Belly Fat: પેટ પર જામેલા ફેટને ઓગાળી નાખશે આ નુસખો, બસ થોડા દિવસ જ કરવાનું છે આ કામ

Belly Fat: આજના સમયમાં લોકોની લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ છે કે જેના કારણે પેટ પર ચરબી ઝડપથી જામે છે. મોટાભાગના લોકો પેટ પર જામેલા ચરબીના થરથી પરેશાન હોય છે. જો પેટની ચરબીને ઝડપથી ઓગાળવી હોય તો આજે તમને તેના માટેના સૌથી સરળ ઉપાય જણાવીએ. 

આઠથી દસ ગ્લાસ પાણી

1/5
image

દરેક વ્યક્તિએ દિવસ દરમિયાન ઓછામાં ઓછા આઠથી દસ ગ્લાસ પાણી પીવું જોઈએ. આમ કરવાથી પાચન તંત્ર સારું રહે છે અને પેટ પર જામેલી ચરબી ઓછી થાય છે. જો શક્ય હોય તો હુંફાળું પાણી પીવાનું રાખવું. તેનાથી ચરબી ઝડપથી ઓગળશે. 

એક્સરસાઇઝ

2/5
image

પેટની ચરબી ઝડપથી ઉતારવી હોય તો દિવસમાં 30 મિનિટ એક્સરસાઇઝ કરવી. 30 મિનિટ દરમિયાન તમે એક્સરસાઇઝમાં વોકિંગ, રનીંગ કે પછી સાયકલિંગ પણ કરી શકો છો. આ ઉપરાંત યોગ કરવાથી પણ ચરબી ઓછી કરી શકાય છે. 

ડાયટ

3/5
image

પેટની ચરબીને ઝડપથી ઓગાળવા માટે ડાયટમાં પૂરતા પ્રમાણમાં ફળ, શાકભાજી, આખા અનાજ અને પ્રોટીનનો સમાવેશ કરો. આ સાથે જ તળેલી વસ્તુઓ, ફાસ્ટફૂડ અને કોલ્ડ્રિંક્સ પીવાનું ટાળો. 

ભોજનનો સમય

4/5
image

દિવસ દરમિયાન સવારનો નાસ્તો, બપોરનું ભોજન અને રાતનું ભોજન ત્રણથી ચાર કલાકના અંતરે કરવું જોઈએ. એક મીલ લીધા પછી ત્રણથી ચાર કલાકના ગેપ પછી જ બીજું મીલ લેવું. તેનાથી પાચનતંત્ર સારી રીતે કામ કરશે અને ખાધેલો ખોરાક બરાબર પચશે.

5/5
image