Ind vs Aus 1st ODI: વાનખેડેમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતનો ભવ્ય વિજય, રાહુલ અને રવીન્દ્રએ રંગ રાખ્યો
India vs Australia 1st ODI: વાનખેડા વન-ડેમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો. જેમાં ઓસ્ટ્રેલિયાએ પહેલાં દાવમાં માત્ર 188 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ. ભારતને મળેલાં 189 રનનો ટાર્ગેટ પુરો કરવામાં ટીમ ઈન્ડિયા તરફથી કે.એલ.રાહુલે મહત્ત્વની ભૂમિકા ભજવી.
Trending Photos
India vs Australia 1st ODI: ઓસ્ટ્રેલિયાએ પહેલા બેટિંગ કરીને 50 ઓવરની મેચમાં માત્ર 188 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ. સામે પક્ષે ભારતની પણ 84 રન પર પાંચ વિકેટ પડી ગઈ હતી. જોકે, તેમ છતાં ભારતીય ટીમે શાનદાર રીતે આ મેચ જીતી લીધી. ખુબ લાંબા અંતરાલ બાદ વાનખેડેમાં ભારતને વિજય મળ્યો. 11 વર્ષ બાદ વાનખેડેમાં ભારતે આ જીત હાંસલ કરી છે. ભારતે વાનખેડે વનડેમાં ઓસ્ટ્રેલિયાને 5 વિકેટ હરાવીને જીત મેળવી. ઓસ્ટ્રેલિયા સામેની આ મેચમાં કે.એલ.રાહુલ જીતનો હીરો રહ્યો. કે.એલ.રાહુલે 75 રન બનાવીને ભારતને શાનદાર જીત અપાવી.
વાનખેડા વન-ડેમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો. જેમાં ઓસ્ટ્રેલિયાએ પહેલાં દાવમાં માત્ર 188 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ. ભારતને મળેલાં 189 રનનો ટાર્ગેટ પુરો કરવામાં ટીમ ઈન્ડિયા તરફથી કે.એલ.રાહુલે મહત્ત્વની ભૂમિકા ભજવી. ટોટલ સ્કોરનો અડધો સ્કોર તો કે.એલ.રાહુલે એકલાં એ થોકી દીધો. મહત્ત્વનું છેકે, ભારતે આ સ્કોર માત્ર 39.5 ઓવરમાં જ 5 વિકેટ ગુમાવીને ચેજ કરી લીધો. ભારતે કુલ 191 રન બનાવીને આ મેચ જીતી લીધી. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની સિરિઝમાં 1-0 થી બઢત હાંસલ કરી લીધી.
જાડેજા મેન ઓફ ધ મેચઃ
રાહુલ ઉપરાંત રવીન્દ્ર જાડેજા આ મેચમાં ઝળક્યો. જાડેજા આજે પોતાના કરિઅરની 300મી ઈન્ટરનેશનલ મેચ રમ્યો. જેમાં જાડેજાએ 45 રન બન્યાં. અને બોલિંગ દરમિયાન 2 વિકેટ લીધી. જ્યારે ફિલ્ડીંગમાં એક શાનદાર ચેક ઝડપ્યો. આ મેચમાં શાનદાર પ્રદર્શન બદલ જાડેજાને મેન ઓફ ધ મેચ નો એવોર્ડ આપવામાં આવ્યો.
બન્ને ટીમની પ્લેઇંગ-11:
ભારત:
હાર્દિક પંડ્યા (કેપ્ટન), શુભમન ગિલ, ઈશાન કિશન, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, શાર્દૂલ ઠાકુર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ અને મોહમ્મદ શમી.
ઓસ્ટ્રેલિયા:
સ્ટીવ સ્મિથ (કેપ્ટન), ટ્રાવિસ હેડ, મિચેલ માર્શ, માર્નસ લાબુશેન, જોસ ઇંગ્લિસ (વિકેટકીપર), કેમરૂન ગ્રીન, માર્કસ સ્ટોઇનિસ, ગ્લેન મેક્સવેલ, સીન અબ્બોટ, મિચેલ સ્ટાર્ક અને એડમ ઝામ્પા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે