દ્વારકા મંદિર પર ચઢાવાતી ધજાનું છે ઐતિહાસિક મહત્વ, આવી છે તેની સાથે જોડાયેલી માન્યતા
Dwarkadhish Temple : દ્વારકા નગરીમાં ધજાનું અનેરું મહત્વ છે. આ મહત્વ પાછળ કેટલીક માન્યતાઓ છે. કહેવાય છે કે, દ્વારકા મંદિરમાં આઠ પટરાણીઓ છે ધ્વજા છે એ રાધાનું રૂપ છે. ધ્વજાનું રંગ ભલે બદલે, પરંતુ ધ્વજા પર લગાવવામાં આવતા ચાંદ અને સૂરજ નથી બદલતા
Trending Photos
Gujarat Temples જયદીપ લાખાણી/દ્વારકા : દ્વારકાના જગતમંદિરનો બે વર્ષમાં બીજીવાર ધ્વજદંડ તૂટ્યો, જેના કારણે વૈકલ્પિક જગ્યાએ ધજાનું આરોહણ કરાયું હતું. બે વર્ષ પહેલાં 13 જુલાઈ 2021ના રોજ દ્વારકાધીશ મંદિર પર વીજળી પડતાં જગતમંદિરના શિખર પર ધ્વજદંડ ક્ષતિગ્રસ્ત થયો હતો.જ્યાં ધજા અને દંડની પાટલીને નુકસાન પહોંચ્યું હતું, જો કે તેનું બાદમાં સમારકામ કરાયું હતું. ત્યારે શનિવારે પણ ધ્વજદંડનો ઉપરનો ભાગ અચાનક તુટી પડતાં ધ્વજદંડ પર ઉપરના ભાગે ધ્વજારોહણ શક્ય ન હોવાથી સમારકામ ન થાય ત્યાં સુધી વૈકલ્પિક જગ્યાએ ધજાજીનું આરોહણ કરાયું છે. મહત્વનું છે કે એક તરફ જ્યાં 6 ધજા ચડાવવાનો વિવાદ ચાલી રહ્યો છે, ત્યાં જ ધ્વજદંડ તૂટી જતાં લોકો અનેક તર્ક-વિતર્ક લગાવી રહ્યા છે. આમાં આપણે જાણી કે કેમ વારંવાર તૂટે છે ધજાનો દંડ અને ધજા સાથે કૃષ્ણની આ દ્વારિકા નગરીની શુ માન્યતા જોડાયેલી છે.
દ્વારકાની ધજા શું સૂચવે છે
દ્વારકા નગરીમાં ધજાનું અનેરું મહત્વ છે. આ મહત્વ પાછળ કેટલીક માન્યતાઓ છે. કહેવાય છે કે, દ્વારકા મંદિરમાં આઠ પટરાણીઓ છે ધ્વજા છે એ રાધાનું રૂપ છે. ધ્વજાનું રંગ ભલે બદલે, પરંતુ ધ્વજા પર લગાવવામાં આવતા ચાંદ અને સૂરજ નથી બદલતા. એવું માનવામાં આવે છે કે જ્યાં યુધી ચંદ્ર અને સૂરજ છે ત્યાં સુધી શ્રી કૃષ્ણ રહેશે અને ભક્તોનો અતૂટ સંબંધ બંધાયેલો રહેશે. માનવામાં આવે છે જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર છે ત્યાં સુધી ભગવાન દ્વારકાધીશનું નામ રહેશે. એટલા માટે ભગવાન દ્વારકાધીશના મંદિર ઉપર ધ્વજા ચંદ્ર અને સૂર્ય વાળી ધ્વજા ચડાવવામાં આવે છે.
દ્વારકા ઉપર ૫૬ પ્રકારના યાદવોએ રાજ કર્યું હતું. તે બધાને પોતાના મહેલ હતા. પોતાની નિશાની રૂપ અહીં ધ્વજા પણ હતી. યાદવો પૈકી શ્રી કૃષ્ણ, બલરામજી, અનિરુદ્ધજી અને પ્રદ્યુમનજી ભગવાનના અંશ માનવામાં આવતા એટલા માટે ચારેય યાદવોના મંદિર બનાવવામાં આવ્યાં. 52 જેટલા યાદવોના પ્રતિતરૂપે અહી મંદિર પર 52 ગજની ધ્વજા ચડવામાં આવે છે.
આપણે અસંખ્યવાર જોયુ છે કે કુદરતી હોનારતોમા મંદિરની ધજાની જગ્યા બદલવામા આવે છે. કુદરતી હોનારતને કારણે ક્યારેક સ્થળ બદલવું પડે છે. તો ધણીવાર ધજા દંડ ખંડિત થયાનું પણ સંભળાય છે. ખરાબ વાતાવરણને કારણે ધ્વજા દંડ ખંડિત થયું હોય તેવુ અનેકવાર જોયું હોય છે. કારણ કે, દવજા દંડ સોપારીના વૃક્ષમાંથી બનવવામાં આવે છે. અગાઉ વીજળી પાડવથી ધ્વજા દંડ ખંડિત થયો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે