Cricket Records: 640 બોલ, 10 કલાક બેટિંગ અને 325 રન... આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બ્રેડમેન નહીં આ ખેલાડીએ ફટકારી છે પહેલી ત્રેવડી સદી
ક્રિકેટ માટે કહેવાય છે કે રેકોર્ડ ફક્ત તૂટવા માટે જ બને છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રથમ ત્રેવડી સદી 94 વર્ષ પહેલાં ફટકારાઈ હતી. ડોનાલ્ડ બ્રેડમેન પહેલાં પણ એક ઈંગ્લિશ બેટ્સમેને ઈતિહાસ રચીને આ ઈનિંગ રમી હતી.
Trending Photos
First Triple Century in International Cricket: આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ત્રેવડી સદી ફટકારનારા બેટ્સમેનોની વાત આવે તો કોઈપણ ક્રિકેટ રસિકના મગજમાં ડોન બ્રેડમેન અને બ્રાયન લારાનું નામ સૌથી પહેલાં આવે છે. પરંતુ પ્રથમ ત્રેવડી સદી ફટકારનાર બેટ્સમેન વિશે બહુ ઓછા લોકો જાણતા હશે. અત્યાર સુધી ટેસ્ટ મેચમાં માત્ર 32 બેટ્સમેન ત્રેવડી સદી ફટકારી શક્યા છે. આ ચમત્કાર પ્રથમ વખત 1930માં થયો હતો, જ્યારે ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર એન્ડી સેન્ડમે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ત્રેવડી સદી ફટકારી હતી.
ટેસ્ટમાં પ્રથમ ત્રેવડી સદી ફટકારનાર બેટ્સમેનનું નામ એન્ડી સેન્ડમ છે. ઇંગ્લેન્ડના આ પૂર્વ ક્રિકેટરે 1930માં આ ચમત્કાર કરીને વિશ્વ ક્રિકેટમાં હલચલ મચાવી દીધી હતી. સેન્ડમે વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટમાં આ ત્રેવડી સદી ફટકારી હતી. તેમણે 325 રનની મેરેથોન ઈનિંગ રમીને વેસ્ટ ઈન્ડિઝના બોલરોની હાલત ખરાબ કરી દીધી હતી. આ ઇનિંગમાં 28 ચોગ્ગા પણ સામેલ હતા. તેઓ 600 મિનિટ સુધી ક્રિઝ પર રહ્યા અને 640 બોલનો સામનો કરીને આ રન બનાવ્યા હતા. રસપ્રદ વાત એ છે કે, ટેસ્ટ ઈતિહાસમાં આ પહેલી ત્રેવડી સદી હોવા છતાં, સેન્ડમે તેની છેલ્લી મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. જો કે, તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દી લાંબો સમય ટકી ન હતી.
એન્ડી સેન્ડહામની આંતરરાષ્ટ્રીય કારકિર્દી માત્ર 14 મેચ જ ચાલી હતી. 1921માં આ ક્રિકેટરે ઓસ્ટ્રેલિયા સામેની ઓવલ ટેસ્ટ મેચમાં ડેબ્યૂ કર્યું હતું અને 1930માં કિંગ્સટનમાં વેસ્ટ ઈન્ડિઝ સામે તેની છેલ્લી મેચ રમી હતી. આ દરમિયાન તેમણે 14 મેચ રમીને 879 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેમણે 2 સદી અને 3 અડધી સદી ફટકારી હતી. તેમની શાનદાર ફર્સ્ટ ક્લાસ કારકિર્દી હતી, જ્યાં તેમણે 643 મેચ રમી અને 41,284 રન બનાવ્યા, જેમાં 107 સદી અને 165 અડધી સદી સામેલ હતી.
તમને જણાવી દઈએ કે મહાન ડોન બ્રેડમેન પહેલાં એન્ડી સેન્ડમે ટેસ્ટમાં ત્રેવડી સદી ફટકારી હતી. બ્રેડમેને પણ 1930માં ત્રેવડી સદી ફટકારી હતી, પરંતુ સેન્ડહામની સિદ્ધિના બે મહિના પછી. બ્રેડમેન ટેસ્ટમાં ત્રેવડી સદી ફટકારનાર ઈતિહાસના બીજા બેટ્સમેન છે. બ્રેડમેન ટેસ્ટમાં બે ત્રેવડી સદી ફટકારનાર બેટ્સમેન પણ છે. તેમના સિવાય બ્રાયન લારા, વીરેન્દ્ર સેહવાગ અને ક્રિસ ગેલે પણ બે-બે ત્રેવડી સદી ફટકારવાનો ચમત્કાર કર્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે