ક્રિકેટર મોહમ્મદ શમીની પત્ની હસીન જહાં કોંગ્રેસમાં થઈ સામેલ

હસીન જહાંએ મુંબઈ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ સંજય નિરૂપમની હાજરીમાં કોંગ્રેસ પાર્ટીમાં પ્રવેશ કર્યો છે. 
 

ક્રિકેટર મોહમ્મદ શમીની પત્ની હસીન જહાં કોંગ્રેસમાં થઈ સામેલ

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની પત્ની હસીન જહાં એકવાર ફરી ચર્ચામાં છે. આ વખતે હસીન જહાંએ મોહમ્મદ શમી પર કોઈ આરોપ લગાવ્યો નથી, પરંતુ તેણે પોતાની રાજકીય ઈનિંગની શરૂઆત કરી છે. મહત્વનું છે કે હસીન જહાંએ પોતાના રાજકીય સફરની શરૂઆત કરવા માટે કોંગ્રેસ પાર્ટીમાં સામેલ થઈ છે. હસીન જહાંએ મુંબઈમાં કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ સંજય નિરૂપમની હાજરીમાં મંગળવારે કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે એપ્રિલથી હસીન જહાં મીડિયામાં ચર્ચામાં રહી છે. જ્યારે તેણે ક્રિકેટર શમી પર ગંભીર આરોપ લગાવ્યા હતા. 

આ વર્ષે માર્ચમાં હસીન જહાંએ પોતાના પતિ ક્રિકેટર મોહમ્મદ શમી પર ઘણા ગંભીર આરોપો લગાવીને સનસની ફેલાવી હતી. હસીન જહાંએ શમી પર મારપીટ, રેપ, હત્યાનો પ્રયાસ, ઘરેલૂ હિંસા અને મેચ ફિક્સિંગ જેવા ગંભીર આરોપ લગાવ્યા હતા. શમી આ આરોપોનો ઈન્કાર કરતો રહ્યો અને હસીન જહાં પણ હજુ સુધી આરોપો સાબિત કરી શકી નથી. 

હસીન જહાંએ જુલાઈમાં શમી પર બીજા લગ્ન કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. તેના પર શમીએ કહ્યું હતું કે, આમ થશે તો જહાંને મારા લગ્નમાં બોલાવીશ. 

થોડા સમય પહેલા હસીન જહાંએ એક ફોટોશૂટ કરાવ્યો હતો અને જણાવ્યું કે, તે એક ફિલ્મ કરવા જઈ રહી છે. એક ઈન્ટરવ્યૂમાં હસીને કહ્યું હતું કે, મારા મારુ અને મારા બાળકોનું પેટ ભરવા માટે બોલીવુડ અને ફિલ્મોમાં પ્રવેશ કરવા માટે મજબૂર થવું પડ્યું છે. તેણે કહ્યું કે, મારી પાસે બીજો વિકલ્પ નથી. ડાયરેક્ટર અમજદ ખાને મારો સંપર્ક કર્યો અને મને એક ફિલ્મ ઓફર કરી મેં તે ઓફર સ્વીકારી લીધી છે. કાયદાકીય લડત લડવા માટે પણ મારે પૈસાની જરૂર છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news