India Tour of Australia: ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસનો કાર્યક્રમ જાહેર, એડિલેડમાં ડે-નાઇટ ટેસ્ટ મેચ


ત્રણ મેચોની વનડે સિરીઝમાં 27 અને 29 નવેમ્બર તથા બે ડિસેમ્બરે મેચ રમાશે. આ સિવાય ટી20 મુકાબલા 4, 6 અને 8 ડિસેમ્બરે રમાશે. 

India Tour of Australia: ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસનો કાર્યક્રમ જાહેર, એડિલેડમાં ડે-નાઇટ ટેસ્ટ મેચ

નવી દિલ્હીઃ ભારતના ઓસ્ટ્રેલિયાના પ્રવાસનો કાર્યક્રમ નક્કી થઈ ગયો છે. ચાર ટેસ્ટ મેચોની સિરીઝનો પ્રારંભ એડિલેડમાં રમાનારી ડે-નાઇટ ટેસ્ટથી થશે. ત્યારબાદ બોક્સિંગ ડે ટેસ્ટ મેચ પરંપરાગત રૂપથી મેલબોર્ડમાં રમાશે. 

ત્રણ મેચોની વનડે સિરીઝમાં 27 અને 29 નવેમ્બર તથા બે ડિસેમ્બરે મેચ રમાશે. આ સિવાય ટી20 મુકાબલા 4, 6 અને 8 ડિસેમ્બરે રમાશે. ટેસ્ટ સિરીઝની શરૂઆત 17 ડિસેમ્બરથી થશે. 

ટેસ્ટ સિરીઝ પહેલા ભારત-એ અને ઓસ્ટ્રેલિયા એ વિરુદ્ધ 6થી 8 ડિસેમ્બરે મેચ રમાશે અને 11-13 ડિસેમ્બર વચ્ચે સિડનીમાં ડે-નાઇટ ટેસ્ટ રમાશે. 

તારીખ મેચ મેદાન
27 નવેમ્બર 2020 ઓસ્ટ્રેલિયા વિ ભારત, પ્રથમ વન ડે આંતરરાષ્ટ્રીય સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ
29 નવેમ્બર  2020   વિરુદ્ધ ભારત, બીજી વન ડે આંતરરાષ્ટ્રીય સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ
2 ડિસેમ્બર 2020ઓસ્ટ્રેલિયા  વિ ભારત, ત્રીજી વન ડે આંતરરાષ્ટ્રીય મંકુઆ ઓવલ, કેનબેરા
4 ડિસેમ્બર 2020   ઓસ્ટ્રેલિયા વિ ભારત, પ્રથમ ટી 20 આંતરરાષ્ટ્રીય મંકુઆ ઓવલ, કેનબેરા
6 ડિસેમ્બર 2020 ઓસ્ટ્રેલિયા વિ ભારત, 2 જી ટી 20 આંતરરાષ્ટ્રીય સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ
8 ડિસેમ્બર 2020 ઓસ્ટ્રેલિયા વિ ભારત, ત્રીજી ટી 20 આંતરરાષ્ટ્રીય સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ
6-8 ડિસેમ્બર પ્રેક્ટિસ મેચ  સિડની
11-13 ડિસેમ્બર પ્રેક્ટિસ મેચ (દિવસ / રાત) સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ
17-21 ડિસેમ્બર (ડે-નાઇટ ટેસ્ટ) ઓસ્ટ્રેલિયા વિ ભારત, પ્રથમ ટેસ્ટ મેચ એડિલેડ 
26-30 ડિસેમ્બર ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારત, બીજી ટેસ્ટ મેચ, મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ
7 જાન્યુઆરી - 11 જાન્યુઆરી ઓસ્ટ્રેલિયા વિ ભારત, ત્રીજી ટેસ્ટ મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ
15 જાન્યુઆરી - 19 જાન્યુઆરી ઓસ્ટ્રેલિયા વિ ભારત, ચોથી ટેસ્ટ મેચ ગાબા, બ્રિસ્બેન

વાંચો આઈપીએલના તમામ સમાચાર

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news