IND vs AUS: નાગપુરની પીચ પર આ સ્કોર થતાંની સાથે જ ભારતની નક્કી થઈ જશે જીત! આ દિગ્ગજની ભવિષ્યવાણીથી ખળભળાટ

નાગપુર ટેસ્ટના બીજા દિવસે ટી-બ્રેક સુધી ભારતનો સ્કોર 5 વિકેટે 226 રન છે. રોહિત શર્મા 118 રન અને રવિન્દ્ર જાડેજા 34 રન બનાવીને ક્રિઝ પર છે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન માઈકલ ક્લાર્કે પોતાની એક મોટી ભવિષ્યવાણીથી સનસનાટી મચાવી દીધી છે.

IND vs AUS: નાગપુરની પીચ પર આ સ્કોર થતાંની સાથે જ ભારતની નક્કી થઈ જશે જીત! આ દિગ્ગજની ભવિષ્યવાણીથી ખળભળાટ

India vs Australia, 1st Test: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચની બોર્ડર ગાવસ્કર સીરિઝની પ્રથમ ટેસ્ટ મેચ નાગપુરની ટર્નિંગ પીચ પર રમાઈ રહી છે, જ્યાં ઓસ્ટ્રેલિયાની ટીમ પ્રથમ દાવમાં 177 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. કાંગારૂ ટીમનો એક પણ બેટ્સમેન પ્રથમ દાવમાં અડધી સદી ફટકારી શક્યો ન હતો. ઓસ્ટ્રેલિયાની ટીમને પ્રથમ દાવમાં 177 રનમાં આઉટ કર્યા બાદ ભારતીય બેટ્સમેનોએ જબરદસ્ત રમત દેખાડી હતી. ખાસ કરીને ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ 17 મહિના બાદ ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં સદી ફટકારી છે.

નાગપુરની પીચ પર આ સ્કોર થતાં જ ભારતની નક્કી થઈ જશે જીત 
નાગપુર ટેસ્ટના બીજા દિવસે ટી-બ્રેક સુધી ભારતનો સ્કોર 5 વિકેટે 226 રન છે. રોહિત શર્મા 118 રન અને રવિન્દ્ર જાડેજા 34 રન બનાવીને ક્રિઝ પર છે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન માઈકલ ક્લાર્કે પોતાની એક મોટી ભવિષ્યવાણીથી સનસનાટી મચાવી દીધી છે. માઈકલ ક્લાર્કે કહ્યું છે કે નાગપુરની ટર્નિંગ પિચ પર સ્કોર બનાવતા જ ભારતની જીત નક્કી થઈ જશે.

આ દિગ્ગજની ભવિષ્યવાણીથી સનસનાટી
ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન માઈકલ ક્લાર્કે બિગ સ્પોર્ટ્સ બ્રેકફાસ્ટમાં વાત કરતા જણાવ્યું કે, જો ટીમ ઈન્ડિયા તેની પ્રથમ ઈનિંગમાં 280 થી 300 રન બનાવી લેશે તો તેને ફરીથી બેટિંગ કરવાની જરૂર નહીં પડે. માઈકલ ક્લાર્કે કહ્યું, 'જો ભારત 280થી 300ની વચ્ચે બનાવી લેશે તો તેને ફરીથી બેટિંગ કરવાની જરૂર નહીં પડે.

ભારતને ઘર આંગણે હરાવવું ખુબ જ મુશ્કેલ
માઈકલ ક્લાર્કે કહ્યું, 'ભારતને ઘર આંગણે  હરાવવું ખૂબ જ મુશ્કેલ છે અને ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી જે રીતે બેટિંગ કરી છે તે જોતા એવું લાગે છે કે ભારત કાંગારૂ ટીમને એક ઈનિંગ્સથી હરાવી શકે છે. જો ટીમ ઈન્ડિયા તેની પ્રથમ ઈનિંગમાં 280 થી 300 રન બનાવી લેશે તો ફરીથી બેટિંગ કરવાની જરૂર નહીં પડે. ઓસ્ટ્રેલિયાએ માત્ર 177 રન બનાવ્યા છે, પરંતુ તમારે વિકેટ લેવી પડશે. જો બોલ આટલો ટર્ન થઈ રહ્યો છે તો ખેલાડીઓને મિડ-વિકેટ તરફ રાખો જેથી જો બોલ બેટ સાથે અથડાય અને તે બાજુ જાય તો ફિલ્ડર કેચ પકડી શકે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news