Corona સામે જંગમાં મદદ માટે આગળ આવ્યું BCCI, દાન કર્યા 2 હજાર ઓક્સિજન કોન્સન્ટ્રેટર

બીસીસીઆઈએ આ સંબંધમાં એક ટ્વીટ કર્યું છે. તેમાં તેણે લખ્યું કે, કોવિડ-19 વિરુદ્ધ જંગમાં બીસીસીઆઈ 10 લીટરવાળા 2 હજાર ઓક્સિજન કોન્સન્ટ્રેટર દાન કરી રહ્યું છે.
 

Corona સામે જંગમાં મદદ માટે આગળ આવ્યું BCCI, દાન કર્યા 2 હજાર ઓક્સિજન કોન્સન્ટ્રેટર

નવી દિલ્હીઃ ભારતમાં આ સમયે કોરોના કેસમાં થોડો ઘટાડો જરૂર થયો છે પરંતુ દેશ હજુ મહામારી સામે સંઘર્ષ કરી રહ્યો છે. આ મુશ્કેલ સમયમાં ઘણા ક્રિકેટરો પોતાના તરફથી મદદ કરી રહ્યાં છે. તેમાં વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, સચિન તેંડુલકર, હનુમા વિહારી જેવા નામ પણ સામેલ છે. હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) પણ કોરોના સંકટમાં મદદ માટે આગળ આવ્યું છે. બોર્ડે કોરોના મહામારીનો સામનો કરી રહેલા લોકોની મદદ માટે 2000 ઓક્સિજન કોન્સન્ટ્રેટર દાન કરવાની જાહેરાત કરી છે. 

બીસીસીઆઈએ આ સંબંધમાં એક ટ્વીટ કર્યું છે. તેમાં તેણે લખ્યું કે, કોવિડ-19 વિરુદ્ધ જંગમાં બીસીસીઆઈ 10 લીટરવાળા 2 હજાર ઓક્સિજન કોન્સન્ટ્રેટર દાન કરી રહ્યું છે. આજે જ ભારતીય ક્રિકેટર હાર્દિક અને કૃણાલ પંડ્યાએ ઓક્સિજન કોન્સ્નટ્રેટરનો નવો જથ્થો સંબંધિત કેન્દ્રોને મોકલ્યો છે. બન્ને ભાઈઓએ આ મહિનાની શરૂઆતમાં જાહેરાત કરી હતી કે તેનો પરિવાર દેશના ગ્રામીણ વિસ્તારમાં મહામારી સામે લડવા માટે 200 ઓક્સિજન કોન્સ્નટ્રેટર દાન કરશે. 

— BCCI (@BCCI) May 24, 2021

આ જાહેરાત પર બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યુ કે, બીસીસીઆઈ જાણે છે કે મેડિકલ અને હેલ્થકેર સેક્ટરે કોરોના વિરુદ્ધ જંગમાં મોટી ભૂમિકા બજવી છે. તે ખરેખર આપણા ફ્રંટલાઇન વોરિયર્સ રહ્યા છે અને તેણે આપણે બચાવવા ખુબ મહેનત કરી છે. બોર્ડ હેલ્થ અને સુરક્ષાને સર્વોપરિ રાખે છે. ઓક્સિજન કોન્સ્નટ્રેટરની મદદથી આ બીમારીનો સામનો કરી રહેલા લોકોને મદદ મળશે અને તે ઝડપથી સ્વસ્થ થશે. 

બીસીસીઆઈ સચિવ જય શાહે કહ્યુ, અમે કોરોના મહામારી વિરુદ્ધ આ સામૂહિક લડાઈમાં સાથે ઉભા છીએ. બીસીસીઆઈ સંકટની આ ઘડીમાં ચિકિત્સા ઉપકરણોની જરૂરને સમજે છે અને આશા કરે છે કે તેના આ પ્રયાસથી દેશભરમાં ઉભી થયેલી ઓક્સિજનની માંગ-આપૂર્તિના અંતરને ઓછી કરવામાં મદદ મળશે. આ સાથે તેમણે લોકોને વેક્સિન લેવાનો પણ આગ્રહ કર્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news