આખું જુનાગઢ જળબંબાકાર : તળેટીના વિસ્તારમાં ઘુઘવતો દરિયો વહેતો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા
Junagadh Flood : જૂનાગઢમાં અનરાધાર વરસાદથી સર્વત્ર તારાજી.. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી વર્ચ્યૂઅલી બેઠક કરી જૂનાગઢની સ્થિતિ અંગે કલેક્ટર પાસેથી મેળવી માહિતી...
Trending Photos
Gujarat Weather Forecast : સૌરાષ્ટ્રમાં વરસાદે તરખાટ મચાવ્યો છે. એમાં પણ જૂનાગઢમાં તો આભ ફાટ્યું. ગિરનાર પર્વત પર 15 ઈંચથી વધુ વરસાદ ખાબકતા તળેટીના વિસ્તારમાં જળતાંડવ સર્જાયું. જૂનાગઢના લોકોએ ક્યારેય ન જોયા હોય તેવા દ્રશ્યો સર્જાયા. શહેરમાં નદી નહીં પણ ઘુઘવાતો દરિયો વહેતો હોય તેવો માહોલ સર્જાયો. પાણીમાં અનેક કાર રમકડાંની જેમ વહી ગઈ, ઘણા પશુઓ તણાઈ ગયા. પાણીના વેગ વચ્ચે કોઈનું કંઈ ન ચાલ્યું.
જૂનાગઢમાં પાણી ભરાતા કલેક્ટર અનિલ રાણાવસિયાએ માહિતી આપી કે, ગિરનાર જંગલમાં પડેલા વરસાદને કારણે સર્વત્ર જુનાગઢમાં પાણી ભરાયા છે. કાળવા નદીમાં આવેલા ભારે પાણીને કારણે પરિસ્થિતિ વણસી છે. મુખ્યમંત્રીએ આ મામલે સમીક્ષા કરી રહ્યાં છે. હાલ 2 NDRF અને રાજકોટ ફાયર બ્રિગેડની 2 ટીમ ફાળવવામાં આવી છે. હજુ પણ જુનાગઢમાં ભારે વરસાદની આગાહી છે. તેથી તંત્ર સતર્ક છે. લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. ઓઝત નદીમાં પાણી જતું હોવાથી ઘેડમાં પરિસ્થિતિ કપરી થશે. જોકે, હજી સુધી કોઈ જાનહાની થઈ નથી. 30,000 જેટલા ફૂડ પેકેટ વિતરણની કામગીરી શરૂ કરી છે. 750 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
તેમણે કહ્યું કે, રાજ્યસરકારનું સતત માર્ગદર્શન મળતું રહ્યું છે. 49 પૈકી 6 ફીડર પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના બંધ છે. રિસ્ટોરેશનની કામગીરી કરવામાં આવી રહી છે. લોકોને અપીલ છે કે બિન જરૂરી ઘરની બહાર ના નીકળે. ગંદકીને દૂર કરવાની કામગીરી પણ શરૂ કરવામાં આવશે. હાલ 2 NDRF ની ટીમ તૈનાત છે. 4 SDRF ની ટીમ છે. ફાયર બ્રિગેડની 9 ટીમ છે. તો હાલ સ્થિતિ એવી છે કે, ગ્રામ પંચાયતના 55 રોડ બંધ છે. પાણી ઉતર્યા બાદ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે. સરકારના નિયમ મુજબ સહાયની ચુકવણી કરવામાં આવશે.
પોલીસે રેસ્ક્યૂ કર્યું
જૂનાગઢ જિલ્લાના વંથલી પો.સ્ટે. વિસ્તારમાં વાડલા ફાટક પાસે પાણી ભરાતા અસરગ્રસ્ત લોકો માતાજીની મુર્તિને મૂકી આવવા તૈયાર ન હતા. તેથી વંથલી પોલીસ દ્વારા માતાજીની મૂર્તિ સાથે રેસ્ક્યુ કરવામાં આવ્યુ હતું. વંથલી પોલીસ દ્વારા જુનાગઢમાં મોટાપાયે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું. પોલીસ દ્વારા ભારે વરસાદ વચ્ચે રેસ્ક્યુ કર્યુ હતું. આવામાં વાડલા ફાટક પાસે મહિલા માતાજીની મુર્તિ મુકીને તૈયા નહોતા થયા. ત્યારે પોલીસે માતાજીની મુર્તિ અને મહિલા બંનેનુ રેસ્ક્યુ કર્યુ હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે