OMG! શોખથી ખવાતી આ દાળ 'નોન વેજ' છે? જાણો શાં માટે બ્રાહ્મણો ખાવાનું ટાળે છે

સામાન્ય રીતે શાકાહારી  ભોજનનો અર્થ શું થાય...દાળ, ભાત, શાક, રોટલી વગેરે. પરંતુ જો કોઈ દાળ ઉપર જ સવાલ ઉઠે તો શાકાહારી ભોજન કરનારા શું કરે. પરંતુ આ વાત સાચી છે. એક દાળ એવી છે જે નોન વેજ સમાન ગણાય છે.

OMG! શોખથી ખવાતી આ દાળ 'નોન વેજ' છે? જાણો શાં માટે બ્રાહ્મણો ખાવાનું ટાળે છે

સામાન્ય રીતે શાકાહારી  ભોજનનો અર્થ શું થાય...દાળ, ભાત, શાક, રોટલી વગેરે. પરંતુ જો કોઈ દાળ ઉપર જ સવાલ ઉઠે તો શાકાહારી ભોજન કરનારા શું કરે. પરંતુ આ વાત સાચી છે. એક દાળ એવી છે જે નોન વેજ સમાન ગણાય છે. હિન્દુ ધર્મમાં લાલ મસૂરની દાળને તામસી ભોજન તરીકે ગણાવવામાં આવી છે. હિન્દુ ધર્મમાં આવી તામસી પ્રકૃતિની વસ્તુઓ ખાવાની મનાઈ કરવામાં આવે છે જેમ કે લસણ, ડુંગળી વગેરે. કારણ કે તે માંસાહાર સમાન ગણાય છે. આથી સાધુ સંતો અને બ્રાહ્મણો સામાન્ય રીતે આવી વસ્તુઓનું સેવન ટાળે છે. 

લાલ મસૂરની દાળ શાકાહાર કરતા લોકો ખાતા નથી. આ સાંભળવામાં થોડું વિચિત્ર લાગે પરંતુ સાચું છે કે જે સાધુ સંત વૈષ્ણવ પદ્ધતિનું પાલન કરે છે તેઓ ભૂલેચૂકે ક્યારેય લાલ મસૂરની દાળ ખાતા નથી. લાલ મસૂરની દાળ વિશે એવું કહેવાય છે કે તે માંસાહારી ભોજન, ડુંગળી અને લસણની જેમ જ સુસ્તી અને નકારાત્મક ભાવનાઓને વધારે છે. આ ઉપરાંત તેના શાકાહાર ન માનવા પાછળ પણ અનેક માન્યતાઓ છે. શું છે તે માન્યતાઓ ખાસ જાણો. 

એક લોકવાયિકા મસૂર દાળને દિવ્ય ગાય કામધેનુના લોહી સાથે જોડે છે. એવું કહેવાય છે કે આ છોડ તે જગ્યા પર થાય છે જ્યાં હુમલો થયા બાદ કામધેનુ ગાયનું લોહી વહ્યું હતું. હિન્દુ ધર્મ ગ્રંથોમાં કામધેનુ ગાયને એક દિવ્ય ગાય તરીકે ગણાવવામાં આવી છે. આ ગાય મહાસાગરના મંથનથી નીકળી હતી. કામધેનુ ગાય કોઈ પણ ઈચ્છાને પૂરી કરવાની ક્ષમતા ધરાવે છે અને તેને સમૃદ્ધિ અને સંપન્નતા સાથે જોડવામાં આવે છે. વિવિધ ગ્રંથોમાં તેની ઉત્પતિનું વર્ણન કરાયું છે. 

