ઓલિમ્પિક ટેસ્ટ ઇવેન્ટઃ ભારતીય મહિલા ટીમની કમાલ, ઓસ્ટ્રેલિયા સામે મેચ કરી ડ્રો

ભારત માટે વંદના કટારિયા (36મી મિનિટ) અને ગુરજીત કૌર (59મી મિનિટ)એ ગોલ કર્યાં હતા. ઓસ્ટ્રેલિયા તરફથી કૈટલિન નોબ્સે 14મી અને ગ્રેસ સ્ટીવર્ટે 43મી મિનિટે ગોલ કર્યો હતા. 
 

ઓલિમ્પિક ટેસ્ટ ઇવેન્ટઃ ભારતીય મહિલા ટીમની કમાલ, ઓસ્ટ્રેલિયા સામે મેચ કરી ડ્રો

ટોક્યોઃ ભારતીય મહિલા હોકી ટીમે બે ગોલથી પાછળ રહ્યાં બાદ વાપસી કરતા રવિવારે અહીં ઓલિમ્પિક ટેસ્ટ ઇવેન્ટના રાઉન્ડ રોબિન લીગ મેચમાં વિશ્વની બીજા નંબરની ટીમ ઓસ્ટ્રેલિયાને 2-2થી ડ્રો પર રોક્યું હતું. ટૂર્નામેન્ટની બીજી મેચમાં ભારત માટે વંદના કટારિયા (36મી મિનિટ) અને ગુરજીત કૌર (59મી મિનિટ)માં ગોલ કર્યાં હતા. 

ઓસ્ટ્રેલિયા તરફથી કૈટલિન નોબ્સે 14મી ઓવર અને ગ્રેસ ટ્વીવર્ટે 43મી મિનિટમાં ગોલ કર્યા હતા. ભારતે શનિવારે પ્રથમ મેચમાં યજમાન જાપાનને 2-1થી પરાજય આપ્યો બતો. વિશ્વમાં 10મા નંબરની ભારતીય ટીમે આક્રમક રીતે મેચની શરૂઆત કરી હતી. તેણે ઓસ્ટ્રેલિયાની આક્રમક હોકી જેવી રમત રમી અને બંન્ને ટીમોએ પેનલ્ટી કોર્નર હાસિલ કર્યો હતો. મેચની 14મી મિનિટમાં ભારતીય ડિફેન્ડરે ગોલ પર એક શોટ રોકી લીધો ત્યારબાદ ઓસ્ટ્રેલિયાને પેનલ્ટી સ્ટ્રોક આપવામાં આવ્યો હતો. 

નોબ્સે ગોલ કરીને ટીમને 1-0ની લીડ અપાવી હતી. વિશ્વની બીજા નંબરની ટીમ બીજા ક્વાર્ટરમાં હાવી રહી અને ઘણા પેનલ્ટી કોર્નર મેળવીને ભારતીય ટીમને દબાવમાં લાવી હતી. ભારતીય ગોલકીપર સવિતાએ ઘણા સારા બચાવ કર્યાં જેથી હાફ ટાઇમ સુધી ઓસ્ટ્રેલિયા 1-0થી આગળ રહ્યું હતું. 

ત્રીજા ક્વાર્ટરમાં ફરી ઓસ્ટ્રેલિયાની ટીમનો દબદબો રહ્યો અને પેનલ્ટી કોર્નરના માધ્યમથી ગોલ કરવાની કેટલિક તક મેળવી પરંતુ સવિતાએ સારો બચાવ કર્યો હતો. વંદના કટારિયાએ 36મી મિનિટમાં બરાબરીનો ગોલ કર્યો હતો. ઓસ્ટ્રેલિયા માટે 43મી મિનિટમાં ગ્રેસ સ્ટીવર્ટે ગોલ કરીને સ્કોર 2-1નો કરી લીધો હતો. 

ભારતીય ખેલાડીઓએ મજબૂત વાપસી કરવાનો પ્રયત્ન કર્યો હતો. ટીમે 59મી મિનિટે પેનલ્ટી કોર્નર હાસિલ કર્યું હતું. ડ્રૈગ-ફ્લિકર ગુરજીત કૌરે ગોલ કરીને મેચ ડ્રો કરાવી હતી. ભારતીય ટીમ પોતાની ત્રીજી અને અંતિમ રાઉન્ડ રોબિન મેચમાં મંગળવારે ચીન સામે ટકરાશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news