બેડમિન્ટનઃ કોરિયા માસ્ટર્સથી હટી સાઇના, હવે શ્રીકાંત આપશે પડકાર

આવતીકાલથી શરૂ થઈ રહેલા કોરિયા માસ્ટર્સમાં કોઈ ભારતીય મહિલા ખેલાડી સિંગલ્સમાં ઉતરશે નહીં. જ્યારે પુરૂષ વર્ગમાં શ્રીકાંત ટક્કર આપવા માટે તૈયાર છે. 

બેડમિન્ટનઃ કોરિયા માસ્ટર્સથી હટી સાઇના, હવે શ્રીકાંત આપશે પડકાર

નવી દિલ્હીઃ ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી સાઇના નેહવાલ (saina Nehwal) મંગળવારે કોરિયાના ગ્વાંગ્ઝૂમાં શરૂ થઈ રહેલી કોરિયા માસ્ટર્સ ટૂર્નામેન્ટમાંથી (korea masters) હટી ગઈ છે. સાઇના ટૂર્નામેન્ટમાં હટ્યા બાદ મહિલા સિંગલ્સમાં ભારત તરફથી કોઈ પડકાર હશે નહીં. પુરૂષ સિંગલ્સમાં કિદાંબી શ્રીકાંત (kidambi srikanth) પોતાનું શાનદાર ફોર્મ જાળવી રાખશે. હોંગકોંગ ઓપનની સેમિફાઇનલમાં પહોંચનાર શ્રીકાંત હોંગકોંગના વોંગ વિંગની વિન્સેન્ટ વિરુદ્ધ મુકાબલાથી પોતાના અભિયાનની શરૂઆત કરશે. 

વિશ્વના 13મા નંબરના ખેલાડી શ્રીકાંતે વિન્સેન્ટ વિરુદ્ધ 10 મેચોમાં જીત મેળવી છે, જ્યારે ત્રણ મેચોમાં તેણે હારનો સામનો કરવો પડ્યો છે. માર્ચમાં ઈન્ડિયા ઓપનની ફાઇનલમાં પહોંચ્યા બાદથી શ્રીકાંત સંઘર્ષ કરી રહ્યો છે. શ્રીકાંત સિવાય સમીર વર્મા પહેલા રાઉન્ડમાં ચીનના શી યુકી વિરુદ્ધ ટકરાવાનું છે, જ્યારે તેના મોટા ભાઈ સૌરભ વર્માએ ક્વોલિફાયરનો સામનો કરવાનો છે. 

બંન્ને ભાઈ જો પ્રથમ રાઉન્ડમાં જીતવામાં સફળ રહ્યાં તો બીજા રાઉન્ડમાં તે એકબીજા સાથે ટકરાઇ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news