બ્રાહ્મણ કેમ માને છે  તામસી?
જણાવવામાં આવ્યું છે કે તેને દેવતાઓએ જમદગ્નિ અને વિશિષ્ઠ જેવા ઋષિઓને ઉપહાર તરીકે આપી હતી. તેમણે કામધેનુ ગાયનો ઉપયોગ અનુષ્ઠાન કરવામાં અને પોતાની જરૂરિયાતો પૂરી કરવામાં કર્યો હતો. કિવંદિતી મુજબ શક્તિશાળી રાજા સહસ્ત્રબાહુએ ઋષિ  જમદગ્નિના આશ્રમથી કામધેનુ ગાયને ચોરી કરવાનો પ્રયત્ન કર્યો.ત્યારબાદ  થયેલા સંઘર્ષમાં રાજા સહસ્ત્રબાહુ અર્જૂને કામધેનુ પર બાણોથી હુમલો કર્યો. એવું કહેવાય છે કે જ્યાં પણ કામધેનુ ગાયનું લોહી જમીન પર પડ્યું ત્યાં લાલ મસૂર દાળનો છોડ ઉગી ગયો. આથી મસૂર દાળને સીધી દિવ્ય ગાયના કષ્ટ અને બલિદાન સાથે જોડવામાં આવે છે. આ કારણે બ્રાહ્મણ તેને તામસી ભોજન ગણે છે. 

રાહુ સાથે પણ કનેક્શન?
એવી પણ માન્યતા છે કે જ્યારે ભગવાન વિષ્ણુએ સ્વરભાનુ નામના દૈત્યનું માથું વાઢ્યું તો તે મર્યો નહીં પરંતુ તેનું શરીર બે ભાગમાં વહેંચાઈ ગયું. તેનું માથું રાહુ અને ધડ કેતુ ગણાય છે. એવું માનવામાં આવે છે કે માથું કપાઈ જવાથી જે લોહી ઉડ્યું તેનાથી લાલ મસૂરની દાળ ઉત્પન્ન થઈ. આ કારણ છે કે સાધુ અને સંતો તથા વૈષ્ણવ પદ્ધતિને માનનારા લાલ મસૂરની દાળને માંસાહાર તરીકે જુએ છે અને ભૂલેચૂકે ખાતા નથી. 

હાઈ પ્રોટીન
લાલ મસૂરની દાળ હાઈ પ્રોટીનવાળી વસ્તુ ગણાય છે. જેના કારણે આહાર સંબંધિત પ્રભાવના મામલે તેની સરખામણી માંસ સાથે થાય છે. હાઈ પ્રોટીન હોવાના કારણે લાલ મસૂરની દાળ કામ શક્તિને પ્રોત્સાહિત કરે છે અને સાથે સાથે ક્રોધ પણ વધારે છે. લાલ મસૂરની દાળ ખાવાથી મનમાં ઉગ્રતાનો ભાવ આવે છે. લાલ મસૂર વિશે કહેવાય છે કે તે સુસ્તીને વધારે છે. આ તમામ ચીજો સાધુ સંતો અને બ્રાહ્મણ માટે ઠીક નથી આથી પ્રાચીન કાળથી જ આપણા વિદ્વાનોએ લાલ મસૂરની દાળને ખાવાની ના પાડી છે. 

કાળા જાદુમાં ઉપયોગ?
લાલ મસૂરની દાળ અને તેનાથી બનેલા વ્યંજનો તામસી પ્રકૃતિના ગણાય છે. આ સાથે જ તેનો ઉપયોગ તંત્ર મંત્રન ઉપાયોમાં પણ થાય છે. તેની પાછળનું કારણ એ છે કે જ્યાં મૂળ રીતે માંસાહારનો ઉપયોગ થતો નથી ત્યાં આ દાળ અને તેના વ્યંજનોનો ઉપયોગ માંસાહાર તરીકે થાય છે. હિન્દુ પૌરાણિક કથાઓ અને સાંસ્કૃતિક પ્રથાઓમાં નિહિત અનેક કારણોથી દેવી કાલીને લાલ મસૂરની દાળ ચઢાવવામાં આવે છે. તેને ખાસ કરીને કાલી પૂજા જેવા અનુષ્ઠાનો દરમિયાન દેવીને ચડાવવા માટે ઉપયોગમાં લેવાય છે. 

એવી જ માન્યતાઓ મુજબ લાલ મસૂરની દાળ હિન્દુ સંસ્કૃતિમાં બેવડી સ્થિતિ ધરાવે છે.તેને તામસિક ભોજન તરીકે વર્ગીકૃત કરવાના કરાણે મોટાભાગે સાધકો અને તપસ્વીઓ તેનું સેવન ટાળે છે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી મીડિયા રિપોર્ટ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news