છેલ્લો IPL કપ જીતવાનું ધોનીનું સપનું રહી જશે અધુરું! જાણી લો કેવી છે અમદાવાદમાં વરસાદની આગાહી?

Ahmedabad Light rain forecast: ગુજરાતનું અમદાવાદ ગુરુવારે સૌથી ગરમ શહેર હતું. અમદાવાદમાં આગામી બે-ત્રણ દિવસમાં વાતાવરણ ગરમ રહેવાની સંભાવના છે. 28 મે પછી અહીં વરસાદ પડી શકે છે. ત્યારબાદ લોકોને સૂર્યપ્રકાશ અને ગરમીથી રાહત મળશે

છેલ્લો IPL કપ જીતવાનું ધોનીનું સપનું રહી જશે અધુરું! જાણી લો કેવી છે અમદાવાદમાં વરસાદની આગાહી?

Gujarat Weather Forecast : ગુજરાતના અમદાવાદમાં તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. મહત્તમ તાપમાન પાંચ દિવસ પછી 43 ડિગ્રી સેલ્સિયસને વટાવીને 43.4 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યું હતું. તાપમાન સામાન્ય કરતા 1.7 ડિગ્રી વધુ હતું. એટલું જ નહીં, અમદાવાદ ગુજરાતનું સૌથી ગરમ શહેર પણ રહ્યું. લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 0.9 ડિગ્રી વધુ 28.5 ડિગ્રી નોંધાયું હતું. IMDની આગાહી અનુસાર, શુક્રવારે મહત્તમ તાપમાન 42 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. 

ભારતીય હવામાન વિભાગ (IMD)ની આગાહી અનુસાર, શુક્રવારે મહત્તમ તાપમાન 42 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. આગામી ત્રણ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસનો ધીમે ધીમે ઘટાડો થઈ શકે છે. કારણ કે વરસાદની સંભાવના છે. આવી સ્થિતિમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાલી રહેલી IPLની મેચ પર હવામાનની કોઈ અસર નહીં થાય. ગુરુવારે અમદાવાદ સૌથી ગરમ શહેર હતું, ત્યારબાદ ગાંધીનગર 42 ડિગ્રી, સુરેન્દ્રનગર 40.8 ડિગ્રી, રાજકોટ અને વીવી નગર 40.7 ડિગ્રી અને ડીસા, અમરેલી અને ભાવનગર 40 ડિગ્રી પર હતું.

ગુજરાતના આ જિલ્લાઓમાં થઈ શકે છે વરસાદ
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પાછું ખેંચાતા ગુજરાતમાં 28 મેથી કમોસમી વરસાદ પડી શકે છે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. બે દિવસમાં સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, વડોદરા, ભરૂચ, આણંદ, અમરેલી, રાજકોટ અને ભાવનગરમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની શક્યતા છે. અમદાવાદમાં બુધવારે મહત્તમ તાપમાન 41 ડિગ્રીની આસપાસ રહ્યું હતું. ગુરુવારે તે વધીને 43.4 ડિગ્રી થયું હતું. બપોરના સમયે તીવ્ર સૂર્યપ્રકાશથી પરેશાન લોકો તેમના ઘર અને ઓફિસની અંદર જ રહ્યા હતા.

રવિવારે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલની ફાયનલ યોજાવાની છે. આ મેચની ટિકિટ માટે અહીં પડાપડી થઈ રહી છે. ગુજરાતમાં ફાયનલની ટિકિટ માટે બ્લેકમાં ભાવ છતાં લોકોને ટિકિટ મળી રહી નથી. આજે ગુજરાત અને મુંબઈમાંથી વિજેતા ટીમ રવિવારે ચેન્નાઈ સામે ફાયનલ રહેશે. ધોનીની આ છેલ્લી આઈપીએલ હોવાની ચર્ચાને કારણે ફાયનલમાં ધોનીને રમતો જોવા માટે લોકો પડાપડી રહ્યાં છે. ગુજરાતમાં આ દિવસે વરસાદની આગાહી હોવા છતાં અમદાવાદમાં વરસાદ પડે તેવી સંભાવના નહિવત છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news