Gujarat Rain Prediction: બહુ જલદી બનશે ટ્રોપીકલ સ્ટ્રોમ જે ગુજરાતમાં લાવશે ભારે વરસાદ! મેઘરાજા મચાવશે તરખાટ

Gujarat Weather Prediction: આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું છે કે પેસિફિક મહાસાગર ઉપર ટ્રોપીકલ સ્ટ્રોમ બનતા જેની બંગાળના ઉપસાગર ઉપર અસર કરશે. એક પછી એક બંગાળના ઉપસાગરમા સિસ્ટમ બનતા બંગાળાના ઉપસાગરમાં ભારે હલચલ થશે. જેના કારણે પણ ગુજરાતમાં વરસાદ પડશે. 

Gujarat Rain Prediction: બહુ જલદી બનશે ટ્રોપીકલ સ્ટ્રોમ જે ગુજરાતમાં લાવશે ભારે વરસાદ! મેઘરાજા મચાવશે તરખાટ

All India Weather Forecast: હવામાન વિભાગે આજે ઉત્તરાખંડમાં ભારેથી અતિભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યના નૈનીતાલ, ચંપાવત, ઉધમસિંહ નગર અને પૌડીમાં ભારેથી અતિ ભારે વરસાદની સ્થિતિ બનેલી છે. હવામાન વિભાગનું આકલન છે કે રાજ્યમાં સતત રિમઝિમ વરસાદના આસાર નથી પરંતુ અચાનક ભારે વરસાદ અને વાદળ ફાટવાની આશંકા છે. વિભાગે 15 ઓગસ્ટ સુધી લોકોને સતર્ક રહેવાનું અને નદી નાળાથી દૂર રહેવાની અપીલ કરી છે. ગુજરાત માટે હવામાન ખાતાએ શું આગાહી કરી છે તે પણ જાણો અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે શું કહ્યું છે  તે પણ ખાસ જાણો. 

આ 3 રાજ્યોમાં કોહરામ મચાવશે વરસાદ
હવામાન વિભાગના જણાવ્યાં મુજબ આગામી 5 દિવસ સુધી ઉત્તરાખંડ, બિહાર, સિક્કિમ, અને અરુણચાલ પ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે આગામી એક સપ્તાહ દરમિયાન દેશના અન્ય હિસ્સાઓમાં હળવા વરસાદની શક્યતા છે. ઉત્તરાખંડમાં 13 ઓગસ્ટ સુધી અલગ અલગ સ્થળો પર ભારેથી અતિભારે વરસાદના એંધાણ છે. ઉત્તર પશ્ચિમ ભારતમાં હળવાથી મધ્યમ સ્તરના છૂટાછવાયા વરસાદની શક્યતા છે. જ્યારે પૂર્વ ભારતમાં હળવાથી મધ્યમ સ્તરનો વરસાદ પડી શકે છે.

લેટેસ્ટ અપડેટ 
હવામાન વિભાગના જણાવ્યાં મુજબ ઉપહિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં બુધવારે રવિવાર સુધી અલગ અલગ સ્થળો પર ભારે વરસાદ પડવાની શક્યતા છે. ઝારખંડ અને સિક્કિમમાં બુધવાર, શનિવાર અને રવિવારે અલગ અલગ સ્થળો પર ભારે વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે બિહારમાં આજના દિવસે અલગ અલગ સ્થળો પર વધુ ભારે વરસાદ પડી શકે છે. આગામી પાંચ દિવસોમાં અરુણાચલ પ્રદેશ, અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં અલગ અલગ સ્થળો પર ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. મધ્ય, પશ્ચિમ અને દક્ષિણ ભારતમાં આગામી સાત દિવસ સુધી વરસાદની ગતિવિધિ ઓછી રહેવાની અપેક્ષા છે. 

ગુજરાતમાં વરસાદની આગાહી
 હવામાન વિભાગે આગામી 5 દિવસ ગુજરાતમાં કેવો વરસાદ રહેશે તે અંગેનું પૂર્વાનુમાન કર્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 92 ટકા વરસાદ નોંધાયો છે. જો કે ગુજરાતમાં 33 જિલ્લામાં મોટા ભાગના જિલ્લામાં સામાન્ય કરતા વધુ વરસાદ નોંધાઈ ગયો છે. પરંતુ તેમ છતા અમુક જિલ્લામાં એવા છે. અત્યાર સુધીમાં વરસાદ પડવો જોઈએ તેના કરતા ઓછો વરસાદ પડ્યો છે. 

હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદ કેવો રહેશે તે અંગે પૂર્વાનુમાન કરતા કહ્યું છે કે હાલના તબક્કે રાજ્યમાં 93 ટકા વરસાદ થયો છે. રાજ્યમાં હાલ જરૂરિયાત કરતા 50 ટકા વધુ વરસાદ થયો છે. તેમણે કહ્યું કે હાલ ગુજરાતમાં વરસાદ લાવે એવી એકેય વરસાદી સિસ્ટમ અસ્તિત્વમાં નથી. રાજ્યના કોઈપણ વિસ્તારમાં સામાન્ય છૂટો છવાયો વરસાદ આવી શકે છે. રાજ્યમાં હાલ ક્યાંય નોંધપાત્ર વરસાદની આગાહી નથી. 

શું કહે છે અંબાલાલની આગાહી
બીજી બાજુ હવામાન નિષ્ણાંત અને આગાહીકાર અંબાલાલ પટેલનું ઓગસ્ટમાં વરસાદ અંગે શું માનવું છે એ પણ જાણો. તેમણે કહ્યું કે ગુજરાતમાં ભલે જુલાઈ કરતા ઓછો વરસાદ રહેશે, પરંતું ઓગસ્ટનો ચોથો રાઉન્ડ પણ ભારે વરસાદ લાવશે. આ સાથે જ તેઓએ ઓગસ્ટમાં કેમ વરસાદ ઓછો રહેશે તેનુ કારણ પણ જણાવ્યું. અંબાલાલ પટેલે આગાહી કરી કે, જુલાઈની સરખામણીએ ઓગસ્ટમાં વરસાદ ઓછો રહેશે. જો કે ઓગસ્ટમાં પણ વરસાદના ભારે ઝાપટા રહી શકે છે. હાલ વાતાવરણની વાત કરીએ તો, બંગાળાના ઉપસાગરમાંથી વેલમાર્ક લો પ્રસરે ઓગસ્ટના વરસાદી સિસ્ટમને ખોરવી નાંખી છે. આ ઉપરાંત પૂર્વીય દેશોમાં એક ચક્રવાતે બંગાળાના ઉપસાગરનો બધો વરસાદ ખેંચી લીધો છે. અને આ જ કારણથી વાતાવરણમાં ભેજ ઓછો છે. ગુજરાત અને મધ્યપ્રદેશ તરફ વરસાદ ઓછો પડશે. તેમણે કહ્યું કે, સોમાલીયા તરફથી આવતા ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના લીધે ગુજરાતમાં હળવા ઝાપટા પડી રહ્યા છે. આ પવનનું જોર આગામી 10 તારીખ સુધી રહી શકે છે. 

વધુમાં તેમણે કહ્યું કે  હાલ ગુજરાતનાં કચ્છની બોર્ડર નજીકના ભાગો, અરવલ્લી, સાબરકાંઠા, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતનાં વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. તો દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં હળવાથી ભારે ઝાપટા વરસી શકે છે. 1 હજાર મિલિબારથી હવાનું દબાણ ઓછું રહેતા, કચ્છના ભાગોમાં ભારે પવનનું જોર રહી શકે છે. તો કચ્છમાં 40-45 km/h ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ઉત્તર ગુજરાતનાં ભાગોમાં 20-25 km/h નો પવન ફૂંકાઈ શકે છે. 

બનશે ટ્રોપીકલ સ્ટ્રોમ!
હવામાન શાસ્ત્રીએ વધુમાં જણાવ્યું કે, 19 થી 21 ઓગસ્ટ દરમિયાન બંગાળની ખાડીમાં મજબૂત સિસ્ટમ બનશે, જે ગુજરાતમાં વરસાદ લઈને આવશે. પેસિફિક મહાસાગર ઉપર ટ્રોપીકલ સ્ટ્રોમ બનતા જેની બંગાળના ઉપસાગર ઉપર અસર કરશે. એક પછી એક બંગાળના ઉપસાગરમા સિસ્ટમ બનતા બંગાળાના ઉપસાગરમાં ભારે હલચલ થશે. જેના કારણે પણ ગુજરાતમાં વરસાદ પડશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news