જાણો બોક્સિંગ ડે ટેસ્ટ મેચનો ઈતિહાસ અને જાણકારી

બુધવારથી શરૂ થઈ રહેલા બોક્સિંગ ડે ટેસ્ટ માટે ભારત અને ઓસ્ટ્રેલિયાએ પોતાની અંતિમ ઇલેવન જાહેર કરી દીધી છે. 
 

જાણો બોક્સિંગ ડે ટેસ્ટ મેચનો ઈતિહાસ અને જાણકારી

મેલબોર્નઃ જ્યારે 'બોક્સિંગ ડે' નામનો શબ્દ આવે તો લોકોના મગજમાં બોક્સિંગ રમતનું નામ યાદ આવી જાય છે. પરંતુ બોક્સિંગ ડેમાં આવું કશું નથી. ઉલ્લેખનીય છે કે, બોક્સિંગ ડે ક્રિસમસ ડેના એક દિવસ બાદનો દિવસ એટલે કે 26 ડિસેમ્બર હોય છે. આ દિવસે હંમેશા મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ટેસ્ટ મેચનું આયોજન કરવામાં આવે છે. ગત વર્ષે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ વચ્ચે એસિઝ સિરીઝ રમાઈ રહી હતી. જેમાં એલિસ્ટર કુકે બેવડી સદી ફટકારી હતી પરંતુ આ મેચ ડ્રો રહ્યો હતો. 

ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા સિવાય બોક્સિંગ ડે ટેસ્ટનું આયોજન ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા જેવા દેશો પણ કરે છે. પરંતુ ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ગ્રાઉન્ડનો બોક્સિંગ ડે ટેસ્ટ વધુ પ્રખ્યાત છે. જૂના દિવસોમાં બોક્સિંગ ડે પર આ ગ્રાઉન્ડમાં શેફીલ્ડ શીલ્ડના મેચનું આયોજન થતું હતું. આ મેચ ન્યૂ સાઉથ વેલ્સ અને વિક્ટોરિયા વચ્ચે રમાતો હતો. તેને લઈને હંમેશા બંન્ને ટીમોના ખેલાડીઓ નારાજ રહેતા કારણ કે, તેને પરિવાર સામે ક્રિસમસ ડે ઉજવવા અને નવું વર્ષ ઉજવવાની તક ન મળતી હતી. 

પ્રથમવાર બોક્સિંગ ડે ટેસ્ટ દક્ષિણ આફ્રિકાના જોહનિસબર્ગમાં 1913મા રમાયો હતો પકંતુ તેના 48 વર્ષ બાદ બીજીવખત બોક્સિંગ ડે ટેસ્ટ મેચ રાખવામાં આવ્યો હતો. વર્ષ 18971 બાદ બ્રિટનભરમાં આ દિવસ રજા હોય છે. જ્યારે ઓસ્ટ્રેલિયા, કેનેડા અને ન્યૂઝીલેન્ડ જેવા દેશોમાં શોપિંગ ડેની જેમ ઉજવવામાં આવે છે. આ દિવસે દુકાનો લાગે છે અને તેમાં ઘણી ખરીદી કરવામાં આવે છે. 

ક્રિકેટ પ્રેમિઓ માટે બોક્સિંગ ડે ટેસ્ટ ખૂબ રસપ્રદ રહે છે, કારણ કે, 26થી 30 ડિસેમ્બર ક્રિકેટની મજા અને પછી નવા વર્ષની મજા માણવા મળે છે. તેથી બોક્સિંગ ડે ટેસ્ટનું વિશેષ મહત્વન છે. આ દિવસે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં મોટી સંખ્યામાં દર્શકો પહોંચે છે અને મેચની મજા માણે છે. 

આ વર્ષે બોક્સિંગ ડે પર મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ટેસ્ટ સિરીઝનો ત્રીજો મેચ રમાશે. અત્યાર સુધી ભારત અને ઓસ્ટ્રેલિયા ચાર મેચોની ટેસ્ટ સિરીઝમાં 1-1થી બરોબરી પર છે. તેવામાં આ મેચ જીતવી બંન્ને ટીમો માટે ખૂબ જરૂરી છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news