‘જ્યાં 20 વોટ નથી મળતા ત્યાં પણ કામ કરીએ છીએ’ AMCની સભામાં અમિત શાહના વિવાદિત નિવેદનથી હોબાળો
Trending Photos
- ભાજપના નેતા અમિત શાહે વિવાદિત નિવેદન આપ્યું હતું કે, અમને ત્યાં 20 વોટ પણ નથી મળતા તો પણ કામ ત્યાં કામ કરીએ છે. ત્યારે આ મામલે દરિયાપુરના કોર્પોરેટર હસનલાલાએ કહ્યું હતું કે, લોકોને સુવિધા આપવી એ શાસકોની જવાબદારી છે, સુવિધા આપીને તેઓ કોઈ અહેસાન નથી કરતા
અર્પણ કાયદાવાલા/અમદાવાદ :કોરોનાકાળમાં બીજીવાર યોજાયેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં આજે હોબાળો થયો હતો. ઉગ્ર બોલાચાલી બાદ મેયરે બોર્ડ બરખાસ્ત કર્યં હતું. સામાન્ય સભામાં સી પ્લેનથી લઈને દૂષિત પાણી મુદ્દે હોબાળો થયો હતો. કોંગ્રેસના કાર્યકર્તાઓએ ઉગ્ર વિરોધ કર્યો હતો. કોટ વિસ્તારમાં દુષિત પાણીની રજૂઆત મુદ્દે વિવાદ સર્જાયો હતો. ભાજપના નેતા અમિત શાહે વિવાદિત નિવેદન આપ્યું હતું કે, અમને ત્યાં 20 વોટ પણ નથી મળતા તો પણ કામ ત્યાં કામ કરીએ છે. ત્યારે આ મામલે દરિયાપુરના કોર્પોરેટર હસનલાલાએ કહ્યું હતું કે, લોકોને સુવિધા આપવી એ શાસકોની જવાબદારી છે, સુવિધા આપીને તેઓ કોઈ અહેસાન નથી કરતા. આમ પાણી મામલે વાતાવરણ ગરમાયા વિરોધ ઉભો થયો હતો.
આ પણ વાંચો : વધુ એક ચોંકાવનારો સરવે : પેટાચૂંટણીમાં ભાજપનો 3 બેઠકો પર ખેલ બગડી શકે છે
આજે amcની માસિક સામાન્ય સભા મળી હતી. જેમાં કોરોના ટેસ્ટ કરાવીન તમામ સભાસદોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. મ્યુનિ. કમિશનર, મેયર સહિતના કોર્પોરેટરોના રેપિડ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જોકે, ગત મહિનાની જેમ આ વખતે પણ મીડિયાને સભામાં આપવામાં આવ્યો ન હતો. વિપક્ષના નેતા દિનેશ શર્માએ રાજીનામુ આપતા કાર્યકારી વિપક્ષી નેતા તૌફિકખાન પઠાણની આગેવાનીમાં કોંગ્રેસના સભ્યો સભામાં ઉપસ્થિત રહ્યા હતા. આવામાં કોંગ્રેસ દ્વારા ભાજપી શાસકો દ્વારા આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. કોંગ્રેસના નેતા તૌફિક ખાન પઠાણે કહ્યું હતું કે, પોતાના ભ્રષ્ટાચાર છુપાવવા શાસકો દ્વારા મીડિયાને રોકવામાં આવ્યા છે. સંસદ, વિધાનસભામાં પ્રવેશ અપાય તો અહીંયા કેમ નહિ? અમે AMC ની આર્થિક સ્થિતિની માહિતી માંગી રહ્યા છે. શા માટે 4000 મિલકતો વેચવા કાઢવામાં આવી? ભાજપે એવું તો શું કર્યું છે કે મીડિયાથી દૂર ભાગી રહ્યું છે?
Amcની સામાન્ય સભા મા સી પ્લેનનો મુદ્દો પણ ઉઠ્યો હતો. વિપક્ષે સાબરમતીમાં ઠલવાતા પાણી મામલે પ્રશ્નો ઉઠાવ્યા હતા. કોંગ્રેસ દ્વારા પૂછાયું કે, સાબરમતીમાં લેવલ જાળવવા વધારાના પાણીનો ખર્ચ કોણ ભોગવશે? કોંગ્રેસના પ્રશ્નનો કમિશનરે જવાબ આપતા કહ્યું કે, સી પ્લેન માટે પાણીનું લેવલ પૂરતું છે.
તો બીજી તરફ, કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાના કોરોના રિપોર્ટ મામલે પણ ઉગ્ર ચર્ચા થઈ હતી. તેઓએ કહ્યું હતું કે, મારો રિપોર્ટ હવે નેગેટિવ છે, તમે ચિંતા ન કરો. ત્યારે મેયર બીજલ પટેલે કટાક્ષમાં તેઓને કહ્યું હતું કે, તમે ટેસ્ટ કરાવ્યો હોવા છતાં મુખ્યમંત્રીને મળવા ગયા હતા. AMC ની પિરાણા ડમ્પિંગ સાઈટના બાયોમાઇનિંગના મામલે કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ ભાજપ પર ગંભીર આરોપ કરતા કહ્યું કે, એક તરફ મુખ્યમંત્રી પારદર્શક વહીવટની વાત કરે છે, બીજી તરફ ભાજપ શાષિત AMC માં મોટું કૌભાંડ થયું છે. ભાજપના જ હોદ્દેદારો અને મળતીયાઓને એ ભેગા મળી ટ્રો મિલ મશીનો મૂકવામાં કૌભાંડ કર્યું છે. મને AMC ના વિજિલન્સ વિભાગ પર વિશ્વાસ નથી. માટે મુખ્યમંત્રીની સૂચનાથી હાઈકોર્ટના જજ દ્વારા આખા કૌભાંડની તપાસ કરવાની મારી માંગ છે. યોગ્ય તપાસ થશે તો AMC ના ઇતિહાસનું સૌથી મોટું કૌભાંડ સામે આવશે. યોગ્ય તપાસ થશે તો કોર્પોરેટરો અને હોદ્દેદારોની મિલીભગત નીકળશે. આ બાદ Amc ની સામાન્ય સભામાં ભારે હોબાળો થયો હતો. જેના બાદ મેયરે બોર્ડ બરખાસ્ત કર્યું હતું. જેથી કોંગ્રેસના સદસ્યોએ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યાં હતા.
આ પણ વાંચો : ઘુંઘટ ઓઢેલી સંસ્કારી લાગતી આ વહુએ કરી સાસુની હત્યા, લાશને સળગાવવાનો પણ કર્યો પ્રયાસ
ઉલ્લેખનીય છે કે, ટાગોર હોલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભા યોજાઈ રહી છે. જેમાંડેપ્યુટી મેયર દિનેશ મકવાણા, સ્ટેન્ડિંગ ચેરમેન અમુલ ભટ્ટ સહિત 30થી વધુ કોર્પોરેટર ઓનલાઇન જોડાયા હતા. જ્યારે કેટલાક ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરો પણ ઓનલાઇન જોડાયા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે