Rain Alert: દેશના આ રાજ્યોમાં હજી 5 દિવસ ચાલશે મેઘતાંડવ, હવામાન વિભાગે કરી ભુક્કા બોલાવે તેવા વરસાદની આગાહી

Rain Alert: રવિવાર માટે પણ હવામાન વિભાગે ઘણા રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં મુશળધાર વરસાદની ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આ રાજ્યમાં લોકોએ સાવચેતી રાખવાની જરૂર રહેશે.
 

Rain Alert: દેશના આ રાજ્યોમાં હજી 5 દિવસ ચાલશે મેઘતાંડવ, હવામાન વિભાગે કરી ભુક્કા બોલાવે તેવા વરસાદની આગાહી

Rain Alert: દેશભરમાં વરસાદનું જોર જોવા મળી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાત, મહારાષ્ટ્ર, હિમાચલ સહિત અનેક રાજ્યોમાં મુશળધાર વરસાદ થઈ રહ્યો છે. તેવામાં મેઘતાંડવ રવિવારે પણ યથાવત રહી શકે છે. મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ અને ગુજરાતમાં ભારે વરસાદે હાહાકાર મચાવ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 5 દિવસ દરમિયાન ભારતમાં અલગ-અલગ રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે.  

આ પણ વાંચો:

મહારાષ્ટ્રના રાયગઢમાં ભારે વરસાદના કારણે આખું ગામ ભૂસ્ખલનની ચપેટમાં આવી ગયું હતું. મુંબઈમાં પણ ભારે વરસાદના કારણે વિવિધ સ્થળોએ પાણી ભરાઈ જવાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. રવિવાર માટે પણ હવામાન વિભાગે ઘણા રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં મુશળધાર વરસાદની ચેતવણી આપવામાં આવી છે. 

મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વરસાદ માટે રેડ એલર્ટ

હવામાન વિભાગે અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં લોકોએ આજે સાવચેતી રાખવાની જરૂર રહેશે. 23મી જુલાઈના રોજ મહારાષ્ટ્ર, ગોવા અને ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે રવિવાર માટે મહારાષ્ટ્રના પાલઘર, થાણે, રાયગઢ, રત્નાગિરી અને સિંધુદુર્ગ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ માટે એલર્ટ જાહેર કર્યું છે.

હિમાચલ, ઉત્તરાખંડ, રાજસ્થાનમાં પણ એલર્ટ જાહેર

હવામાન વિભાગે રાજસ્થાન અને હિમાચલ પ્રદેશ માટે પણ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આ રાજ્યોમાં આગામી ત્રણ દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.  હિમાચલ પ્રદેશ માટે 25 જુલાઈ સુધીના દિવસો ભારે છે. આ સમય દરમિયાન લોકોને પણ સાવચેત રહેવા જણાવવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તરાખંડમાં રવિવારથી આગામી 4 દિવસ સુધી વરસાદ પડશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news