કિશન ભરવાડ હત્યા કેસ: માસ્ટર માઇન્ડ મૌલાનાના રિમાન્ડ પૂર્ણ, જેલમાં મોકલી દેવાયો

ધંધુકાના કિશન ભરવાડ હત્યા કેસમાં સંડોવાયેલા આરોપી દિલ્હીના મૌલાના કમરગની ઉષ્માનીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયો છે. 9 દિવસના રિમાન્ડ પુરા થતા ગુજરાત ATSએ સ્પેશિયલ કોર્ટ સમક્ષ આરોપી કમરગની ઉષ્માનીને રજુ કરવામાં આવ્યો હતો. જોકે કોર્ટ સમક્ષ કેટલાક મહત્વના મુદ્દા રજૂ રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. 
કિશન ભરવાડ હત્યા કેસ: માસ્ટર માઇન્ડ મૌલાનાના રિમાન્ડ પૂર્ણ, જેલમાં મોકલી દેવાયો

મૌલિક ધામેચા/અમદાવાદ : ધંધુકાના કિશન ભરવાડ હત્યા કેસમાં સંડોવાયેલા આરોપી દિલ્હીના મૌલાના કમરગની ઉષ્માનીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયો છે. 9 દિવસના રિમાન્ડ પુરા થતા ગુજરાત ATSએ સ્પેશિયલ કોર્ટ સમક્ષ આરોપી કમરગની ઉષ્માનીને રજુ કરવામાં આવ્યો હતો. જોકે કોર્ટ સમક્ષ કેટલાક મહત્વના મુદ્દા રજૂ રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. 

ઉલ્લેખનીય છે કે, ધોળકા કિશન ભરવાડની હત્યા સાથે સંકળાયેલા અન્ય આરોપી સાથે મેળાપીપણુ હોવાનું સામે આવ્યું હતું. એટલું જ નહીં કિશન ભરવાડની ગોળી મારી હત્યા કરાયા બાદ હત્યાના તાર અમદાવાદ સહિત મુંબઈ અને દિલ્હી સુધી સામે આવ્યા હતા. અમદાવાદના મૌલવી ઐયુબ જાવરાવાલા બાદ દિલ્હીનો મૌલાના કમરગની ઉષ્માનીનું નામ પણ ખુલ્યું હતું. 

બુધવારે આરોપી કમરગની ઉસ્માનીના રિમાન્ડ પૂર્ણ થતાં તેની વધુ તપાસ અર્થે ગુજરાત ATS દ્વારા વધુ રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. 9 દિવસના રિમાન્ડ પુરા થતા ATSએ સ્પેશિયલ કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવ્યો હતો. રિમાન્ડ દરમિયાન આરોપીની સંસ્થા TFI દ્વારા જે 1500 વ્યક્તિઓના લીસ્ટ બનાવવાના આવ્યું છે. તેમાં કોના કોના નામનો સમાવેશ કરવામાં અને આ લિસ્ટ કયા આધારે બનવામાં આવ્યું છે ? તેની સાથે થોડા દિવસો પહેલા જ TFI માંથી 6 થી 7 વ્યક્તિઓએ રાજીનામા આપ્યા હતા આ વ્યક્તિઓ કોણ છે ? અને શા માટે  રાજીનામા આપ્યા હતા તેની તપાસ કરવામાં આવી.આ ઉપરાંત કમરગનીના મોબાઈલના CDR નો અભ્યાસ કરતા ગુજરાતના 48 ઈસમો તેના સંપર્કમાં હોવાનું ખુલ્યું હતું. 

આ ઈસમો કોણ છે સહિતની તપાસ કરવામાં આવી છે. કોર્ટમાં આરોપી પક્ષે બચાવ પક્ષના વકીલ આબીદ કુરેશીએ કોર્ટ વધુ રિમાન્ડના આપે તે માટે દલીલ કરવામાં આવી હતી કે, હાલ 9 દિવસના રિમાન્ડ પુરા થતા ATSએ સ્પેશિયલ કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવ્યો હતો. કિસન ભરવાડની હત્યા સાથે સંકળાયેલા અન્ય આરોપી સાથે મેળાપીપણાનો રોલ હોવાનો આરોપ હતો. રિમાન્ડ પૂર્ણ થતાં હોઈ કમરગનીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. મહત્વનું છે કે આરોપી કમરગની ઉષ્માનીને કોર્ટ સંકુલમાં લાવતા પહેલા પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news