Budh Gochar: બુધના રાશિ પરિવર્તનથી આ 3 રાશિના લોકોને થશે સૌથી મોટો લાભ, ઓક્ટોબર સુધી સમય અતિશુભ

Budh Gochar 2023: બુધ ગ્રહ 25 જુલાઈથી 1 ઓક્ટોબર સુધી સુધી સિંહ રાશિમાં રહેશે. ત્યારબાદ બુધ ગ્રહ કન્યા રાશિમાં ગોચર કરશે. બુધના ગોચરના કારણે 3 રાશિના લોકો ઓક્ટોબર સુધી આનંદમાં રહેશે. આ સમય દરમિયાન તેમને નોકરીમાં નવી તકો મળી શકે છે અને ધન લાભ સાથે વિદેશ પ્રવાસની તકો પણ સર્જાઈ શકે છે.

Budh Gochar: બુધના રાશિ પરિવર્તનથી આ 3 રાશિના લોકોને થશે સૌથી મોટો લાભ, ઓક્ટોબર સુધી સમય અતિશુભ

Budh Gochar 2023: બુદ્ધિ અને તર્કનો કારક ગ્રહ બુધ 25મી જુલાઈ અને મંગળવારના રોજ રાશિ પરિવર્તન કરશે. હાલ બુધ કર્ક રાશિમાં છે 2 દિવસ બાદ એટલે કે 25 જુલાઈના રોજ વહેલી સવારે 04.38 કલાકે બુધ સિંહ રાશિમાં ગોચર કરશે.  બુધ ગ્રહ 25 જુલાઈથી 1 ઓક્ટોબર સુધી સુધી સિંહ રાશિમાં રહેશે. ત્યારબાદ બુધ ગ્રહ કન્યા રાશિમાં ગોચર કરશે. બુધના ગોચરના કારણે 3 રાશિના લોકો ઓક્ટોબર સુધી આનંદમાં રહેશે. આ સમય દરમિયાન તેમને નોકરીમાં નવી તકો મળી શકે છે અને ધન લાભ સાથે વિદેશ પ્રવાસની તકો પણ સર્જાઈ શકે છે.

સિંહ રાશિમાં બુધના ગોચરથી મિથુન, સિંહ અને ધન રાશિને થશે લાભ

આ પણ વાંચો:

મિથુન રાશિ 

સિંહ રાશિમાં બુધનું ગોચર મિથુન રાશિના લોકો માટે શુભ સાબિત થશે. નોકરી અને વ્યવસાય માટે સમય સારો. નોકરી કરતા લોકોને પ્રમોશનનો લાભ મળી શકે છે, તેની અસર તમારી આર્થિક સ્થિતિ પર પણ પડશે. આવકમાં વધારો થવાથી તમે વધુ બચત કરી શકશો. કામની ચિંતાથી મુક્તિ મળશે. બુધના પ્રભાવથી તમારી તર્ક શક્તિ અને નિર્ણય લેવાની ક્ષમતા સારી થઈ શકે છે. તમારો આત્મવિશ્વાસ વધશે. આ સમય દરમિયાન તમે નવી પ્રોપર્ટી ખરીદી શકો છો. રોકાણ પણ કરી શકો છો. પારિવારિક જીવન સુખી અને શાંતિપૂર્ણ રહેશે.

સિંહ રાશિ 

બુધની શુભ અસરના કારણે આ રાશિના લોકો તેમના સપના પૂરા કરી શકશે. તેમનું બધું જ ધ્યાન વધુ ને વધુ પૈસા કમાવવા પર હોઈ શકે છે. કરિયરમાં પ્રગતિ માટે સારો સમય. તમારી આસપાસની દરેક વ્યક્તિ તમારા નેતૃત્વ અને નિર્ણય લેવાની ક્ષમતાની પ્રશંસા કરશે. કાર્યમાં સફળતા મળશે. કરિયરમાં મોટી છલાંગ લગાવવા માટે સમય અનુકૂળ છે.

ધન રાશિ

બુધના ગોચરને કારણે આ રાશિના જાતકોને નવી નોકરીની ઓફર મળી શકે છે.  નોકરીને લઈને વિદેશ પ્રવાસ કરવો પડી શકે છે. નોકરી બદલવા માટે પણ આ યોગ્ય સમય. વેપાર કરતા લોકોને ફાયદો થશે. વેપારને વિસ્તારી શકો છો. વિદ્યાર્થીઓ માટે અતિશુભ સમય.
 

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news