20 કરોડ વ્યૂઝ સાથે કચ્છની 'કોયલ' ગીતા રબારી ને વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા બુકમાં સ્થાન મળ્યુ

 લોક સંગીત ક્ષેત્રે જાણીતી કચ્છી કોયલ ગીતા રબારી પોતાના ખૂબ લોકપ્રિય ગીત "રોણા શહેરમાં રે......." ના કારણે ખુબ જ લોકપ્રિય બની ગઈ છે. ગીતે ઇન્ટરનેટની આ દુનિયામાં youtube ચેનલ પર ધૂમ મચાવી છે.

20 કરોડ વ્યૂઝ સાથે કચ્છની 'કોયલ' ગીતા રબારી ને વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા બુકમાં સ્થાન મળ્યુ

રાજેન્દ્ર ઠાકર, ભૂજ:  લોક સંગીત ક્ષેત્રે જાણીતી કચ્છી કોયલ ગીતા રબારી પોતાના ખૂબ લોકપ્રિય ગીત "રોણા શહેરમાં રે......." ના કારણે ખુબ જ લોકપ્રિય બની ગઈ છે. ગીતે ઇન્ટરનેટની આ દુનિયામાં youtube ચેનલ પર ધૂમ મચાવી છે. 20 મહિના પહેલા આ ગુજરાતી ગીત રિલીઝ થયું હતું. હાલ ગુજરાતી ફિલ્મ અને ગુજરાતી ગીતોના આલ્બમ ધૂમ મચાવી રહ્યા છે ત્યારે ગુજરાતની ગીતા રબારીના ગીતને દેશ-વિદેશમાં ખૂબ લોકચાહના સાથે એક માત્ર આ ગીતને 20 કરોડથી પણ વધુ વ્યૂઝ મળતા "મેક્સિમમ ગુજરાતી falk song on youtube " વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં સ્થાન પ્રાપ્ત કરતા આજરોજ ભુજ વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયાના પ્રતિનિધિ શ્રી મિલન સોનીના વરદ હસ્તે ઇન્ડિયાના સર્ટિફિકેટ તથા મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. 

Image may contain: 2 people, people smiling

આ પ્રસંગે પૂર્વ નગરપતિ અને અગ્રણી શ્રી શંકરભાઈ સચદે ,એન.આર.આઇ  ફેસ્ટીવલ કાઉન્સીલના હસુભાઈ ઠક્કર , એસ વી ઇન્ટરનેશનલના ચેરમેન મનસુખ ગોરસિયાઅને જેમલરબારી, વિનોદ વરસાણી સહિતના હાજર રહ્યા હતા

Image may contain: 5 people, people smiling, people standing

આ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ અંકિત થતા કોયલે જણાવ્યું હતું કે થોડા દિવસો પહેલા એન.આર.આઈ ફેસ્ટિવલમાં તેમનું સન્માન કરાયું હતું. વર્લ્ડ રેકોર્ડ અંગે માર્ગદર્શન પણ મેળવ્યું હતું અને સ્થાનિકના વર્લ્ડ રેકોર્ડના જજીઝને ડોક્યુમેન્ટ પણ આપ્યા હતા. કચ્છની દીકરીને વર્લ્ડ લેવલ માટે જે નામના મળી તે અંગે અહીંના અગ્રણીએ પોતાની સંસ્થાઓ ના સહયોગ પણ આપ્યો હતો. 

Image may contain: 1 person

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news