IND vs WI, T20: પહેલી મેચમાં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, વેસ્ટઈન્ડિઝને 6 વિકેટથી કચડ્યું

 India win by 6 wickets: ભારતે પ્રથમ T20 મેચમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમને 6 વિકેટે હરાવ્યું હતું. ભારત તરફથી કેપ્ટન રોહિત શર્માએ સૌથી વધુ રન બનાવ્યા હતા. 

IND vs WI, T20: પહેલી મેચમાં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, વેસ્ટઈન્ડિઝને 6 વિકેટથી કચડ્યું

નવી દિલ્હીઃ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની T20 સીરીઝની પ્રથમ મેચ કોલકાતાના મેદાન પર રમાઈ હતી. જેમાં ભારતે 6 વિકેટથી વેસ્ટઈન્ડિઝને હરાવીને સીરિઝની પ્રથમ મેચ પોતાના નામે  કરી છે. અંતમાં વેંકટેશે સિક્સ મારી મેચ જિતાડી હતી. તેણે સુર્ય કુમાર યાદવ સાથે 48 અણનમ રનની પાર્ટનરશિપ કરી હતી. તમને જણાવી દઈએ કે કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય ટીમે મેચમાં ધમાકેદાર શરૂઆત કરી હતી. વેસ્ટ ઈન્ડિઝે નિકોલસ પૂરનના 61 રનની મદદથી 157 રન બનાવ્યા હતા. ભારતીય ટીમે આ લક્ષ્યાંક 4 વિકેટ બચાવીને હાંસલ કરી લીધો હતો. આ સાથે ભારતે શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. શ્રેણીની બીજી મેચ પણ કોલકાતામાં રમાશે.

ટીમ ઈન્ડિયાએ હાંસલ કરી જીત
ભારતે પ્રથમ T20 મેચમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમને 6 વિકેટે હરાવ્યું હતું. ભારત તરફથી કેપ્ટન રોહિત શર્માએ સૌથી વધુ રન બનાવ્યા હતા. ક્રિઝ પર આવતાની સાથે જ તેણે સિક્સર અને ફોરનો વરસાદ કર્યો હતો. તેના કારણે ટીમ ઈન્ડિયા ટાર્ગેટનો પીછો કરવામાં સફળ રહી હતી. રોહિત શર્માએ 19 બોલમાં 40 રન બનાવ્યા જેમાં ત્રણ સિક્સર અને ચાર ચોગ્ગાનો સામેલ થાય છે. ઈશાન કિશને 35 રન બનાવ્યા હતા. તે ખૂબ જ સારી લયમાં દેખાઈ રહ્યો હતો, પરંતુ તે કોઈ મોટી ઇનિંગ્સ રમી શક્યો નહોતો. સુપરસ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ફરી એકવાર નિષ્ફળ ગયો અને માત્ર 17 રન બનાવીને આઉટ થયો. રિષભ પંતે 8 રનનું યોગદાન આપ્યું હતું. અંતમાં સૂર્યકુમાર યાદવ અને વેંકટેશ અય્યરે ટીમને જીત અપાવી હતી.

વેસ્ટઈન્ડિઝે ભારતને આપ્યો હતો 158 રનનો ટાર્ગેટ
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમે ભારતીય ટીમને 158 રનનો ટાર્ગેટ આપ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝની ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી, જ્યારે ઓપનર બ્રેન્ડન કિંગ ચાર રન બનાવીને ભુવનેશ્વર કુમારનો શિકાર બન્યો હતો. વેસ્ટ ઈન્ડિઝ માટે વિકેટ કીપર બેટ્સમેન નિકોલસ પૂરને સૌથી મોટી ઈનિંગ રમી હતી. તેણે 43 બોલમાં 61 રન બનાવ્યા, જેમાં 5 સિક્સ સામેલ હતી. તેના સિવાય કાયલ મેયર્સે 31 રન, રોસ્ટન ચેઝે 4 રન, રોમન પોવેલે 2 રન અને અકીલ હોસેને 10 રનનું યોગદાન આપ્યું હતું. કિરોન પોલાર્ડે અંતમાં વિસ્ફોટક ઇનિંગ રમી હતી. તેના કારણે જ વેસ્ટ ઈન્ડિઝ સન્માનજનક સ્કોર સુધી પહોંચી શક્યું હતું. કિરોન પોલાર્ડે 19 બોલમાં 24 રન બનાવ્યા હતા.

ભારતીય બોલરોએ કરી કમાલ
ભારતીય બોલરોએ મેચની શરૂઆતથી જ વેસ્ટ ઈન્ડિઝની ટીમને એક પછી એક વિકેટ લઈને ઝાટકા આપવાનું શરૂ કરી દીધું હતું. ભુવનેશ્વર કુમારે પહેલી જ ઓવરમાં બ્રેન્ડન કિંગને 4 રનના સ્કોર પર પેવેલિયન મોકલી દીધો હતો. સાથે જ યુઝવેન્દ્ર ચહલે પણ શાનદાર બોલિંગનું પ્રદર્શન કર્યું હતું. તેને ચાર ઓવરમાં 34 રન આપીને એક વિકેટ મળી છે. મેચમાં ડેબ્યૂ કરી રહેલા રવિ બિશ્નોઈએ એક જ ઓવરમાં બે વિકેટ લઈને વેસ્ટ ઈન્ડિઝની ટીમની કમર તોડી નાખી હતી. રવિએ તેની ચાર ઓવરમાં 17 રન આપીને બે વિકેટ લીધી હતી. વેંકટેશ અય્યરે એક ઓવર કરી અને તેને કોઈ વિકેટ મળી ન હતી. ભુવનેશ્વર કુમારે ચાર ઓવરમાં 31 રન આપીને 1 વિકેટ લીધી હતી. આ સાથે જ હર્ષલ પટેલ મોંઘો સાબિત થયો, તેણે 4 ઓવરના ક્વોટામાં 37 રન આપીને બે વિકેટ ઝડપી.

