ઈન્ડિયા ઓપનઃ સિંધુ-શ્રીકાંતનો જીત સાથે પ્રારંભ, શુભંકરે સુગિયાર્તોને હરાવી સર્જયો અપસેટ

ભારતના યુવા શટલર શુભંકર ડેએ પુરુષ સિંગલ્સના મુકાબલામાં ઈન્ડોનેશિયાના ખેલાડી ટોમી સુગિયાર્તોને હરાવ્યો હતો. 

ઈન્ડિયા ઓપનઃ સિંધુ-શ્રીકાંતનો જીત સાથે પ્રારંભ, શુભંકરે સુગિયાર્તોને હરાવી સર્જયો અપસેટ

નવી દિલ્હીઃ ટોપ ભારતીય ખેલાડીઓ પીવી સિંધુ, કિદાંબી શ્રીકાંત અને બી. સાઈ પ્રણીતે બુધવારે પોત-પોતાના મુકાબલા જીતીને ઈન્ડિયા ઓપન બેડમિન્ટનના પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ઈન્ડિયા ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમના કેડી. જાધવ ઈન્ડોર હોલમાં ચાલી રહેલી ટૂર્નામેન્ટમાં સિંધુએ મુગ્ધાને માત્ર 23 મિનિટમાં પરાજય આપ્યો હતો. શુભંકર ડેએ ચોથી સીડ ટોમી સુગિયાર્તોને હરાવીને ટૂર્નામેન્ટમાં સૌથી મોટો અપસેટ સર્જયો હતો. તેણે ઈન્ડોનેશિયાના સુગિયાર્તો સામે પ્રથમ ગેમ હાર્યા બાદ આ મેચ 14-21, 22-20, 21-11થી જીત્યો હતો. 

બીજી વરીયતા પ્રાપ્ત પીવી સિંધુએ મહિલા સિંગલ્સના મુકાબલામાં મુગ્ધાને 21-8, 21-13થી પરાજય આપ્યો હતો. રિયા મુખર્જીએ વર્લ્ડ નંબર-86 થાઈલેન્ડની ફિતયાપોન ચાઇવાનને 21-17, 21-15થી પરાજય આપીને આગામી રાઉન્ડમાં જગ્યા બનાવી છે. વિદેશી ખેલાડીઓમાં પૂર્વ ચેમ્પિયન રતચાનોક ઇંતાનોને ભારતની સાઈ ઉત્તેજિતા રાવને 21-9, 21-6થી પરાજય આપ્યો હતો. પૂર્વ ઓલમ્પિંક ચેમ્પિયન ચીનની જુઈરૂઈ લીએ નિત્ચાનોન જિંદાપોલને 21-17, 21-11થી હરાવ્યા. ચીનની જ ત્રીજી સીડ બિંગજિયાઓને પ્રાશી જોશીએ 30 મિનિટમાં 21-12, 21-15થી પરાજય આપ્યો હતો. 

પુરુષ સિંગલ્સમાં બી સાઈ પ્રણીતે પ્રથમ ગેમ હાર્યા બાદ શાનદાર શરૂઆત કરતા કાર્તિકેય ગુલશન કુમારને 22-24, 21-13, 21-8થી હાર આપી. કિદાંબી શ્રીકાંતે પણ એક રોમાંચક મેચમાં હોંગકોંગના વોંગ વિંગ કિ વિંસેંટને 56 મિનિટમાં 21-16, 18-21, 21-19થી પરાજય આપ્યો હતો. 

આ પહેલા દિવસના અન્ય મુકાબલામાં એચએસ પ્રણય અને સમીર વર્માએ વિજયી શરૂઆત કરતા સ્પર્ધાના આગામી રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો છે. પ્રણયે પુરૂષ સિંગલ્સના પોતાના પ્રથમ મેચમાં થાઈલેન્ડના કાંટાફોન વાંગચેરીઓનને 14-21, 21-18, 21-14 થી પરાજય આપ્યો હતો. વર્લ્ડ નંબર-15 સમીએ ડેનમાર્કના રેસમસ ગેમકેને 21-18, 21-12થી આગાનીથી હરાવ્યો હતો. આ મેચ 49 મિનિટ ચાલી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news