પાણીને માત્ર પીવો નહીં પણ ખાવ! આ ચીજો પુરી કરશે તમારા શરીરમાં પાણીની કમી

શરીર માટે પાણી કેટલું જરૂરી છે તે આપણે સૌ કોઈ જાણીએ છીએ. જો ભરપૂર માત્રામાં પાણી પીવામાં આવે તો મોટાભાગની બિમારીથી બચી શકાય છે. ઘણી બિમારીઓ એવી છે કે જે પાણીની અછતના કારણે સર્જાય છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે, પાણીની સાથે એવી ઘણી ચીજવસ્તુ છે જેનું સેવન કરવાથી પાણીની કમી પૂરી કરી શકાય છે.

પાણીને માત્ર પીવો નહીં પણ ખાવ! આ ચીજો પુરી કરશે તમારા શરીરમાં પાણીની કમી

Drinking Water: પાણીને માત્ર પીવો નહીં પણ ખાઓ....જાણીને નવાઈ લાગશે પણ આ હકીકત છે. કઈ રીતે એ પણ જાણો. હાલ ભલે ચોમાસુ ચાલી રહ્યું હોય પરુંતુ ચોમાસામાં ઘણીવાર લોકોને ગભરામણ થતી હોય છે. જ્યારે ગરમીની સિઝનમાં તો બોડીને ડીહાઈડ્રેટ રાખવી ખુબ જરૂરી છે. આવી સ્થિતિમાં આ ટેકનિક તમને ખુબ કામ લાગશે.

શરીર માટે પાણી કેટલું જરૂરી છે તે આપણે સૌ કોઈ જાણીએ છીએ. જો ભરપૂર માત્રામાં પાણી પીવામાં આવે તો મોટાભાગની બિમારીથી બચી શકાય છે. ઘણી બિમારીઓ એવી છે કે જે પાણીની અછતના કારણે સર્જાય છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે, પાણીની સાથે એવી ઘણી ચીજવસ્તુ છે જેનું સેવન કરવાથી પાણીની કમી પૂરી કરી શકાય છે.

પાણીને માત્ર પીવો નહીં પણ ખાવ-
લોકો મોટાભાગે ગરમીમાં શરીરને ડીહાઈડ્રેટ કરવા માટે પાણી સિવાય કોફી, સોડા, સ્મૂદી, ફ્લેવર્ડ દૂધ, વાઈન અથવા દારૂનું સેવન કરે છે. પરંતુ આ તમામ ચીજવસ્તુ પાણીની કમીને પૂરી નથી કરતું અને શરીરને વધારે નુકસાન પહોંચાડે છે. તેની જગ્યાએ ખીરા, મૂળા, ટમેટા, કોબીજ, મરચા, તરબૂચ, બ્રોકોલી, પાલક, સ્ટ્રોબેરી અને દ્રાક્ષ જેવા ફળો અને શાકભાજી છે જેમાં પાણી ભરપૂર માત્રામાં હોય છે. આ તમામ 90 ટકા પાણીથી બનેલા હોય છે. 

સાદુ પાણી ન ભાવે તો આ ડ્રિંક્સને કરો ટ્રાય-
પાણીના સ્વાદને બદલવા માટે તેમાં લીંબુ, સંતરા, બૈરીઝ જેવા અન્ય બીજા ફળોનો રસ મેળવી શકો છો. આ ઉપાયથી કદાચ તમે વધારે પાણી પી શકો છો. 

નારિયળના પાણીનો ઉપયોગ-
પાણી સિવાય તમે નાળિયેર પાણીનો પણ ઉપયોગ કરી શકો છે. કેમ કે, તે ખનીજયુક્ત ડ્રિંક્સ મેગ્નેશિયમ, સોડિયમ, પોટેશિયમ અને કેલ્શિયમથી ભરપૂર હોય છે. તે ગરમ તાપમાન અને થાક સામે ઈલેક્ટ્રોલાઈટ્સની કમીને પૂર્ણ કરે છે. ફળોના જ્યુસથી પણ વધારે ફાયદાકારક છે નાળિયેર પાણી. ફળોના જ્યુસમાં કેલેરીની માત્રા પણ વધારે હોય છે. જ્યારે નાળિયેર પાણીમાં કેલેરીની માત્રા ખૂબ ઓછા પ્રમાણમાં છે. 

નાસ્તામાં જમો ઓટ્સ અને ચિયા સિડ્સ-
સવારનો નાસ્તો સૌથી વધારે મહત્વનો હોય છે તે સૌ કોઈ જાણે છે. એટલા માટે જ સવારના નાસ્તામાં હેલ્દી ચીજવસ્તુઓ જેમ કે, ઓટ્સ ખાવું જોઈએ. ઓટ્સ એક સ્વાદિષ્ટ પદાર્થ છે અને સાથે તેમાં તરલ પદાર્થમાં પાણી પણ મળી રહે છે. જો તમે ઓટ્સની સાથે ચિયા સિડ્સ, બ્લૂબેરીઝ અથવા સ્ટ્રોબેરીઝ મેળવો છો તો તમારા શરીરને વધુ માત્રામાં પાણી મળશે. 

ઠંડા પાણીથી ન્હાવ-
ગરમીમાં આપણેને વધારે પરસેવો થાય છે જેથી શરીરમાં પાણીની કમી સર્જાય છે. જો કે, ઠંડા પાણીથી ન્હાવ એટલે પાણીની કમી પૂરી થઈ જાય તેવું નથી. પણ ગરમીમાં ઠંડા પાણીથી ન્હાવાથી શરીરને રાહત થાય છે.  આપણી માસપેશિયોને પણ શાંતિ મળે છે જેનાથી આપણા વિચારોમાં સુધાર આવે છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news