સ્ટોક્સ અને વોક્સ ઈજાને કારણે ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાંથી બહાર

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન સામેની ટેસ્ટ શ્રેણી દરમિયાન સ્ટોક્સ અને વોક્સ ઈજાગ્રસ્ત થયા હતા. 

 

સ્ટોક્સ અને વોક્સ ઈજાને કારણે ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાંથી બહાર

લંડનઃ ઈંગ્લેન્ડ ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ અને ફાસ્ટ બોલર ક્રિસ વોક્સ ઈજાને કારણે ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી વનડે શ્રેણીની બાકીની મેચોમાંથી બહાર થઈ ગયા છે. 

ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે જણાવ્યું કે, સ્ટોક્સના સ્નાયૂ ખેંચાઈ ગયા છે. આશા છે કે તે ભારત સામે આગામી મહિને યોજાનારી ટી-20 શ્રેણી પહેલા ફીટ થઈ જશે. 

સ્ટોક્સ પાકિસ્તાન સામેની બીજી ટેસ્ટ મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. ઈસીબીના નિવેદન પ્રમાણે, તે હવે બેટિંગ કરી શકે છે અને પોતાની ક્ષમતાના 90 ટકા દોડી શકે છે. તે આગામી સપ્તાહે બોલિંગ કરવાનું શરૂ કરશે. 

ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પાંચ મેચોની શ્રેણીમાં 2-0થી આગળ છે અને હજુ ત્રણ મેચ રમાવાની છે. વોક્સ પાકિસ્તાન વિરુદ્ધ રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો. ઈસીબીએ કહ્યું કે, તેના ડાબા ઘુંટણમાં મુશ્કેલી છે. 

તેમણે જણાવ્યું, તેને ગત સોમવારે ઈન્જેક્શન આપવામાં આવ્યું છે. તેની વાપસી પર અત્યારે કશું કહી શકાય નહીં, પરંતુ તે ભારત સામેની વનડે શ્રેણી સુધી પસંદગી માટે ઉપલબ્ધ રહેશે નહીં. 

ઈંગ્લેન્ડ ભારત વિરુદ્ધ ત્રણ મેચોની વનડે શ્રેણી રમશે, જેનો પ્રથમ મેચ નોર્ટિંઘમમાં 12 જુલાઈએ રમાશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news