Surya Gochar 2023: આ દિવસે સૂર્ય કરશે સ્વરાશિમાં પ્રવેશ, આ 4 રાશિઓના જીવનમાં દોઢ મહિનો થશે ધન વર્ષા

Surya Gochar 2023: 17 ઓગસ્ટ 2023થી રાશિચક્રની મેષ, મિથુન, કન્યા, ધન રાશિના લોકો માટે સમય બદલી જવાનો છે. સૂર્યના સિંહ રાશિમાં પ્રવેશ સાથે જ આ રાશિના લોકોના ભાગ્યના બંધ દરવાજા ખુલી જશે. આ સમય એવો હશે જેમાં અચાનક ચારેતરફથી બસ લાભ જ લાભ થતો જોવા મળશે.

Surya Gochar 2023: આ દિવસે સૂર્ય કરશે સ્વરાશિમાં પ્રવેશ, આ 4 રાશિઓના જીવનમાં દોઢ મહિનો થશે ધન વર્ષા

Surya Gochar 2023: વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્યને ગ્રહોના રાજા કહેવાય છે. સૂર્ય નેતૃત્વની ક્ષમતા ઈચ્છા શક્તિ માન સન્માન કારકિર્દી અને સ્વાભિમાનનું પ્રતિક હોય છે. સૂર્ય જ્યારે પણ રાશિ પરિવર્તન કરે છે ત્યારે તેનો પ્રભાવ એટલો હોય છે કે તે કોઈ પણ વ્યક્તિનું ભાગ્ય પણ બદલી શકે. સૂર્ય ગોચર વ્યક્તિના ભાગ્યના બંધ દરવાજા ખોલી શકે છે. આવું 17 ઓગસ્ટ થી થવા જઈ રહ્યું છે.

17 ઓગસ્ટ 2023 ના રોજ સૂર્ય સ્વરાશિ સિંહના પ્રવેશ કરશે. સૂર્યના આગોચર થી 12 રાશિના જાતકોના જીવન પર પ્રભાવ પડશે. પરંતુ ચાર રાશિ એવી છે જેમની તો લોટરી લાગી જશે. સૂર્યના રાશિ પરિવર્તનથી આ ચાર રાશિના લોકોને અચાનક ધનલાભ થશે અને અનેક શુભ સમાચાર પ્રાપ્ત થશે. તો ચાલો તમને જણાવીએ આ 4 ભાગ્યશાળી રાશિ કઈ કઈ છે.

સૂર્ય ગોચર 2023 નો પ્રભાવ

આ પણ વાંચો:

મેષ રાશિ

મેષ રાશિના જાતકોને સંતાન તરફથી ખુશખબરી મળી શકે છે. પારિવારિક સંબંધો સારા રહેશે. તમારી એકાગ્રતા અને ઊર્જા વધશે. કાર્ય સ્થળ પર કરેલા મહેનત ફળ આપશે. 

મિથુન રાશિ

માર્કેટિંગ સોશિયલ મીડિયા કે કન્સલ્ટન્ટ તરીકે નોકરી કરતા લોકોને સૂર્યનું ગોચર અત્યંત લાભ કરાવશે. તેમની કોમ્યુનિકેશન સ્ટીલના કારણે તેમની કારકિર્દી સાતમાં આસમાને પહોંચશે. ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે. મહત્વના કામમાં ભાઈ બહેન અને પરિવારનું સમર્થન મળશે. 

આ પણ વાંચો:

કન્યા રાશિ

સૂર્ય ગોચર થી કન્યા રાશિના લોકોને પણ લાભ થશે. વિદેશ જવાની તક પણ મળી શકે છે. કોર્ટ કચેરીના કેસમાં નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે. સરકારી નોકરીની તૈયારી કરતા વિદ્યાર્થીઓને સફળતા મળશે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા થઈ શકે છે તેથી ખાન પાનનું ધ્યાન રાખવું.

ધન રાશિ

ધન રાશિના લોકોને પણ સૂર્યનું ગોચર લાભ કરાવશે. આ રાશિના લોકો પોતાની વાતચીત દ્વારા અન્યને પ્રભાવિત કરવામાં સફળ થશે. સાહસ અને આત્મવિશ્વાસમાં વધારો થશે. ધાર્મિક ગતિવિધિઓમાં રુચિ વધશે. તીર્થ સ્થળ પર યાત્રા માટે જઈ શકો છો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news