ટ્વિટર પર કેમ ટ્રેન્ડિંગ થઈ રહ્યું છે #Arrest Kohli? તેમાં વિરાટની શું ભૂલ? જાણો સમગ્ર મામલો
#ArrestKohli Trending on Twitter : દરેક ભારતીયના મનમાં સવાલ થઇ રહ્યો છે કે આખરે વિરાટે એવી શું ભૂલ કરી દીધી છે કે જેને લઇને તેમણે ધરપકડ કરવાની માંગ સોશિયલ મીડિયા પર થવા લાગી છે. આવો અમે તમને સમગ્ર પ્રકરણ વિશે જણાવીએ.
Trending Photos
#ArrestKohli Trending on Twitter : વિરાટ કોહલી અત્યારે ઓસ્ટ્રેલિયામાં છે અને પુરી તાકાત સથે વર્લ્ડ કપની તૈયારીમાં લાગેલા છે. વિરાટ પહેલાં જ એ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે તેમના માટે આ વર્લ્ડકપ કેટલો મહત્વપૂર્ણ છે. તે આ વખતે ઓસ્ટ્રેલિયાની ધરતી પર લાંબા સમયથી આઇસીસી ખિતાબ જીતી દુકાળનો અંત આણશે. એક તરફ પૂર્વ ભારતીય કેપ્ટન સહિત આખી ટીમ તૈયારીઓમાં લાગેલી છે, તો બીજી તરફ સોશિયલ મીડિયા પર નજર કરીએ તો અરેસ્ટ વિરાટ કોહલી ટ્રેંડ કરી રહ્યું છે.
એવામાં સવાલ ઉદભવો જરૂરી છે કે આખરે ભારતથી હજારો કિલોમીટર દૂર બેઠેલા વિરાટે એવી શું ભૂલ કરી દીધી છે કે જેને લઇને તેમણે ધરપકડ કરવાની માંગ સોશિયલ મીડિયા પર થવા લાગી છે. આવો અમે તમને સમગ્ર પ્રકરણ વિશે જણાવીએ.
સોશિયલ મીડિયામાં હાલ #Arrest Kohli ટ્રેન્ડિંગમાં છે. તેનું કારણ એ છે કે તમિલનાડુમાં વિરાટ કોહલીનાં એક ફેને કોહલીની મજાક ઉડાવવા બદલ પોતાનાં જ મિત્રની હત્યા કરી દીધી. સોશિયલ મીડિયામાં ખેલાડીઓનાં ફેન્સ વચ્ચે ઘણી વાર ચકમક ઝરતી હોય છે. પણ કોઈ ખેલાડીના ફેન દ્વારા બદલો લેવા હત્યા કરવામાં આવી હોય, તે કદાચ પહેલી ઘટના છે. આ એક આત્યંતિક ઘટના છે. કોહલી અને રોહિત શર્માને સોશિયલ મીડિયામાં કરોડો ફેન્સ ફોલો કરે છે. પણ ફેન્સમાં આ પ્રકારની દુશ્મનાવટ ભાગ્યે જ જોવા મળે છે.
This is why we should never cross limits in fanwars. We can never predict someone's mental state and intentions. This is such a disturbing news. #ArrestKohli pic.twitter.com/EH8DksSXjL
— ` (@FourOverthrows) October 15, 2022
આ ઘટનાના પડઘા એવા પડ્યા કે સોશિયલ મીડિયામાં યુઝર્સ #Arrest Kohli હેશ ટેગ સાથે ટ્વિટ કરવા લાગ્યા. થોડા જ સમયમાં #Arrest Kohli ટ્રેન્ડ કરવા લાગ્યું.
શા માટે કરાઈ હત્યા?
તમિલનાડુ પોલીસનું માનીએ તો 24 વર્ષનો મૃતક પી વિજ્ઞેશ અને આરોપી એસ. ધર્મરાજ ઘટના સમયે નશાની હાલતમાં હતા. મૃતકે જ્યારે RCB અને વિરાટ કોહલીની મજાક ઉડાવવાનું શરૂ કર્યું, ત્યારે આરોપીએ પિત્તો ગુમાવ્યો હતો અને પોતાનાં જ મિત્રની બેટનાં ફટકા મારીને હત્યા કરી દીધી.
મૃતક વિજ્ઞેશ IPLમાં મુંબઈ ઈન્ડિયન્સને સપોર્ટ કરતો હતો, જ્યારે ધર્મરાજ RCBનો સપોર્ટર હતો. પોલીસનું માનીએ તો ધર્મરાજ બોલતી વખતે હકલાતો હતો, જે બદલ વિજ્ઞેશ તેની મજાક ઉડાવતો. ઘટનાનાં દિવસે વિજ્ઞેશે ધર્મરાજની હકલાવાની આદતની નકલ કરતા RCB ટીમ વિશે ટિપ્પણી કરી હતી. જેના કારણે ધર્મરાજ રોષે ભરાયો અને વિજ્ઞેશ પર પહેલાં બોટલ વડે હુમલો કર્યો અને પછી તેના માથામાં ક્રિકેટના બેટ વડે ફટકો માર્યો હતો. આમ કર્યા બાદ ધર્મરાજ તુરંત ત્યાંથી નાસી છૂટ્યો હતો.
આ ઘટના એવા સમયે બની છે, જ્યારે 16મી ઓક્ટોબરથી ઓસ્ટ્રેલિયામાં T20 World Cupની શરૂઆત થઈ રહી છે. રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન છે. આ જ કારણ છે કે તમિલનાડુની ઘટના સમગ્ર દેશમાં ચર્ચિત બની છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે