કાશ્મીરમાં 'કળા' કરી આવ્યો અમદાવાદનો 'નટવરલાલ', અનેક રાજનેતાઓને બનાવ્યા ઉલ્લું!

મહાઠગ કિરણ પટેલ મામલે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, કિરણ પટેલ મામલે ગુજરાત ATS ખાનગી તપાસ કરી રહી છે. મહાઠગની માયાજાળમાં ગુજરાતના કેટલાક સંતો ફસાયાની ચર્ચા પણ ચાલી રહી છે.

કાશ્મીરમાં 'કળા' કરી આવ્યો અમદાવાદનો 'નટવરલાલ', અનેક રાજનેતાઓને બનાવ્યા ઉલ્લું!

ઝી બ્યુરો/અમદાવાદ: નકલી PSI બાદ હવે નકલી IAS કાંડ સામે આવ્યો છે. કિસ્સો જમ્મુ કાશ્મીરનો છે, પણ તેનું કનેક્શન ગુજરાત સાથે છે. મૂળ ગુજરાતના કિરણ પટેલ નામના એક વ્યક્તિએ ગૃહ મંત્રાલયનાં અધિકારી બનીને જમ્મુ કાશ્મીરના તંત્રને એવું ચકરાવે ચડાવ્યું કે અસલી અધિકારી પણ શરમાઈ જાય. જો કે નકલી અધિકારી વધુ સમય સુધી પોતાનો રૌફ ન દેખાડી શક્યો અને પકડાઈ ગયો.

મહાઠગ કિરણ પટેલ મામલે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, કિરણ પટેલ મામલે ગુજરાત ATS ખાનગી તપાસ કરી રહી છે. મહાઠગની માયાજાળમાં ગુજરાતના કેટલાક સંતો ફસાયાની ચર્ચા પણ ચાલી રહી છે. ગુજરાત બહાર પણ રાજકારણીઓને પોતાની જાળમાં ફસાવ્યા હોવાની વાતો ચાલી રહી છે. પરંતુ હાલ ભોગ બનેલા લોકો સામે આવી રહ્યા નથી. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે કિરણ પટેલ હાલ જમ્મુ-કાશ્મીરમાં છે, તેને આટલું મોટો કોન્ટેક્ટ કઈ રીતે થયો અને તે કઈ રીતે બોગસ અધિકારી બન્યો તે જાણવા માટે ગુજરાત એટીએસની એક ટીમ જમ્મુ-કાશ્મીર પહોંચી છે.

ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાંથી પોલીસે એક એવા ઠગની ધરપકડ કરી છે, જે પોતાને પીએમઓનો અધિકારી હોવાનું જણાવી રહ્યો હતો. ગુજરાતના રહેવાસી આ શખ્સનું નામ કિરણ પટેલ છે. તે પાતોને પીએમઓનો એડિશનલ ડિરેક્ટર જણાવી રહ્યો હતો. એટલું જ નહીં આ ઠગને ઝેડ પ્લસ સિક્યોરિટી, બુલેટપ્રૂફ એસયુવીની સુવિધાઓ પણ મળી રહી હતી. તે હંમેશાં ફાઈવ સ્ટાર હોટલમાં જ રોકાતો હતો. ગુજરાતના એક મહાઠગ આખો મહિનો નકલી આઈડી સાથે સરકારી પૈસા આખું કાશ્મીર ફર્યો. સરકારના આંખમાં ધૂળ નાંખી ગુજરાતનો મહાઠગ સરકારી પૈસે આખું કાશ્મીર ફર્યો, ને છેક LOC સુધી પહોંચ્યો, પણ કોઈને ખબર ન પડી.  