ભારતને મળ્યો 158 રનનો ટાર્ગેટ
વેસ્ટ ઈન્ડિઝે ભારતીય ટીમને જીતવા માટે 158 રનનો ટાર્ગેટ આપ્યો છે. વેસ્ટ ઈન્ડિઝ તરફથી નિકોલસ પૂરને સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 61 રનની ઇનિંગ રમી હતી. ટીમ ઈન્ડિયાના બોલરોએ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું અને વિન્ડીઝના બેટ્સમેનોને હાથ ખોલવાની કોઈ તક આપી ન હતી. રવિ બિશ્નોઈએ એક જ ઓવરમાં બે વિકેટ લઈને વેસ્ટ ઈન્ડિઝ ટીમના બેટ્સમેનોની કમર તોડી નાખી હતી. તેણે ચાર ઓવરના ક્વોટામાં 17 રન આપ્યા. આ સાથે જ હર્ષલ પટેલે પણ બે વિકેટ ઝડપી હતી.

રિવ્યૂ થયા બર્બાદ
વિરાટ કોહલીના કહેવા પર રોહિત શર્મા રિવ્યુ લે છે. બાદમાં રિપ્લેમાં સ્પષ્ટપણે દર્શાવે છે કે બોલ રોસ્ટન ચેઝના બેટને લાગ્યો નથી, જેના કારણે વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેનને નોટઆઉટ આપવામાં આવે છે. જો કે, રોસ્ટન ચેઝ જીવનદાન મળ્યા બાદ કંઈ વધારે કરી શક્યો નહોતો અને માત્ર 4 રન બનાવીને પેવેલિયન ભેગો થયો હતો.

વિરાટના કહેવા પર લીધો રિવ્યુ
વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ T20 મેચમાં કેપ્ટન રોહિત શર્માએ વિરાટ કોહલીના કહેવા પર રિવ્યુ લીધો હતો. રોહિત શર્મા બિલકુલ ડીઆરએસ લેવાના મૂડમાં નહોતા, પરંતુ જ્યારે વિરાટે તેમને કહે છે તો રોહિત વિચાર્યા વગર રિવ્યુ લેવાનો નિર્ણય લીધો હતો. જ્યારે રોસ્ટન ચેઝ 8મી ઓવરમાં રવિ બિશ્નોઈના પાંચમા બોલ પર બેટિંગ કરી રહ્યા હતા. ત્યારે બોલ પેડ અને બેટથી પસાર થઈને રિષભ પંતના હાથમાં પાછળ જાય છે. બોલર સહિત તમામ ખેલાડીઓ અપીલ કરે છે, પરંતુ અમ્પાયર કોઈના પર ધ્યાન આપ્યા વગર અપીલને સંપૂર્ણ રીતે નકારી દે છે. ત્યારબાદ વિરાટ રોહિત પાસે આવે છે અને કહે છે, બેટ અને પેડ બંને અડ્યું છે. 'બે અવાજો આવ્યા, હું બોલું છું, ના લે'

કોલકાતાની પીચ સ્પિનરો માટે મદદરૂપ
કોલકાતાની પીચ હંમેશા સ્પિનરો માટે મદદગાર રહી છે. આવી સ્થિતિમાં યુઝવેન્દ્ર ચહલ અને રવિ બિશ્નોઈની જોડી પોતાની રમતથી તબાહી મચાવી હતી. ચહલે જ વેસ્ટ ઈન્ડિઝ સામેની ODI શ્રેણીમાં શાનદાર પ્રદર્શનનો નજારો રજૂ કર્યો હતો. તેની બોલિંગ જોઈને વિરોધી બેટ્સમેનોએ દાંત નીચે આંગળીઓ દબાવી દીધી હતી.

પિચઃ ઈડન ગાર્ડનની પીચ પર બોલને ઘણો બાઉન્સ મળ્યો હતો. આ સ્થિતિ શરૂઆતની ઓવરોમાં ઝડપી બોલરો માટે ફાયદાકારક સાબિત થઈ હતી.

ભારત: રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, વેંકટેશ ઐયર, દીપક ચહર, રવિ બિશ્નોઈ, યુઝવેન્દ્ર ચહલ, હર્ષલ પટેલ, ભુવનેશ્વર કુમાર.

વેસ્ટ ઈન્ડિઝ: બ્રાન્ડોન કિંગ, કાયલ મેયર્સ, નિકોલસ પૂરન (wk), રોવમેન પોવેલ, કિરોન પોલાર્ડ (c), રોસ્ટન ચેઝ, રોમારિયો શેફર્ડ, અકીલ હોસેન, ઓડિયન સ્મિથ, ફેબિયન એલન, શેલ્ડન કોટ્રેલ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news