમાં સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો માટે કરવામાં આવેલી જોગવાઇનું વિવરણ આપશે.
મળી શકે છે વધુ વ્યાજ
કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) પર વર્ષ 2019-20 માટે 8.5 ટકા વ્યાજ નક્કી કરવામાં આવ્યું છે. ગત પાંચ મહિના નાણાકીય વર્ષમાં સૌથી ઓછા છે. એવામાં તેને વધારવાની તૈયારી છે. જો પેનલ પોતાના રિપોર્ટમાં વધુ રિટર્ન અપાવનાર જગ્યા પર રોકાણ કરે છે તો તેનો ફાયદો તમને પણ મળશે. આગામી નાણાકીય વર્ષમાં વધુ વ્યાજ પણ પેનલની જવાબદારી હશે. નાણાકીય વર્ષ 2020-21 માટે વ્યાજદર ડિસેમ્બરના અંત અથવા જાન્યુઆરીમાં નક્કી થશે. તેનાથી પહેલાં પેનલની ભલામણોના આધારે તેને નક્કી કરવામાં આવી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે