IPL માં રમનાર સ્ટાર ક્રિકેટરો બહાર, ઈંગ્લેન્ડે નવા ખેલાડીઓને આપી તક

ઈંગ્લેન્ડે બે જૂનથી શરૂ થનારી સિરીઝ માટે 15 સભ્યોની ટીમની પસંદગી કરી છે. ટીમમાંથી ઘણા સ્ટાર ખેલાડીઓનું નામ ગાયબ છે. 
 

IPL માં રમનાર સ્ટાર ક્રિકેટરો બહાર, ઈંગ્લેન્ડે નવા ખેલાડીઓને આપી તક

લંડનઃ ઈંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડ (ENG vs NZ) વિરુદ્ધ રમાનારી બે ટેસ્ટ મેચોની સિરીઝ માટે મંગળવારે પસંદ કરેલી ટીમમાં જોસ બટલર અને જોની બેયરસ્ટો સહિત ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રમનાર સ્ટાર ખેલાડીઓને આરામ આપ્યો જ્યારે ઈજાને કારણે જોફ્રા આર્ચર અને બેન સ્ટોક્સના નામ પર વિચાર કરાયો નથી. ઈંગ્લેન્ડે બે જૂનથી શરૂ થનારી ટેસ્ટ સિરીઝ માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. 

ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઈસીબી) એ ભારતથી પરત ફર્યા બાદ 10 દિવસ ક્વોરેન્ટાઈન રહેનાર ખેલાડીઓ વિશે કહ્યું- ઘણા ફોર્મેટમાં રમનાર મોઈન અલી, જોની બેયરસ્ટો, જોસ બટલર, સેમ કરન અને ક્રિસ વોક્સને આઈપીએલ સ્થગિત થયા બાદ સ્વદેશ પરત ફરવા પર ક્વોરેન્ટાઈન પૂરો કર્યા બાદ આરામ આપવામાં આવ્યો છે. 

ગ્લોસ્ટરશરના વિકેટકીપર બેટ્સમેન જેમ્સ બ્રેસી અને સસેક્સના ફાસ્ટ બોલર ઓલી રોબિનસનને પ્રથમવાર ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. સમરસેટના ઓલરાઉન્ડર ક્રેગ ઓવરટનની ટીમમાં વાપસી થઈ છે. તે છેલ્લે ડિસેમ્બર 2019માં ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ મેચ રમ્યો હતો. આંગળીમાં ફ્રેક્ચરનો સામનો કરી રહેલ બેન સ્ટોક્સ અને કોણીની ઈજાથી પરેશાન આર્ચરના નામ પર વિચાર કરવામાં આવ્યો નથી. ન્યૂઝીલેન્ડ બાદ ઈંગ્લેન્ડે ચાર ઓગસ્ટથી પાંચ મેચોની ટેસ્ટ સિરીઝમાં ભારતની યજમાની કરવાની છે. 

ઈંગ્લેન્ડની ટીમ આ પ્રકારે છે
જો રૂટ (કેપ્ટન), બેન ફોક્સ, ડેન લોરેન્સ, ઓલી પોપ, જેમ્સ બ્રેસી, સ્ટુઅર્ટ બ્રોડ, રોરી બર્ન્સ, જેક ક્રાઉલી, જેમ્સ એન્ડરસન, જૈક લીચ, ક્રેગ ઓવરટન, ઓલી રોબિનસન, ડોમ સિબલે, ઓલી સ્ટોન અને માર્ક વુડ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news