સંજય રાઉત તાબડતોબ શરદ પવારને મળવા દોડ્યા, કહ્યું-'સરકાર બનાવવાની જવાબદારી અમારી નથી'

મહારાષ્ટ્રનો રાજકીય ડ્રામા હવે દિલ્હી પહોંચી ગયો છે. પહેલા એનસીપી પ્રમુખ શરદ પવારે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી. ત્યારબાદ તરત શિવસેના સાંસદ સંજય રાઉત પણ એનસીપી પ્રમુખને મળવા માટે તેમના નિવાસ સ્થાને પહોંચ્યાં. શરદ પવાર સાથે મુલાકાત બાદ સંજય રાઉતે કહ્યું કે સરકાર બનાવવાની જવાબદારી તેમની નથી, જે લોકો પાસે આ જવાબદારી છે તેઓ તો દૂર ભાગી રહ્યા છે. રાઉતે એમ પણ કહ્યું કે તેમને પૂરેપૂરો ભરોસો છે કે બહુ જલદી મહારાષ્ટ્રમાં શિવસેનાની સરકાર બનશે. 

સંજય રાઉત તાબડતોબ શરદ પવારને મળવા દોડ્યા, કહ્યું-'સરકાર બનાવવાની જવાબદારી અમારી નથી'

નવી દિલ્હી: મહારાષ્ટ્રનો રાજકીય ડ્રામા હવે દિલ્હી પહોંચી ગયો છે. પહેલા એનસીપી પ્રમુખ શરદ પવારે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી. ત્યારબાદ તરત શિવસેના સાંસદ સંજય રાઉત પણ એનસીપી પ્રમુખને મળવા માટે તેમના નિવાસ સ્થાને પહોંચ્યાં. શરદ પવાર સાથે મુલાકાત બાદ સંજય રાઉતે કહ્યું કે સરકાર બનાવવાની જવાબદારી તેમની નથી, જે લોકો પાસે આ જવાબદારી છે તેઓ તો દૂર ભાગી રહ્યા છે. રાઉતે એમ પણ કહ્યું કે તેમને પૂરેપૂરો ભરોસો છે કે બહુ જલદી મહારાષ્ટ્રમાં શિવસેનાની સરકાર બનશે. 

સોનિયા ગાંધી સાથે સરકાર બનાવવા અંગે કોઈ વાત થઈ નથી- પવાર
સંજય રાઉત સાથે મુલાકાત થઈ તે અગાઉ એનસીપી પ્રમુખ શરદ પવારે નિવેદન આપતા કહ્યું હતું કે તેમણે સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી. આ દરમિયાન તેમણે સોનિયા ગાંધીને મહારાષ્ટ્રના રાજકીય હાલાત અને વિસ્તૃત જણાવ્યું. જો કે તેમણે એમ પણ કહ્યું કે આ મુલાકાત દરમિયાન મહારાષ્ટ્રમાં સરકાર  બનાવવાને લઈને કોઈ વાતચીત થઈ નથી. પવારને જ્યારે પૂછવામાં આવ્યું કે તેઓ ભાજપ સાથે છે કે પછી શિવસેના સાથે સરકાર બનાવશે? તો તેના પર પવારે કહ્યું કે તેઓ બધાની સાથે છે. પવારના આ નિવેદન બાદ રાજકીય અટકળોનું બજાર ગરમ થઈ ગયું છે. 

જુઓ LIVE TV

આ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં પોતાના સંબોધન દરમિયાન એનપીસીના વખાણ કર્યાં હતાં. જેના પર શરદ પવારે સદનની ડિગ્નિટી (ગૌરવ)ની વાત જણાવીને કઈ પણ કહેવાની ના પાડી દીધી. 

આ બધા વચ્ચે કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ કહ્યું કે તેમણે સંજય રાઉત સાથે વાત કરી છે.  આરપીઆઈ ચીફ આઠવલેએ કહ્યું કે, "મેં શિવસેનાના નેતા સંજય રાઉત(Sanjay Raut) ને સમાધાન માટે વાત કરી છે. મેં તેમને 3 વર્ષ (ભાજપના સીએમ) અને 2 વર્ષ (શિવસેનાના સીએમ)ના ફોર્મ્યુલાની સલાહ આપી છે.  રાઉતે કહ્યું કે ભાજપ જો તૈયાર હોય તો શિવસેના તે અંગે વિચાર કરી શકે છે. હવે હું ભાજપ સાથે આ અંગે ચર્ચા કરીશ." તેમનો દાવો છે કે જો ભાજપ આ ફોર્મ્યુલા માનશે તો શિવસેના પણ તેના પર રાજી થવા અંગે વિચાર કરી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news