Guru Gochar: આજથી 1 વર્ષ સુધી આ લોકો પર વરસશે ધન, વર્ષના સૌથી મોટા ગોચરથી 4 રાશિઓ બનશે અમીર
Guru Gochar: ગુરુ ગ્રહ એક વર્ષ સુધી વૃષભ રાશિમાં ગોચર કરશે. આ રાશિ પરિવર્તન પછી 12 જૂને ગુરુ ગ્રહ રોહિણી નક્ષત્રમાં ગોચર કરશે. ત્યારબાદ 9 ઓક્ટોબરથી ગુરુ વક્રી થશે અને 4 ફેબ્રુઆરી 2025 થી ફરીથી માર્ગી થશે. અને અંતે 14 મે 2025 ના રોજ ગુરુ ગ્રહ મિથુન રાશિમાં પ્રવેશ કરશે. ત્યાં સુધી આ 4 રાશિના લોકો પર ગુરુ કૃપા રહેશે.
Trending Photos
Guru Gochar: 1 મે 2024 ના રોજ વર્ષનું સૌથી મોટું ગોચર થયું છે. પંચાંગ અનુસાર 1 મે ના રોજ ગુરુ ગ્રહે વૃષભ રાશિમાં પ્રવેશ કર્યો છે. મેષ રાશિમાંથી નીકળી ગુરુ ગ્રહે વૃષભ રાશિમાં પ્રવેશ કર્યો તે વર્ષની સૌથી મોટી જ્યોતિષીય ઘટના છે. આ ગોચરની અસર 12 રાશિઓ પર પડશે. ગુરુ ગ્રહના રાશિ પરિવર્તનથી મેષ થી મીન સુધીની રાશિઓ પર અસર થશે. જો કે 4 રાશિઓ એવી છે જેને આગામી 1 વર્ષ સુધી સતત લાભ જ લાભ થતો રહેશે.
ગુરુ ગ્રહ એક વર્ષ સુધી વૃષભ રાશિમાં ગોચર કરશે. આ રાશિ પરિવર્તન પછી 12 જૂને ગુરુ ગ્રહ રોહિણી નક્ષત્રમાં ગોચર કરશે. ત્યારબાદ 9 ઓક્ટોબરથી ગુરુ વક્રી થશે અને 4 ફેબ્રુઆરી 2025 થી ફરીથી માર્ગી થશે. અને અંતે 14 મે 2025 ના રોજ ગુરુ ગ્રહ મિથુન રાશિમાં પ્રવેશ કરશે. ત્યાં સુધી આ 4 રાશિના લોકો પર ગુરુ કૃપા રહેશે.
ગુરુ ગ્રહનું રાશિ પરિવર્તન
મેષ રાશિ
મેષ રાશિમાંથી નીકળી ગુરુ ગ્રહ વૃષભમાં પ્રવેશ કરશે. પરંતુ મેષ રાશિના લોકોને ગુરુ આ સમય દરમિયાન મોટો લાભ કરાવશે. આ રાશિના લોકોને કાર્યોમાં સફળતા મળશે અને મોટો ધન લાભ પણ થશે. ધન પ્રાપ્તિના નવા રસ્તા ખુલશે.
કર્ક રાશિ
ગુરુનું રાશિ પરિવર્તન કર્ક રાશિના લોકો માટે લાભદાયી રહેશે. ગુરુ ગ્રહની કૃપાથી આગામી 1 વર્ષ કર્ક રાશિના લોકોની આવકમાં વધારો થતો રહેશે. આવકના નવા સ્ત્રોત બનશે. દરેક ક્ષેત્રમાંથી સફળતા મળતી રહેશે.
સિંહ રાશિ
દેવગુરુ બૃહસ્પતિનું ગોચર સિંહ રાશિના લોકો માટે લાભકારી છે. કારર્કિદીમાં મોટી સફળતા મળી શકે છે. જે કાર્ય હાથમાં લેશો તેમાં લાભ થશે. પ્રમોશન, ટ્રાંસફર મળી શકે છે. જે લાભની રાહ જોઈ રહ્યા હતા તે લાભ પ્રાપ્ત થશે. ધન લાભના પણ યોગ છે.
કન્યા રાશિ
કન્યા રાશિના લોકોને ગુરુ શાનદાર સમય આપશે. આ રાશિના લોકોને દરેક ડગલે ભાગ્ય સાથ આપશે. બગડેલા કામ બનશે. અચાનક ક્યાંકથી ધન લાભ થશે. જો કે ખર્ચ પણ વધી શકે છે. આ 1 વર્ષ દરમિયાન ધન સંબંધિત સમસ્યા નહીં થાય. કરિયર માટે સૌથી સારો સમય.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે