આ ગામના જમાઈ હતા રાવણ, અહીં દશેરાની એવી ઉજવણી થાય છે કે આખી દુનિયા યાદ રાખે
Trending Photos
ઈન્દોર : સામાન્ય લોકોમાં રાવણ ભલે બુરાઈનું પ્રતિક માનવામાં આવતું હોય અને દશેરા પર તેના પૂતળાનું દહન કરવામાં આવતું હોય. પરંતુ મધ્યપ્રદેશના કેટલાક ક્ષેત્રોમાં આ પૌરાણિક પાત્રને અલગ અલગ રૂપોમાં પૂજવાની પરંપરા છે અને આ રિવાજ નવા વિસ્તારોમાં ફેલાતી દેખાઈ રહી છે. રાવણ ભક્તોના ઈન્દોર સ્થિત સંગઠન જય લંકેશ મિત્ર મંડળના અધ્યક્ષ મહેશ ગૌહરે મંગળવારે ન્યૂજ એજન્સી પીટીઆઈ-ભાષાને જણાવ્યું કે, અમે લગભગ પાંચ દાયકાથી દશેરાને રાવણ મોક્ષ દિવસ રૂપે ઉજવતા આવ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે દશેરાએ રાવણની પૂજા કરીશું, અને લોકોને અપીલ કરીશું, કે તેઓ અમારી આસ્થાને ધ્યાનમાં રાખઈને અમારા આરાધ્યના પૂતળાનું દહન ન કરે.
રાવણ ચાલીસા અને રાવણ મહા આરતીની રચના
રાવણની પૂજાની પરંપરા હિન્દુઓમાં પ્રચલિત ધાર્મિક માન્યતાઓથી એકદમ ઉલટી છે. આ વિશે કહેતા મહેશ ગૌહરે કહ્યું કે, રાવણ ભગવાન શિવના પરમ ભક્ત અને પ્રકાંડ વિદ્વાન હતા. તેથી તેઓ અમારા આરાધ્ય છે. ગૌહરે જણાવ્યું કે, તેમના સંગઠને શહેરના પરદેશીપુરા ક્ષેત્રમાં રાવણનું મંદિર પણ બનાવ્યું છે. આ સાથે જ રાવણ ચાલીસા અને રાવણ મહાઆરતીની રચના પણ કરવામાં આવી છે. તેમનો દાવો છે કે, માત્ર ઈન્દોરમાં 900 જેટલા લોકો દશેરા પર રાવણની પૂજા કરે છે, જેમાં અલગ અલગ જાતિઓના લોકો સામેલ છે.
રાવણની પૂજા અને મહાઆરતી
રાવણ ભક્તોનો આ પરિવાર રતલામ જિલ્લામાં ફેલાઈ ચૂક્યો છે. જ્યાં અનુસૂચિત જાતિ વર્ગનું એક સામાજિક સંગઠન દશેરા પર લંકાના રાજાની પહેલીવાર પૂજા કરે છે. અખિલ ભારતીય અનુસૂચિત જાતિ યુવજન સમાજની પ્રદેશ સંસ્થાના મહામંત્રી શૈલેન્દ્ર ખૈરે જણાવ્યું કે, અમે દશેરા પર ઢોલ-નગારા અને ઘંટા-ઘડિયાળોની ગુંજ વચ્ચે રાવણની પૂજા અને મહાઆરતી કરીશું. આ કાર્યક્રમમાં અન્ય જાતિઓના લોકો પણ આમંત્રિત કરાય છે. એવું છે કે, પ્રદેશના મંદસૌર જિલ્લાના ખાનપુરા વિસ્તારામં રાવણની પૂજા કરવામાં આવે છે. આ ક્ષેત્રમાં જે જગ્યાએ રાવણની પ્રતિમા સ્થાપિત છે, તેને રાવણ રુંડી કહેવાય છે.
મંદસૌરનું પ્રાચીન નામ દશપુર હતું
જનશ્રુતિ છે કે, મંદસૌરનું પ્રાચીન નામ દશપુર હતું અને આ સ્થાન રાવણની પત્ની મંદોદરીનું પિયર હતું. આ બાબતને ધ્યાનમાં રાખીને હિન્દુઓના નામદેવ સમુદાયના લોકો રાવણને મંદસૌરના જમાઈ માને છે. રાજ્યના વિદીશા જિલ્લાના રાવણ ગામમાં દશાનનનું મંદિર પણ છે, જ્યાં પૌરાણિક પાત્ર રાવણની ઊંઘતી અવસ્થામાં પ્રતિમા પણ સ્થાપિત છે. સ્થાનીક લોકો દશાનનને રાવણ બાબના રૂપમાં પૂજે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે