SA વિરુદ્ધ પ્રથમ ટેસ્ટમાં Playing 11 નક્કી, કોહલી ખુબ આ બે ખેલાડીઓને કરશે બહાર

IND vs SA: ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 26 ડિસેમ્બરથી ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝ શરૂ થવાની છે. આ સિરીઝમાં કેપ્ટન વિરાટ કોહલી કેટલાક ખેલાડીઓને બહાર કરશે. 

SA વિરુદ્ધ પ્રથમ ટેસ્ટમાં Playing 11 નક્કી, કોહલી ખુબ આ બે ખેલાડીઓને કરશે બહાર

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ આ મહિનાની 26 તારીખથી સાઉથ આફ્રિકા વિરુદ્ધ 3 મેચોની ટેસ્ટ સિરીઝમાં ટકરાવાની છે. આ સિરીઝ પહેલા ટીમનો નવો વાઇસ કેપ્ટન રોહિત શર્મા બહાર થઈ ચુક્યો છે. તેવામાં પ્લેઇંગ 11માં કેટલાક મોટા ફેરફાર જોવા મળી શકે છે. આવો એક નજર કરીએ તે 11 ખેલાડીઓ પર જે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ પ્રથમ ટેસ્ટમાં ઉતરી શકે છે. 

રોહિતના સ્થાને આ ખેલાડી કરશે ઓપનિંગ
આફ્રિકા વિરુદ્ધ ઓપનિંગ માટે મયંક અગ્રવાલ અને કેએલ રાહુલનું મેદાનમાં ઉતરવાનું નક્કી છે. આ બંને બેટર ભારત માટે પ્રથમ ટેસ્ટમાં ઓપનિંગ કરશે. મહત્વનું છે કે રોહિત શર્મા આ ટેસ્ટ સિરીઝ રમવાનો નથી. મયંકે ન્યૂઝીલેન્ડ સામે બીજી ટેસ્ટમાં શાનદાર સદી પણ ફટકારી હતી. 

મિડલ ઓર્ડરમાં થશે મોટા ફેરફાર
નંબર 3 માટે આ ટેસ્ટમાં ચેતેશ્વર પુજારા ફિટ છે. આ સિરીઝ પુજારા માટે છેલ્લી તક હોઈ શકે છે. હવે ખરાબ પ્રદર્શન બાદ તેને ડ્રોપ કરવામાં આવી શકે છે. કેપ્ટન કોહલી ચોથા ક્રમે બેટિંગ કરશે. પાંચમાં સ્થાન પર રહાણેને ડ્રોપ કરવાનું નક્કી છે. તેના સ્થાને ન્યૂઝીલેન્ડ સામે પર્દાપણ ટેસ્ટમાં શાનદાર બેટિંગ કરનાર શ્રેયસ અય્યરને તક મળી શકે છે. 

પંતની થશે વાપસી
નંબર 6 માટે વિકેટકીપર બેટર રિષભ પંત નક્કી છે. ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ સિરીઝમાં પંતને આરામ આપવામાં આવ્યો હતો. હવે સાહા બહાર થશે. તો 7માં ક્રમે ઓલરાઉન્ડરના રૂપમાં શાર્દુલ ઠાકુરને તક મળી શકે છે. ટીમ ઈન્ડિયા તરફથી એકમાત્ર સ્પિનર આર અશ્વિન મેદાનમાં ઉતરશે. ફાસ્ટ બોલિંગ માટે પ્લેઇંગ ઇલેવનમાં મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમીને તક આપવામાં આવશે. 

સાઉથ આફ્રિકા સામે ભારતની સંભવિત પ્લેઇં 11
કેએલ રાહુલ

મયંક અગ્રવાલ

ચેતેશ્વર પૂજારા

વિરાટ કોહલી (કેપ્ટન)

શ્રેયસ અય્યર

રિષભ પંત (વિકેટકીપર)

શાર્દુલ ઠાકુર

આર. અશ્વિન

મોહમ્મદ સિરાજ

મોહમ્મદ શમી

જસપ્રીત બુમરાહ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news