પાકિસ્તાનનું કપાયું નાક, GOOGLE પર ઇમરાન ખાન છે 'ભિખારી' 

હાલમાં પાકિસ્તાનની આર્થિક હાલત ઠીક નથી. આ સંજોગોમાં અમેરિકાએ પાકિસ્તાનને એક મોટો ઝટકો આપ્યો છે

પાકિસ્તાનનું કપાયું નાક, GOOGLE પર ઇમરાન ખાન છે 'ભિખારી' 

નવી દિલ્હી : જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટી ગયા પછી પાકિસ્તાન અપસેટ થઈ ગયું છે. વડાપ્રધાન ઇમરાન ખાન સહિત તમામ પાકિસ્તાની નેતાઓ મુંઝાઈ ગયા છે. એક તરફ પાકિસ્તાન સીઝફાયરનું ઉલ્લંઘન કરીને પરમાણુ લડાઈની ધમકી આપે છે તો બીજી તરફ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની સોશિયલ મીડિયામાં જબરદસ્ત મજાક ઉડાવાઈ રી છે. જો તમે ગૂગલ પર 'भिखारी या Bhikhari' ટાઇપ કરો તો સર્ચ રિઝલ્ટમાં ઇમરાન ખાનની તસવીર આવે છે. 

હાલમાં પાકિસ્તાનની આર્થિક હાલત ઠીક નથી. આ સંજોગોમાં અમેરિકાએ પાકિસ્તાનને એક મોટો ઝટકો આપ્યો છે. અમેરિકા હવે પાકિસ્તાનને ફક્ત 4.1 બિલિયન ડોલરની આર્થિક મદદ આપશે. મદદની રકમમાં 440 મિલિયન ડોલરનો કાપ મૂકાયો છે. એક્સપ્રેસ ટ્રિબ્યુનના અહેવાલ મુજબ આ મદદ પાકિસ્તાનને ઈનહેન્સ્ડ પાર્ટનરશિપ એગ્રિમેન્ટ (PEPA)2010 હેઠળ અપાઈ રહી છે. અત્રે જણાવવાનું કે અમેરિકી કોંગ્રેસે ઓક્ટોબર 2009માં PEPA એગ્રીમેન્ટ સાઈન કર્યો હતો. આ એગ્રીમેન્ટ હેઠળ અમેરિકાએ પાકિસ્તાનને 7.5 બિલિયન ડોલરની આર્થિક મદદ કરી હતી. આ વખતે મદદની રકમ 4.5 બિલિયન ડોલરની હતી. જેમાં 44 કરોડ ડોલરનો કાપ મૂકાયો. 

પાકિસ્તાન હાલની આર્થિક સ્થિતિમાં ઇરાન અને ચીન પાસેથી આર્થિક મદદ લઈ ચૂક્યું છે. દેશે હાલમાં વર્લ્ડ બેંક અને IMF પાસેથી પણ મદદ માગી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news