પુડુચેરીને ફ્રાંસનો હિસ્સો ગણાવી કિરણ બેદીએ પાઠવી વર્લ્ડકપની શુભકામનાઓ

પુડુચેરીના ઉપરાજ્યપાલ કિરણ બેદીની તરફથી ફીફા વર્લ્ડકપ ફુટબોલ 2018ની વિજેતા ફ્રાંસની ટીમને ટ્વીટ કરીને શુભકામનાઓ પાઠવવામાં આવ્યા બાદથી તે ટ્રોલ થવા લાગ્યા હતા. ક્રિણ બેદીએ ટ્રોલનાં વળતા હૂમલામાં કહ્યું કે તેઓ પોતાનો સમય નષ્ટ ન કરે. રવિવારે રાત્રે રશિયામાં વર્લ્ડ કપ ફાઇનલમાં ફ્રાંસે ક્રોએશિયાને 4-2થી પરાજિત કરીને ખિતાબ જીત્યો તો કિરણ બેદીએ ટ્વીટ કરીને શુભકામનાઓ આપી. જો કે ટ્વીટ કરવાની એંગલ અલગ હતી. તેમણે કહ્યું કે, અમે પુડુચેરિયન્સ (પૂર્વ ફ્રેંચ કોલોની)એ વર્લ્ડ કપ જીત્યો છે. શુભકામના મિત્રો. શું મિશ્રિત ટીમ તમામ ફ્રેંચ. રમત જોડે છે. 

પુડુચેરીને ફ્રાંસનો હિસ્સો ગણાવી કિરણ બેદીએ પાઠવી વર્લ્ડકપની શુભકામનાઓ

નવી દિલ્હી : પુડુચેરીના ઉપરાજ્યપાલ કિરણ બેદીની તરફથી ફીફા વર્લ્ડકપ ફુટબોલ 2018ની વિજેતા ફ્રાંસની ટીમને ટ્વીટ કરીને શુભકામનાઓ પાઠવવામાં આવ્યા બાદથી તે ટ્રોલ થવા લાગ્યા હતા. ક્રિણ બેદીએ ટ્રોલનાં વળતા હૂમલામાં કહ્યું કે તેઓ પોતાનો સમય નષ્ટ ન કરે. રવિવારે રાત્રે રશિયામાં વર્લ્ડ કપ ફાઇનલમાં ફ્રાંસે ક્રોએશિયાને 4-2થી પરાજિત કરીને ખિતાબ જીત્યો તો કિરણ બેદીએ ટ્વીટ કરીને શુભકામનાઓ આપી. જો કે ટ્વીટ કરવાની એંગલ અલગ હતી. તેમણે કહ્યું કે, અમે પુડુચેરિયન્સ (પૂર્વ ફ્રેંચ કોલોની)એ વર્લ્ડ કપ જીત્યો છે. શુભકામના મિત્રો. શું મિશ્રિત ટીમ તમામ ફ્રેંચ. રમત જોડે છે. 

— Kiran Bedi (@thekiranbedi) July 16, 2018

પુડુચેરીને પૂર્વ ફ્રેંચ કોલોની ગણાવવા અંગે જ કિરણ બેદીને ટ્રોલ કરવામાં આવવા લાગ્યા. ટ્વીટર પર કેટલાક યુઝર્સે તેને કોલોનિયલ હેંગઓવર ગણાવ્યું. દિલ્હીની મુલાકાતે આવેલ કિરણ બેદીએ ઇન્ડિયન ઇન્ટરનેશનલ સેન્ટરમાં મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, પુડુચેરીનાં લોકો પોતાની ફ્રેંચ વિરાસત પર ગર્વ અનુભવે છે. આ ઉપનિવેશવાદ નથી. ટ્વીટ આનંદને વહેંચણીથી ઉદ્દેશ્યનાં ઇરાદે કરવામાં આવ્યો. 

— Kiran Bedi (@thekiranbedi) July 16, 2018

કિરણ બેદીએ કહ્યું કે, આ કેન્દ્ર શાસિત પ્રદેશનાં લોકોમાં ફ્રેંચ ઇતિહાસકાર અને વિરાસત સાથે મજબુત ઓળખની ભાવના જોવા મળે છે. પુડુચેરીમાં ઘણા પરિવારો એવા છે જે અહીંની સાથે ફ્રાન્સમાં રહે છે. ઘણાની પાસે પાસપોર્ટ પણ ફ્રેંચ છે. પરંપરા અનુસાર ફ્રાંસ વિકાસ કાર્યનો હિસ્સો છે.ઉપરાજ્યપાલ અનુસાર પુડુચેરીમાં લોકો ફ્રાન્સની જીતથી ખુબ જ આનંદિત હતા. તેમણે ટ્વીટ પર વિવાદને સમયનો વેડફાટ ગણાવ્યો. પુડુચેરીના મુખ્યમંત્રી નારાયણસામીએ પણ ફ્રાંસની શુભકામનાઓ આપી. 

— Kiran Bedi (@thekiranbedi) July 16, 2018

અત્રે ઉલ્લેખનીય છે કે, રવિવારે સવારે પણ રાજ્યપાલ કિરણ બેદીએ ફાઇનલમાં ફ્રાંસની જીતની કામના કરતા ટ્વીટ કર્યું હતું. પુડુચેરીમાં આપણે તમામ વર્લ્ડ કપમાં ફ્રાંસ જીતે તેવું જોવા માંગતા હતા.કારણ કે પુડુચેરીને ફ્રાંસ સાથે ખુબ જ યાદગાર અને ઐતિહાસિક સંબંધ છે. પુડુચેરીએ હજારો લોકોના ફ્રાંસની સાથેના નજીકના સંબંધો છે. ફ્રાંસ પણ ઘણા પ્રકારનાં પુડુચેરીનું ઉદારતા સાથે સમર્થન કરે છે. પુડુચેરી પહેલા પોન્ડિચેરીનાં નામે ઓળખાતું હતું. આ નાનકડી ફ્રેંચ કોલોની 1962માં ભારતમાં વિલય થયો હતો. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news