સરકાર માસ્કનો દંડ ઘટાડીને 100 અને કોરોના નિયંત્રણોમાં મોટો ઘટાડો કરી શકે છે

ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. હાલમાં જે સ્થિતિ છે તેને જોતા ત્રીજી લહેર પૂર્ણ થવાને આરે આવી ચુકી છે. તેથી સ્થિતિને જોતા ગુજરાત સરકાર દ્વારા કોરોનાની ગાઈડલાઈનમાં વધારે છૂટછાટો આપી ચુકી છે. રાત્રી કર્ફ્યૂમાં પણ છુટછાટ અપાઇ છે તેવામાં સરકાર દ્વારા છુટ આપવામાં આવી શકે છે. હવે માસ્કનો હાલનો દંડ રૂ.1000 થી ઘટાડીને 100 રૂપિયા કરવામાં આવી શકે છે. 
સરકાર માસ્કનો દંડ ઘટાડીને 100 અને કોરોના નિયંત્રણોમાં મોટો ઘટાડો કરી શકે છે

ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. હાલમાં જે સ્થિતિ છે તેને જોતા ત્રીજી લહેર પૂર્ણ થવાને આરે આવી ચુકી છે. તેથી સ્થિતિને જોતા ગુજરાત સરકાર દ્વારા કોરોનાની ગાઈડલાઈનમાં વધારે છૂટછાટો આપી ચુકી છે. રાત્રી કર્ફ્યૂમાં પણ છુટછાટ અપાઇ છે તેવામાં સરકાર દ્વારા છુટ આપવામાં આવી શકે છે. હવે માસ્કનો હાલનો દંડ રૂ.1000 થી ઘટાડીને 100 રૂપિયા કરવામાં આવી શકે છે. 

ગુજરાતમાં પહેલી અને બીજી લહેર દરમિયાન માસ્ક મામલે સરકારે કડક ગાઈડલાઈન અને દંડની રકમ 100થી વધારી 1000 કરી દીધી હતી. જો કે ત્રીજી લહેર દરમિયાન સરકાર માસ્ક મામલે હળવી રહી હતી. જેમાં માસ્કના દંડ માટેની કડકાઈ પણ પ્રમાણમાં ઓછી રખાઇ હતી. હાલ ગુજરાતમાં ત્રીજી લહેરમાં કોરોનાના કેસોમાં ધરખમ ઘટાડો થઈ રહ્યો છે. જેને પગલે રાજ્ય સરકાર હવે માસ્કના મામલે દંડની રકમ ઘટાડવામાં આવી ચુકી છે. 

ગુજરાત હાઇકોર્ટે માસ્કનો દંડ 1000 રૂપિયા રાખવા નિર્દેશ કર્યો હતો. જેના પગલે ગુજરાત સરકારે તે સમયે કરેલો 1000નો દંડ કર્યો હતો. ગુજરાતમાં કોરોના નિયંત્રણ અંગેની ગાઈડલાઈનની મુદત 18 ફેબ્રુઆરીના રોજ પુરી થઈ રહી હોવાથી નિયંત્રોનો હળવા કરવા અંગે વિચારણા થઇ શકે છે. અત્રે નોંધનીય છે કે, લોકો પણ હવે કોરોના નિયંત્રણો અને માસ્કથી કંટાળી ચુક્યાં છે. બ્રિટન અને કેનેડા જેવા વિકસિત દેશો પણ હાલ નિયંત્રણોનો વિરોધ કરી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news