ઓક્ટોબરથી ફેબ્રુઆરી સુધી તેણે કાશ્મીરમાં અનેક લોકોને ઉલ્લુ બનાવ્યા
પોતાને PMOમાં અધિકારી ગણાવતો એક શખ્સ જમ્મુ કાશ્મીરથી ઝડપાયો છે. શ્રીનગર પોલીસે ગુજરાતના મહાઠગ કિરણ પટેલની ધરપકડ કરી છે. જે પોતે PMO માં એડિશનલ ડાયરેક્ટર હોવાની ઓળખ આપતો હતો. સરકારી મોટા ગજાના અધિકારી તરીકે ઓળખ આપી તેણે કશ્મીરનો પ્રવાસ કર્યો. કિરણ પટેલ લાલ ચોક, સેનાની કમાન પોસ્ટ સુધી ગયો હતો. 

ચોંકાવનારી બાબત તો એ છે કે તે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પ્રતિબંધિત સ્થળોનો પણ પ્રવાસ કર્યો. તેણે ફુલ પ્રોટોકોલ અને સુરક્ષા સાથે મોજ મસ્તી કરી. અધિકારીઓ સાથે અનેક બેઠકો પણ કરી. ઓક્ટોબરથી ફેબ્રુઆરી સુધી તેણે કાશ્મીરમાં અનેક લોકોને ઉલ્લુ બનાવ્યા. સરકારી અધિકારીઓના આંખમાં ધૂળ નાંખી. છતાં કશ્મીરના અધિકારીઓ પણ ઠગને ઓળખી ન શક્યા. CID ની તપાસ બાદ તેની ધરપકડ કરવામાં આવી છે. 

તેને 24 કલાક ઝેડ પ્લસ સુરક્ષા અપાતી
આ મહાઠગ કિરણ પટેલ પર ગુજરાતમાં કરોડોના કૌભાંડનો આક્ષેપ લાગ્યો છે. કશ્મીરની સુરક્ષા વ્યવસ્થામાં મોટી ચૂક થઈ. આ ચુક મામલે કશ્મીરના બે અધિકારી પર મોટી કાર્યવાહી થઈ શકે છે. મહાઠગ કિરણ પટેલા સાથે એક મહિલા પણ હતી. તે અહીંના તમામ પર્યટન સ્થળો સુધી પહંચ્યો, ચંકાવનારી તો તે એ છે લાઈન ઓફ કન્ટ્રોલ સુધી પહોંચી ગયો. ફુલ પ્રોટોકોલ સાથે ઝેડ પ્લસ સુવિધા આપવામાં આવતી હતી. જેની ચારેતરફ સિક્યોરિટી જવાન રહેતા. તેની સાથે સબઈન્સ્પેક્ટર રેન્કનો અધિકારી રહેતો. સ્ટેટ રેન્કનો ઓફિસર વીવીઆઈપી ટ્રીટમેન્ટ આપવા તેની સાથે રહેતો. 

ત્યારે આ ઘટના અનેક સવાલો પેદા કરે છે. શુ સુરક્ષાઅધિકારીને ખબર ન પડી કે ફ્રોડ તેમને ધોકો આપે છે, અને બધાની આંખમાં ધૂળ નાંખે છે. તો શું કોઈએ આ વ્યક્તિની ઓળખ ચેક કરવાનો કેમ પ્રયાસ ન કરાયો. એક ચોરની આટલી ખુશામત કેમ કરાઈ. ગુજરાતમાં પણ તે ડિફોલ્ટર રહ્યો છે અનેક લોકોના રૂપિયા ખાઈ ગયો છે. હાલ તે પકડાઈ ગયો છે, પરંતુ સુરક્ષા વિભાગ, અને ગુપ્તચર વિભાગ પર અનેક સવાલિયા નિશાન પેદા થાય છે. કેમ પીએમઓ સુધી પૂછપરછ ન કરાઈ. 

કોંગ્રેસે સવાલ કર્યા
કશ્મીરમા ઠગબાજ કિરણ પટેલની ધરપકડનો મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જગદિશ ઠાકોરે સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, BJP આવા ગુનાહખોરોને શા માટે રક્ષણ પૂરું પડે છે? આવા લોકો પર ભાજપ સરકાર મહેરબાન કેમ છે ?
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news