શ્રીલંકન કેપ્ટન-કોચ-મેનેજર 4 વનડે અને 2 ટેસ્ટ માટે સસ્પેન્ડ
આઈસીસીએ બોલ સાથે છેડછાડના મામલે ત્રણેય પર પ્રતિબંધ મુક્યો છે.
Trending Photos
નવી દિલ્હીઃશ્રીલંકાના કેપ્ટન દિનેશ ચંડીમાલ, કોચ ચંદિકા હાથુરૂસિંઘે અને મેનેજર અસંકા ગુરૂસિંગા પર દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પહેલા ચાર વનડે અને બે ટેસ્ટનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. વેસ્ટઇન્ડિઝના પ્રવાસ દરમિયાન બોલ સાથે છેડછાડના પ્રકરણમાં આ કાર્યવાહી કરવામાં આવી છે.
ત્રણેયને ખેલ ભાવનાની વિરુદ્ધ આચરણ કરવાના દોષિ સાબિત થયા બાદ પ્રતિબંઘ લગાવવામાં આવ્યો. સ્વતંત્ર ન્યાયિક કમિશનર માઇકલ બેલોકે ત્રણેય પર આઠ સસ્પેન્ડ પોઇન્ટ લગાવ્યા, જેથી તે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ પ્રથમ ચાર વનડે અને બે ટેસ્ટમાંથી બહાર રહેશે.
ત્રણેયને આઈસીસીના મુખ્ય કાર્યકારી ડેવિડ રિચર્ડસને 19 જૂને આઈસીસી આચાર સંહિતાના કલમ 2.3.1ના ઉલ્લંઘનમાં દોષિ ઠેરવ્યા. જે રમતની ભાવનાથી વિપરીત આચરણ સાથે સંબંધિત છે.
— ICC Media (@ICCMediaComms) July 16, 2018
આઈસીસીએ નિવેદનમાં કહ્યું, આઠ સસ્પેનશન અંકને કારણે બે ટેસ્ટ, ચાર વનડે અથવા આઠ વનડે અને ટી-20માંથી સસ્પેન્ડ છે. ન્યાયિક કમિશનર દ્વારા આપવામાં આવેલી વ્યવસ્થા હેઠળ ત્રણેય સહયોગી સ્ટાફ પ્રતિબંધિત રહેશે. આ ત્રણેય પર 6 ડિમેરિટ અંક પણ લગાવવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ગત મહિને વિન્ડીઝના પ્રવાસ પર સેન્ટ લૂસિયા ટેસ્ટમાં ચાંડીમલ પર બોલ સાથે છેડછાડનો આરોપ લાગ્યો હતો, જેના વિરોધમાં શ્રીલંકન ટીમ મેચના ત્રીજા દિવસે મેદાન પર બે કલાક મોડી ઉતરી હતી. આઈસીસીએ 11 જુલાઇએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આ મામલે સુનાવણી કરી અને નિર્ણય સંભળાવ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે