અમદાવાદ નવી દિલ્હીના રસ્તે: વાયુપ્રદૂષણ ચિંતાજનક સપાટીએ, તંત્રની ઉંગ હરામ થઇ
ફરી એકવાર મેગાસિટી અમદાવાદમાં વાયુ પ્રદૂષણનું સ્તર વધતા ચિંતાજનક સ્થિતી પેદા થઇ છે
Trending Photos
અમદાવાદ : ફરી એકવાર મેગાસિટી અમદાવાદમાં વાયુ પ્રદૂષણનું સ્તર વધતા ચિંતાજનક સ્થિતી પેદા થઇ છે. સોમવારે સાંજે શહેરના પીરાણા અને બોપલ વિસ્તારમાં વાયુ પ્રદૂષણનું સ્તર વેરી પુઅર (very poor) કેટેગરી પર પહોંચી ગયુ છે. જ્યારે રખિયાલ, એરપોર્ટ અને ગાંધીનગરના ગિફ્ટ સિટી વિસ્તારમાં એર ક્વોલીટી ઇન્ડેક્ષની કેટેગરી પુઅર પર પહોંચી ગઇ છે. બોપલ અને પીરાણામાં પીએમ 2.5 ઘટકનું સ્તર 301નાં આંકડાને પાર ગયુ છે. જ્યારે અન્ય વિસ્તારોમાં પણ તે ઘટકનો આંકડો 240 ઉપર પહોંચી ગયો છે. નોંધનીય છેકે ગત 12 નવેમ્બરે સૌ પ્રથમ વાયુ પ્રદૂષણનું સ્તર વધવાનું શરૂ થયુ છે. જે અંગે ઝી 24 કલાકે સૌ પ્રથમ અહેવાલ દર્શાવ્યો હતો. જે બાદ મ્યુનિસિપલ કમિશ્નરને પણ આ અહેવાલની નોંધ લેવાની ફરજ પડી હતી.
હવે માત્ર 1 SMS કરો અને તમારા ખેતરમાં લાગી જશે ટપક સિંચાઇની તમામ સિસ્ટમ
સૌથી મહત્વનું છે કે, ગુજરાતનાં મોટા ભાગનાં શહેરોમાં હવાનું સ્તર પ્રમાણમાં ઘણુ સારુ છે. જે સ્થિતી દિલ્હી સહિતનાં મેગા સિટીમાં જોવા મળે છે તેની તુલનાએ ગુજરાતનાં મોટા ભાગનાં શહેરોમાં ઘણી સારી છે. પરંતુ હવે અમદાવાદમાં પણ વાયુની ગુણવત્તા ખુબ જ ચિંતાજનક સ્તરે પહોંચતી જાય છે. અમદાવાદનાં અનેક વોર્ડમાં વાયુની સ્થિતી કથળતી રહે છે. જ્યારે પીરાણા વોર્ડની સ્થિતી હંમેશા ખરાબ રહે છે કારણ કે પીરાણા ડમ્પીંગ સાઇટ થકી ખુબ જ ચિંતાજનક સ્તરે પહોંચી ચુક્યું છે.
Pirana
Mon, Nov 18, 2019 19:38:10 pm
Pollutant AQI
PM10 176 Moderate
PM2.5 301 Very Poor
Bopal
Mon, Nov 18, 2019 19:38:10 pm
Pollutant AQI
PM10 174 Moderate
PM2.5 307 Very Poor
Rakhiyal
Mon, Nov 18, 2019 19:38:10 pm
Pollutant AQI
PM10 173 Moderate
PM2.5 242 Poor
Airport
Mon, Nov 18, 2019 19:38:10 pm
Pollutant AQI
PM10 177 Moderate
PM2.5 240 Poor
GIFT City
Mon, Nov 18, 2019 19:38:10 pm
Pollutant AQI
PM10 162 Moderate
PM2.5 238 Poor
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે